________________
(૨) પ્રમોદ=એટલે કોઈપણ આત્માના ગુણ જોઈ, હર્ષ પામવો. (૩) કરુણા=એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી,અનુકંપા પામવી. અને (૪) ઉપેક્ષા = એટલે નિસ્પૃહ ભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં
આવવું. ચાર ગતિ :નરકગતિ, તિર્યંચ ગતિ, મનુષ્યગતિ અને દેવગતિ ચાર ગતિનું નિવારણ પરતંત્રતાની નિવૃત્તિ અને નિવાણની ઉત્પત્તિ (અર્થાત્
સ્વતંત્રતાની પ્રાપ્તિ થાર પ્રકારના શ્રમણ સંઘ શ્રમણના ચાર પ્રકાર આ પ્રમાણે છે. ૧. ઋષિ, ૨.
મુનિ, ૩. યતિ અને ૪. એણગાર ઋદ્ધિવાળા શ્રમણ તે ઋય છે, અવધિજ્ઞાન મનઃ પર્યાયજ્ઞાન અથવા કેવળજ્ઞાનવાળા શ્રમણ તે મુનિ છે; ઉપશમક અથવા ક્ષય શ્રેણિમાં આરૂટ શ્રમણ તે યતિ છે અને સામાન્ય સાધુ
તે અણગાર છે. આ પ્રમાણે ચાર પ્રકારનો શ્રમણ સંઘ છે. ચાર પુરુષાર્થ :ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. થાર મંગલ :ચત્તારિ મંગલ
ચત્તારી લોગુત્તમ : અરહંતા લાગુત્તમા, સિદ્ધ લોગુત્તમા, સાહુ લાગુત્તમ, કેવલિ પણતો ધમ્મો લાગુત્તમાં. ચત્તારિ સરણે પવ્યજામિ-અરહંતે સરણે પવનજામિ, સિદ્ધ સરણે પધ્વજ્જામિ, સાહુ સરણે પવન્જામિ, કેવલિ પણતો ધમ્મો સરણે પવન્જામિ. અર્થ-મંગલભૂત પદાર્થો ચાર જ છે. અરહંતો, સિદ્ધ ભગવંતો, સાધુઓ અને કેવલિ-કથિત ધર્મ. લોકમાં ઉત્તમ તથા શરણરૂપ પણ ચાર જ છે. અરહંત દેવો, સિદ્ધ પરમાત્માઓ, સાધુઓ અને કેવલિ-કથિત ધર્મ-તેથી જ હું એ ચાર - અરહંત ભગવંતો, સિદ્ધ-પરમાત્માઓ, સાધુઓ અને કેવલિ
પ્રરૂપિત ધર્મનું શરણ અંગીકાર કરું છું. ચાર વેદ વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ચાર વર્ગ:બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર.
૩૪૪ ચાર વસ્તુઓ કઠણ છે ઈન્દ્રિયોમાં, જીભ બળવાન છે, જ્ઞાનાવરણાદિ આઠ
કર્મોમાં, મોહ કર્મ બળવાન છે, પાંચ મહાવ્રતોમાં, બ્રહ્મચર્યવ્રત પ્રબળ છે. અને ત્રણે ગુપ્તિઓમાં, મનોગુપ્તિ પાળવી કઠણ છે. આ ચારે વાતો
કઠણાઈથી સિદ્ધ થાય છે. થાર શિક્ષાવ્રત: જે વ્રતોના અભ્યાસથી સાધુપદમાં ચારિત્ર પાળવાની શિક્ષા મળે
તેને શિક્ષાવ્રત કહે છે. (૧) સામાયિક - એકાંતમાં બેસીને રાગદ્વેષ છોડીને સમતાભાવ રાખી
આત્મધ્યાનનો અભ્યાસ કરવો, પ્રાત:કાળે, મધ્યાહ્નકાળે અને સાયંકાળે
યથાસંભવ ધ્યાન કરવું તે સામાયિક છે. (૨) પ્રોષધોપવાસ - એક માસમાં બે આઠમ અને બે ચૌદશ પ્રોષધ દિન છે. તે
દિવસે ઉપવાસ કે એકાસણું કરીને ધર્મધ્યાનમાં સમય વ્યતીત કરવો તે
પ્રોષધોપવાસ છે. (૩) ભોગપભોગ પરિમાણ - જે એક જ વાર ભોગવવામાં આવે તે ભોગ છે. જે
વારંવાર ભોગવવામાં આવે તે ઉપભોગ છે. એવા પાંચે ઈન્દ્રિયોના ભોગવવા યોગ્ય પદાર્થોની સંખ્યા દરરોજ પ્રાતઃકાળે એક દિન રાત માટે સંયમની વૃદ્ધિ
માટે કરી લેવી તે ભોગોપભોગ પરિમાણ વ્રત છે. (૪) અતિથિસંવિભાગ - સાધુઓને તથા અન્ય ધર્માત્મા પાત્રોને ભક્તિપૂર્વક
અને દુઃખિત ભૂખ્યાને કરુણાપૂર્વક દાન દઈ આહાર કરાવવો તે અતિથિ સંવિભાગ શિક્ષાવ્રત છે. આવી રીતે શ્રાવકે પાંચ અણુવ્રત અને સાત શીલવંત એમ બાર વ્રત પાળવાં જોઈએ અને તેમાં વ્રતની ભાવના ભાવવી જોઈએ.
તે નીચે પ્રમાણે છે :ચારે કોરથી ચારે તરફથી; વીતરાગની વાણી પરથી, સંયોગથી, નિમિત્તથી અને
રાગી આત્માને ભિન્ન બતાવી ઉદાસીનતા પ્રેરે છે. થાર ગતિ મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી આદિ ગતિ પર નિમિત્તથી, એટલે પુણ્ય, પાપ, વિકારને કારણે સંયોગથી ઉત્પન્ન થાય છે. તેથી દેવ, ઇન્દ્ર આદિ પદ મળે તો પણ ધ્રુવ નથી, માટે ચારે ગતિ વિનાશિક છે. તેથી આ પંચમગતિ-સિદ્ધગતિમાં એ વિનાશિક્તાનો અભાવ થયો.