________________
(૫) પ્રત્યાખ્યાન = પહેલાં ઊંધી સમજણ વડે, હું પર પદાર્થોનું કરી શકું અને પર
પદાર્થ તેમજ પુણ્યથી મને લાભ થાય એમ માનીને અનંત પરદ્રવ્યોનું અને વિકારનું સ્વામીત્વ માનતો હતો. તે મહા અપ્રત્યાખ્યાન હતું. હવે હું કોઈ પરનું કહે ન કરું, પર મારું ન કરે. પાપ-પુણ્ય મારું સ્વરૂપ નહિ, એવી સાચી સમજણ થતાં અનંત પર દ્રવ્યો અને વિકારનું સ્વામીત્વ છૂટી ગયું, એ જ
ખરું પ્રત્યાખ્યાન છે. (૬) કાયોત્સર્ગ = પહેલાં શરીરની બધી ક્રિયાનો કર્તા થતો હતો. પણ હવે એમ
સમજ્યો કે હું તો જાણનાર છું, શરીરની એકપણ ક્રિયા મારાથી થતી નથી, શરીરની કોઈ ક્રિયાથી મને લાભ-નુકશાન નથી, આ રીતે શરીરથી ઉદાસીન થઈને જાણનાર રહી ગયો, તે જ કાયોત્સર્ગ છે, આ રીતે છએ આવશ્યક ક્રિયાઓ એક નિશ્ચય સ્તુતિમાં આવી જાય છે, અને આ નિશ્ચય સ્તુતિ, તે પોતાના એકત્વ સ્વરૂપ પરથી અને વિકાર પરથી અને વિકારી ભિન્ન જ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્માની સાચી સમજણ છે. આવી સાચી સમજણ કરનારા
સમ્યગ્દષ્ટિ જીવો જિનેશ્વરદેવના લઘુ નંદન છે. છે કાયપાંચ સ્થાવરકાય (પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાય) અને
છઠ્ઠી ત્રસકાય મળી જીવરાશિને છ કાય કહે છે. (૨) પૃથ્વીકાય, જલકાય,
અગ્નિકાય, વાયુકાય, વનસ્પતિકાય તથા ત્રસકાય, એમ છે કાયના જીવો છે. છે કાયની વિરાધના શ્રમણ સંઘને શુદ્ધાત્મપરણિતિના રક્ષણમાં નિમિત્તભૂત
એવી જે ઉપકાર પ્રવૃત્તિ, શુભોપયોગી શ્રમણો કરે છે. તે પ્રવૃત્તિ છે કાયના વિરાધના વિનાની હોય છે, કારણ કે તેમણે (શુભપયોગી શ્રમણોએ)
સંયમની પ્રતિજ્ઞા લીધેલી હોય છે. છે કાકો રાગ-દ્વેષનો હું કર્તા રહ્યો નથી, રાગદ્વેષ મારાં કામ-કર્મ, રહ્યાં નથી,
રાગ-દ્વેષનું સાધન-કરણ નથી, રાગ દ્વેષને મેં રાખ્યાં (સંપ્રદાન) નથી, રાગદ્વેષ મારામાંથી (અપાદાન) થયા નથી અને રાગ-દ્વેષતે મારા આધારે (અધિકરણ) રહ્યા નથી.
ક..
(૬)
૩૫૯ આ કોણ વિચારે છે? ધર્મ-જ્ઞાની જીવ વિચારે છે કે મારા સ્વભાવમાં આ છે પ્રકારો છે જ નહિ, મારા આધારે આ રાગ-દ્વેષ થયો હોય તેમ ત્રણ કાળમાં
છે જ નહિ. (૧) કર્તા :- જે સ્વતંત્રતાથી (સ્વાધીનતાથી) પોતાના પરિણામ કરે, તે કર્તા છે.
(પ્રત્યેક દ્રવ્ય પોતાનામાં સ્વતંત્ર વ્યાપક હોવાથી, પોતાના જ પરિણામોનો
કર્તા છે.) (૨) કર્મ :- કર્તા જે પરિણામોને પ્રાપ્ત કરે છે, તે પરિણામ, તેનું કર્મ છે. (૩) કરણ :- તે પરિણામના સાધકતમ અર્થાત્ ઉત્કૃષ્ટસાધનને કરણ કહે છે. (૪) સંપ્રદાન :- કર્મ (પરિણામ-કાર્યો જેને દેવામાં આવે અથવા જેના માટે
કરવામાં આવે છે, તેને સંપ્રદાન કહે છે. (૫) અપાદાન - જેમાંથી કર્મ કરવામાં આવે છે તે ધ્રુવ વસ્તુને, અપાદાન
કહેવામાં આવે છે. અધિકરણ :- જેમાં અથવા જેના આધારે કર્મ કરવામાં આવે છે, તેને અધિકરણ કહે છે. સર્વ દ્રવ્યોની પ્રત્યેક પર્યાયમાં આ છ એ કારક એક સાથે વર્તે છે. તેથી આત્મા અને પુલ શુદ્ધદશામાં કે અશુદ્ધ દશામાં સ્વયં જ છે કે કારકરૂપ પરિણમન
કરે છે. અને અન્ય કોઈ કારકો (કારણો)ની, અપેક્ષા રાખતા નથી. છ કોટિ, આઠ કોટિ, નવ કોટિ :મન, વચન, કાય ૩ * ૩ કરવું-કરાવવું-અનુમોદવું
=૯ આમ કોઈપણ ક્રિયા મન,વચન, કાયાથી કરવી, કરાવવી અને
અનુમોદવી, તે નવ કોટિ. આમાંથી જેટલું ઓછું તેમ ઓછી કોટિએ કહેવાય. છ ખંડ :આ ભરતક્ષેત્રના છ ખંડ છે. તેમાં ૧ આર્ય ખંડ તથા ૫ મલેછે ખંડ છે. છ દ્રવ્યો :જીવ, પુદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. (૨)
ભગવાન સર્વજ્ઞ આ જગતમાં છ વસ્તુ અનાદિ અનંત ભિન્ન-ભિન્નપણે છે,
એમ જોયું છે. (૧) જીવ, (૨) પુદ્ગલ, (૩) ધર્માસ્તિકાય, (૪) અધર્માસ્તિકાય, (૫) આકાશ, (૬) કાળ. તેમાં એક આત્માને જ સંસારરૂપ બંધન છે. તે બે ભાવરૂપ પરસમયપણું વિરોધરૂપે છે.