________________
જિનવચન કર્મને કાપે, તે જ જિનવચન છે. જિનવર સર્વજ્ઞ વીતરાગ દેવ. જિનવર ગત :જિનવરમાં પ્રાપ્ત. જિનવર પુરુષો અહતો. જિનવર વૃષભ :જિનવરોમાં શ્રેષ્ઠ; તીર્થંકર. જિનવરગત જિનવરમાં પ્રાપ્ત. જિનવરવૃષભુ જિનવરોમાં શ્રેષ્ઠ; તીર્થકર, અહંત. જિનાવરવૃષભો :અરિહંતો. જિનવાણી રાગ દ્વેષ અજ્ઞાનાદિ અંતરંગ શત્રુઓને જીતે તે જિન. તે જીવનમુક્ત
પુરુષ ભગવાનને સર્વજ્ઞતા આદિ સર્વ આત્મા ઐશ્વર્ય પ્રગટયું હોવાથી એવા જ્ઞાનીની જે વાણી તે અલૌકિક, અચિંત્ય માહાભ્યવાળી છે. (૨) જિનવાણી સ્યાદ્વાદરૂપ છે પ્રયોજનવશ નયને મુખ્ય-ગૌણ કરીને કહે છે, જુઓ શદ્ધનયને સત્ય કહ્યો અને પર્યાયને અસત્ય, અવિદ્યમાન કહી તે શા માટે ? એનો ખુલાસો કરે છે. કહે છે કે જિનવાણી સ્વાદ્વાદરૂપ છે-એટલે અપેક્ષાથી કથન કરનારી છે. જેથી જ્યાં જે અપેક્ષા હોય, ત્યાં તે સમજવી જોઈએ. પ્રયોજનવશ શુદ્ધનયને મુખ્ય કરી સત્યાર્થ કહ્યો છે અને વ્યવહારને ગૌણ કરી અસત્ય કહ્યો છે. ત્રિકાળી અભેદ શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિ કરતાં જીવને જીવને સમ્યગ્દર્શન થાય છે. આવા પ્રયોજનને સિદ્ધ કરવા ત્રિકાળી દ્રવ્યને અભેદ કહીને ભૂતાર્થ કહ્યું છે, અને પર્યાયનું લક્ષ છોડાવવા તેને ગૌણ કરી અસત્યાર્થ કહી છે. આત્મા અભેદ ત્રિકાળી ધ્રુવ છે. તેની દષ્ટિ કરતાં ભેદ દેખાતો નથી અને ભેદદષ્ટિમાં નિર્વિકલ્પતા થતી નથી. માટે પ્રયોજનવશ ભેદને ગૌણ કરી અસત્યાર્થ કહેલો છે. અનંત કાળમાં જન્મમરણનો અંત કરવાના બીજરૂપ સમ્યગ્દર્શન જીવને થયું નથી. એવા સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું અહીં પ્રયોજન સિદ્ધ કરવું છે. તેથી શુદ્ધ જ્ઞાયકને મુખ્ય કરી સત્યાર્થ કહ્યો છે. અને પર્યાય તથા ભેદને ગૌણ કરી વ્યવહાર કહી તેને અસત્યાર્થ કહ્યો છે. (૩) વીતરાગનાં વચન. તેમાં બે વાત છે.(૯) પરથી ખસવું અને (૯) સ્વમાં વસવું, જમવું, રમવું, હરવું. (૪) વિતરણ ભગવાનના આગમ. જિનવાણી
૩૭૯ ભગવાનના આગમ-નિર્વાણના કારણનું કારણ છે. નિર્વાણ નામ પરમ સુખસ્વરૂપ, પરમ શાંતિસ્વરૂપ, પરમાનંદમય એવી જે મુક્તિ તે મુક્તિના કારણનું, કારણ છે. મુક્તિનું કારણ શુદ્ધ રત્ન ત્રયરૂપ, મોક્ષમાર્ગ . ને તે મોક્ષમાર્ગનું બાહ્ય કારણ, આ પરમાગમ છે. આત્માની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન, આત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન, અને આત્મામાં રમણતા તે સમ્યક ચારિત્ર - એમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ, તેનું પરમાગમ નિમિત્ત કારણ છે. (૫) જિનવાણી શુદ્ધ છે, એમ કહે છે; કેમ કે વસ્તુ (આત્મા) નિર્વિકાર શુદ્ધમાં રહેવાનું કહે છે. તે રાગ-વિકારથી ધર્મ બતાવતી નથી, તેથી વાણી શુદ્ધ છે. અહાહા...! શુદ્ધને બતાવનારી વાણી પણ શુદ્ધ છે એમ કહે છે, વાણીને અહીં શુદ્ધ કેવી રીતે કીધી છે? કેમ કે વાણી પોતે, શુદ્ધ ભાવને બતાવે છે ને ? તેથી ઉપચાર કરીને, અહીં
શુદ્ધ કીધી છે. (૬) આગમ શાસ્ત્રો; અધ્યાત્મ ગ્રંથો. જિનેશ્વરની ભક્તિ :જિનેશ્વરની ભક્તિ કરીએ, તો આપણને એમની દશા
સમજાય, એમનો પુરુષાર્થ સમજાય, અને આપણને પણ તે પ્રાપ્ત થાય, એવું છે એમ સમજાતાં, તે પ્રાપ્ત કરવા બળ સ્ફરે. જિનેશ્વરની ભક્તિથી પુરુષાર્થ થાય છે, વિકારથી વિરકતતા થાય છે, શાંતિ એ નિર્જરા થાય છે, આત્મસ્વરૂપનું ભાન થાય છે. અને સ્વસ્વરૂપાનંદની શ્રેણીએ મોક્ષ થાય છે. આપણું સ્વરૂપ જોવા માટે, ભગવાનના સ્વરૂપનું ચિંતવન દર્પણ સમાન છે. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું, તેમ તેમ તમારા તત્ત્વના
ચમત્કારો, મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. જિનશાસન રાગ વિનાની વીતરાગી દશા, તે જિનશાસન છે. શુદ્ધોપયોગ વડે
જિનસ્વરૂપ ભગવાન આત્મામાં રમણતા કરવી, એને જાણવો, અનુભવવો એને ભગવાને, જિનશાસન કહ્યું છે. આ જૈનશાસન પર્યાયમાં છે, દ્રવ્યમાં નહીં. આ પૂર્ણ જિનસ્વરૂપ આત્માને ગ્રહણ કરનાર, શુદ્ધોપયોગ એ જ જૈનશાસન છે, પરમેશ્વરનો માર્ગ છે. એકવાર પૂર્વનો આગ્રહ છોડીને સાંભળ કે, અંતરમાં એકરૂપ પરમાત્મતત્ત્વ, સામાન્ય સ્વભાવ નિર્લેપ ભગવાન છે,