________________
છવાસ્થ :આવરણયુક્ત. (૨) અલ્પજ્ઞ (૩) આવરણ સહિત જીવ; જેને કેવલજ્ઞાન
પ્રગટયું નથી તે; આવરણ યુક્ત. (૪) આવરણ યુક્ત. (૫) અપૂર્ણ. (૬)
અલ્પજ્ઞાની. (૭) આવરણ યુક્ત. છયસ્થ અવસ્થા જ્ઞાન દર્શનને આવરણ કરનાર કર્મ રહે, ત્યાં સુધીની અવસ્થા.
બારમા ગુણસ્થાન સુધી પ્રસ્થા અવસ્થા હોય છે. છપસ્થ જીવો છદ્મસ્થ જીવોને જે જ્ઞાન-દર્શન-ઉપયોગ થાય છે. તે શેય સન્મુખ
થવાથી થાય છે, એ દશામાં એક શેયથી ખસીને બીજા સેય તરફ પ્રવૃત્તિ કરે છે. એવી પ્રવૃત્તિ વિના છદ્મસ્થ જીવનું જ્ઞાન પ્રવૃત્ત થતું નથી; તેથી પહેલાં ચાર જ્ઞાન સુધીના કથનમાં ઉપયોગ શબ્દનો પ્રયોગ તેના અર્થ પ્રમાણે કહી
શકાય. છIીદશી:અલ્પજ્ઞાનદશા છાથદશામાં સમકિતી ધર્માત્મા આત્માને કેવો અનુભવે છે ? હું ચૈતન્યમાત્ર
જ્યોતિરૂપ આત્મા છું કે જે મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. અગ્નિની જ્યોતિ, દીવાની જ્યોતિ હોય છે એ તો જડ છે. આ તો ચૈતન્યમાત્ર જ્યોતિ એટલે દેખવા-જાણવાના સ્વભાવરૂપ જ્યોતિ હું આત્મા છું. તે મારા પોતાના જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. વજન અહીં છે કે મારા અનુભવથી એટલે આનંદના વેદનથી હું મારા આત્માને જાણું છું. પરથી, વિકલ્પથી કે નિમિત્તથી નહિ પણ મારા જ અનુભવથી હું આત્માને પ્રત્યક્ષ જાણું છું. હું ચૈતન્યમાત્ર જ્યોતિરૂપ આત્મા છું. અહાહા! ત્રિકાળી જ્ઞાનસત્વ, સર્વજ્ઞ સ્વભાવ, જ્ઞ ભાવ, એક જ્ઞાયકભાવસ્વરૂપ ચૈતન્યમાત્ર ઝળહળ જ્યોતિ હું છું. રાગ અને પર હું નથી. એક સમયની પ્રગટ પર્યાય જેટલો પણ હું નથી અને આ જ્ઞાયકસ્વભાવી આત્મા મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાય છે. એનો અનુભવ કરવામાં કોઈ પરના-નિમિત્તના કે વિકલ્પના સહારાની જરૂર નથી. સીધું જ્ઞાન પોતાને અને પરને જાણે છે એવો હું છું. અહીં ચિત્માત્ર જ્યોતિ હું આત્મા છું એમ કહીને જીવનો સ્વભાવ જ્ઞાનમાત્ર છે એમ કહ્યું. જ્ઞાનમાત્ર કહેતાં એમાં બીજા અનંત ગુણો છે તેનો નિષેધ
૩૬૫ કરવો નથી, પરંતુ રાગાદિ વિકારનો નિષેધ કરવો છે. અહાહા! હું ચિન્માત્ર
જ્યોતિ સ્વરૂપ આત્મા છું એવો સમ્યગ્દષ્ટિને સમ્યગ્દર્શનના કાળમાં અનુભવ
થાય છે. છરપલાની ધાર જેવું જળ છરી જેવાં મોજાંવાળું પાણી; જીભ કાપી નાખે તેવું
પાણી. છલ કપટ; દગો; છેતરપીંડી; ઠગાઈ; ધુતારાવેડા; વાણીથી દગો; (૨) દોષ;
બહાનું. છલકાવું ઉભરાવું. છળ :બહાનું; છળ. છપ્પરપગી :ખરાબ પગલાંની. છવાસ્થવિહિત :અજ્ઞાનીએ કહેલ. છશ્વાસ્થવિહિત વસ્તુઓને વિષે છદ્મસ્થ-અજ્ઞાનીને કહેલા દેવગુરુ ધર્માદિને વિષે. છેદવું કાપવું; ઉખેડવું; ઉચ્છિન્ન કરવું; કાણુ પાડવું; વીંધાવું; છિદ્રકરવું. (૨) કાપી
નાખવું; મૂળમાંથી ઉખેડી નાખવું. છેદવા:જુદા પાડવા. છેદાવું છરીથી ટુકડા થાય તેને છેદાવું કહે છે. (૨) કાપવું; ઉખેડવું; કાણું પાડવું;
બાંધવું. છેદી શકાય :જુદા કરી શકાય. છેદોષ સ્થાપક :છેદ બે પ્રકારના છે. સંયમમાં જે ૨૮ મૂળ ગુણરૂપ ભેદ છે. જેમકે -
પાંચ મહાવ્રત, પાંચ પ્રકારની સમિતિ, પાંચ પ્રકારનો ઈન્દ્રિયનિરોધ, લોચ, છ પ્રકારના આવશ્યક, અચલકપણું, અસ્નાન, ક્ષિતિશયન, અદંતધાવન, ઊભાં ઊભાં ભોજન અને એક વખત આહાર. એ પ્રમાણે અઠ્ઠાવીસ મૂળગુણોનો ભેદ પડે તેને છેદ કહે છે અને તેના ખંડનને અથવા દોષને પણ છેદ કહેલ છે. તે દોષછેદને છોડીને પાછા સંયમમાં સ્થાપિત કરે છે, તે છેદોપસ્થાપક છે. (૨) છેદ પ્રત્યે ઉપસ્થાપક (ભેદમાં સ્થાપનાર) તે નિર્યાપક છે. (૩) છેદોપસ્થાપકના બે અર્થ છે : (૯) જે છેદ (ભેદ) પ્રત્યે ઉપસ્થાપક છે અર્થાત્ જે ૨૮ મૂળ ગુણરૂપ ભેદો સમજાવી તેમાં સ્થાપિત કરે છે તે