________________
થવું. (૩) પરિહાર વિશુદ્ધિ-એવું આચરણ કે જેમાં વિશેષ હિંસાનો ત્યાગ હોય. (૪) સૂક્ષ્મ સાંપરાય-દશમા ગુણસ્થાનવર્તીનું ચારિત્ર, કે જેમાં માત્ર
સુમ લોભનો ઉદય છે, (૫) યથાખ્યાત પૂર્ણવીતરાગ ચારિત્ર. થારિત્રના ભેદ :ચારિત્રના ચાર ભેદ છે:- સ્વરૂપાચરણ ચારિત્ર, દેશ ચારિત્ર, અકલ
ચારિત્ર અને યથાખ્યાત ચારિત્ર. ચારિત્રના ભેદ અપેક્ષાએ નિશ્ચય સમ્યગ્દર્શનનું કથન નિશ્ચયસમ્યગ્દર્શન ચોથા
ગુણસ્થાનકથી શરૂ થાય છે, ચોથા અને પાંચમાં ગુણસ્થાનકે ચારિત્રમાં મુખ્યપણે રાગ હોય છે તેથી તેને સરાગ સમ્યત્વ કહેવાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ચારિત્રમાં પણ ગૌણ છે અને પછીનાં ગુણસ્થાનોમાં ને ટળતાં ટળતાં છેવટે, સંપૂર્ણ વીતરાગ ચારિત્ર થાય છે તેથી છઠ્ઠા ગુણસ્થાનકથી
વીતરાગ સમ્યકત્વ કહેવાય છે. થારિત્રની રમતા :સ્થિર ઉપયોગ. ચારિત્ર પર્યાય :ણેય અને જ્ઞાતાની જે ક્રિયાંતરથી નિવૃત્તિ તેના વડે રચાતી દ્રષ્ટિ
જ્ઞાતૃતત્ત્વમાં પરિણતિ જેનું લક્ષણ છે તે ચારિત્રપર્યાય છે. ચારિત્રમોહ રાગદ્વેષના પરિણામ (૨) તે પરિમિતિ મોહ છે; તે મર્યાદિત મોહ છે.
(૩) આત્માના ચારિત્રને રોકવામાં નિમિત્ત, મોહનીય કર્મો. (૪) સ્વસ્વરૂપને આવરણ કરનાર સર્વ વ્યાપારોનો સર્વથા ત્યાગ કરવો અને સ્વસ્વરૂપમાં સંપૂર્ણ લીનતા કરવી તે સમ્યક્ ચારિત્ર. તેને આવરણ કરનારું કર્મ, તે ચારિત્ર મોહનીય. એના બે ભેદ છે - કષાય અને નોકષાય. (૫) સમજણ વિપરીત થવાથી માન્યતા વિપરીત થઈ, તે કારણે રાગ-દ્વેષ રૂપ વિપરીત પ્રવર્તન, તે ચારિત્રમોહ. (૬) ચારિત્રમોહનો ઉદય, દશમાં ગુણસ્થાન સુધી રહે છે. ચારિત્રમોહનો સર્વથા ક્ષય બારેમાં ગુણ સ્થાને થાય છે. (૭) રાગદ્વેષમાં ચારિત્ર મોહની પચ્ચીસ પ્રકૃતિ સમાવેશ પામે છે. રાગ = ૪ લોભ, ૪ માયા, ૧ હાસ્ય, ૧ રતિ, ૩ વેદ =૧૩, દ્વેષ =જ ક્રોધ, ૪ માન,
૧ અરતિ, ૧ ભય, ૧, શોક, ૧, જુગુપ્સા = ૧૨ થારિત્રમોહ આસવનું કારણ કષાયના ઉદયથી તીવ્ર પરિણામ થાય, તે
ચારિત્રમોહનીયના આસવનું કારણ છે.
૩૫૦ ઉદયનો અર્થ વિપાક-અનુભવ છે. જીવ કષાયકર્મના ઉદયમાં જોડાઈને જેટલો રાગ દ્વેષ કરે તેટલો કષાયનો ઉદય-વિપાક-અનુભવ તે જીવને થયો એમ કહેવાય. કષાય કર્મના ઉદયમાં જોડાતાં જીવને તીવ્ર ભાવ થાય તે ચારિત્ર મોહનીય કર્મના આસવનું કારણ (નિમિત્ત) છે, એમ સમજવું. ચારિત્ર મોહનીય આસવનું વિસ્તારથી વર્ણન નીચે પ્રમાણે છે :(૧) પોતાને તથા પરને કષાય ઉપજાવવો. (૨) તપસ્વી જનોને ચારિત્રદોષ લગાડવો. (૩) સંકલેશ પરિણામને ઉપજાવવાવાળા વેષ-વ્રત વગેરે ધારણ કરવા; એ વગેરે લક્ષણવાળા પરિણામ ક્યાય કર્મના આસવનું કારણ છે. (૧) ગરીબોનું અતિહાય કરવું; (૨) ઘણો વૃથા પ્રલાપ કરવો; (૩) હાસ્ય સ્વભાવ રાખવો; એ વગેરે લક્ષણવાળા પરિણામ હાસ્યના આસવનું કારણ છે. (૧) ગરીબોનું અતિહાસ્ય કરવું. (૨) વ્રત-શીલમાં અરુચિ પરિણામ કરવા; એ વગેરે લક્ષણવાળા પરિણામ રતિકર્મના આસવનું કારણ છે. (૧) પરને અરતિ ઉપજાવવી; (૨) પરની રતિનો વિનાશ કરવો; (૩) પાપ કરવાનો સ્વભાવ હોવો; (૪) પાપનો સંસર્ગ કરવો; એ વગેરે લક્ષણવાળા પરિણામ અતિ કર્મના આસવનું કારણ છે. (૧) પોતાને શોક ઉપજાવવો; (૨) પરના શોકમાં હર્ષ માનવો; એ વગેરે લક્ષણવાળા પરિણામ શોકકર્મના આસવનું કારણ છે. (૧) પોતાને ભયરૂપ ભાવ રાખવો; (૨) બીજાને ભય ઉપજાવવો; એ વગેરે લક્ષણવાળા પરિણામ ભય-ર્મના આસવનું કારણ છે.