________________
જાણી શકાય છે. (૧૦) બે પ્રકારના છેઃ ઉત્સર્પિણી એટલે, ચઢતી શ્રેણિ અને અવસર્પિણી એટલે, ઉતરતી શ્રેણિ.
કાળ ચૂક કાળ ચક્રના બે વિભાગ છે ઉત્સર્પિણી અને અવસર્પિણી ઉથ્સસર્પિણી= ઉત્ એટલે ઊંચે સર્પિણી જતો એટલે કે ઉત્તરોત્તર મઢતો કાળ તે ઉત્સર્પિણી; અવ-નીચે, સર્પિણી-જતો એટલે ઉત્તરોત્તર નીચે ઉતરતો પડતો કાળ તે અવસર્પિણી.
કાળ દ્રવ્ય પોત પોતાની અવસ્થારૂપે સ્વયં પરિણમતાં જીવાદિક દ્રવ્યોને પરિણમન વખતે જે નિમિત્ત (ઉદાસીનપણે હાજર) હોય, તેને કાળ દ્રવ્ય કહે છે. જેમકે- કુંભારના ચાકને ફરવાના ટાળે લોઢાનો ખીલો. (૨) કાળ સમય અનુત્પન્ન અવિનષ્ટ છે. અને પર્યાય સમય ઉત્પન્ન ધ્વંસી છે, અર્થાત્ સમય પર્યાય ઉત્પત્તિ વિનાશવાળો છે. (૩) જીવ, અજીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ આ પાંચ દ્રવ્યોને વર્તનાનું નિમિત્ત તે કાળ દ્રવ્ય છે, પોતાના (કાળના) સિવાય પાંચ દ્રવ્યોને વર્તનાનું નિમિત્ત બને તે કાળ નામના અસંખ્ય અરૂપી અણુઓ-કાલાણુઓ છે. ચૌદ રાજુપ્રમાણલોકમાં અસંખ્ય અરૂપી કાલાણુઓ છે કે, જે પોતાના કારણે બદલાતા જીવાદિ દરેક પદાર્થને બદલવામાં (પરિણમનમાં) નિમિત્ત છે, વળી (જીવ સિવાયનાં ચાર અમૂર્ત દ્રવ્યોનાં શુદ્ધ ગુણો છે; તેમનાં પર્યાયો પણ તેવા (શુદ્ધ જ ) છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ, દ્રવ્યના ગુણો શુદ્ધ છે અને તેઓની પર્યાય-અવસ્થા-હાલત પણ શુદ્ધ જ હોય છે. જીવ-પુદ્ગલની જેમ તેમાં વિભાવ છે નહિ આવી વાત છે. (૪) પોતપોતાની અવસ્થારૂપે, સ્વયં પરિણમતાં જીવાદિ દ્રવ્યોના પરિણમનમાં જે નિમિત્ત હોય, તેને કાળ દ્રવ્ય કહે છે. જેમ કે કુંભારના ચાકને ફરવા માટે લોઢાનો ખીલો. કાળ દ્રવ્યના બે ભેદ છે ઃ નિશ્ચય કાળ અને વ્યવહાર કાળ નિશ્ચયકાળ= કાળ દ્રવ્યને નિશ્ચયકાળ કહે છે. લોકાકાશના એકેક પ્રદેશ ઉપર એકેક કાળ દ્રવ્ય (કાલાણુ) સ્થિત છે. વ્યવહાર કાળ= વર્ષ, મહિના, દિવસ, ઘડી, પળ વગેરેને વ્યવહારકાળ કહે છે. તે કાળ દ્રવ્યની પર્યાય છે.
૩૧૧
કાળ દ્રવ્યનો વિશેષ ગુણ ઃકાળ દ્રવ્યમાં પરિણમન હેતુત્વ વગેરેનો વિશેષ ગુણ છે. કાળ ત્યા સત્તી :નિમિત્ત અને ઉપાદાનનો સમકાળ છે. શાસ્ત્ર ભાષામાં તેને કાળ પ્રત્યાસત્તી સમકાળ કહે છે.
કાળ પ્રતિબંધ વણ :શિયાળામાં અમુક ક્ષેત્ર મને અનુકૂળ પડે, ઉનાળામાં અમુક ઠેકાણે જવું–એવો કાળનો પ્રતિબંધ હોય નહિ.
કાળ પરિવર્તન લિંગ છે :(૧) જો પુદ્ગલોનું પરિવર્તન થાય છે, તો તેનું કોઈ નિમિત્ત હોવું જોઈએ,-એમ પરિવર્તનરૂપી ચિહ્ન દ્વારા, કાળનું અનુમાન થાય છે. (જેમ ધુમાડારૂપી ચિહ્ન દ્વારા, અગ્નિનું અનુમાન થાય છે, તેમ), તેથી કાળ પરિવર્તન લિંગ છે. (૨) વળી પુદ્ગલાદિ પરિવર્તન દ્વારા, કાળના પર્યાયો (થોડો વખત, ઘણો વખત, એવી કાળની અવસ્થાઓ) ગમ્ય થાય છે, તેથી પણ કાળ પરિવર્તન લિંગ છે.
કાળ લબ્ધિ જે પર્યાયમાં-કાળમાં નિર્મળ સમ્યક દશા થાય, તે કાળલબ્ધિ પણ
એનું જ્ઞાન સાચું કોને થાય? જે જ્ઞાયક સ્વભાવની પ્રતીતિ અને અનુભવન કરે એને પર્યાયમાં, આ કાળ પાક્યો એમ સાચું જ્ઞાન થાય (પરકાળ સામે જોવાથી કાળ લબ્ધિ ન થાય)
કાળક :અવસર્પિણી અને ઉત્સર્પિણી મળીને એક કાળચક્ર થાય. એકેકા ભેદના છ છ આરા છે. અવસર્પિણી કાળના છ આરા આ પ્રમાણે છેઃ ૧. સુષમા સુષમા-૪ કોડાકોડી સાગરોપમનો ૨. સુષમા-૩ કોડાકોડી સાગરોપમનો ૩. સુષમા દુષમા ૨ કોડાકોડી સાગરોપમનો. ૪. દુષમા સુષમા- ૧ કોડાકોડી સાગરોપમમાં બેતાલીસ હજાર વર્ષ ઓછાનો. ૫. દુષમા-એકવીસ હજાર વર્ષનો ૬. દુષમા દુષમા-એકવીસ હજાર વર્ષનો
પછી ઉત્સર્પિણી કાળ આવશે. તેમાં પહેલો આરો એકવીસ હજાર વર્ષનો દુધમા દુષમા, પછી દુષમા એમ અનુક્રમે ચઢતો કાળ થશે. અવસર્પિણી ઉત્સર્પિણી મળીને વીસ કોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર થાય. એમ કાળની ગતિ અનંત છે. (૨) જૈન દર્શન અનુસાર, અવસર્પિણી અને ઉત્સર્પિણી એમ બે વિભાગથી એક કાળચક્ર થાય છે. અવસર્પિણીમાં ધીરે ધીરે અનિષ્ટતા વધતી જાય છે, અને ઉત્સર્પિણીમાં તે અનિષ્ટતા ઘટતી જાય