________________
(૬) કોઈ વસ્તુ પોતાના સ્વક્ષેત્રરૂપ આકાર વિના હોય નહિ; અને આકાર નાનો
મોટો હોય તે લાભ-નુકસાનનું કારણ નથી. છતાં દરેક દ્રવ્યને સ્વઅવગાહનારૂપ પોતાનો સ્વતંત્ર આકાર અવશ્ય હોય છે, એમ પ્રદેશત્વગુણ બતાવે છે.
આમ છયે સામાન્ય ગુણો દરેક દ્રવ્યની સ્વતંત્ર વ્યવસ્થા બતાવે છે. છૂટાં પગલો :ઠ્ઠાં પુલો કંપન વડે, ભેગાં મળે છે. ત્યાં છૂટાપણે તેઓ નષ્ટ
થયાં, પુલપણે ટક્યાં, ને ભેગાપણે તે ઊપજ્યાં. 98 અને સાતમું ગુણસ્થાન :છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનમાં સર્વ વિરતિ
મુનિપણું છે. છઠ્ઠ છ& બે ઉપવાસ પારણું કરે, ફરી વળી બે ઉપવાસ કરે, એમ ક્રમ સેવવો. છઠ્ઠી ગાથા :પ્રમત્ત-અપ્રમત્તના ક્ષણિક વર્તમાન અવસ્થામાં, વિકારનું લક્ષ છોડી
અભેદ સ્વરૂ૫નું લક્ષ કરવાનું કહ્યું. છઠ્ઠી ગાથામાં વિકારથી જુદો અભેદ જ્ઞાયક આત્મા કહ્યો, એટલે આત્મા જ્ઞાનાદિ અનંત ગુણોનો અખંડ પિંડ છે તેને લક્ષમાં લેવા કહ્યું. ક્ષણિક એક અવસ્થા પુરતો આત્મા નથી. તેથી તે ભેદને ગૌણ કરી, એક આત્માને નિર્મળ, અસંયોગી અવિકારીપણે લક્ષમાં લેવો તે જ શ્રદ્ધાનો વિષય છે. શરીરાદિના સંયોગ તો આત્માથી ઘણે દૂર છે, તે તરફની આસક્તિ તો પ્રથમથી જ ઘટાડવી જોઈએ. દેહાદિ કોઈ સંયોગપણે હું નથી, એનાં કોઈ કાર્ય મને આધીન નથી. એટલી સમજણ તો આવું સાંભળનારને હોય જ, એમ આચાર્યે માની લીધું છે. (૨) સમયસાર શાસ્ત્રની છઠ્ઠી ગાથામાં કહ્યું કે એકલો જ્ઞાયક આત્મા છે. તેમાં સમ્યગ્દર્શન-મિથ્યાદર્શન વિરત-અવિરત પ્રમત્ત- અપ્રમત્ત સકષાય-અકષાય, બંધમાક્ષ એવા પર્યાયના ભેદ નથી. છદ્મસ્થને નિર્મળ પર્યાય ઉપર દષ્ટિ જતાં અશુદ્ધતા (વિકલ્પ) આવે છે. પર્યાયના (ભેદના) લક્ષે અશુદ્ધતા ટળતી નથી. પર્યાયના ભેદ ઉપર લક્ષ કરવું તે અભતાર્થ. તેના લક્ષે વિકલ્પ ઉપજે છે. અને સ્વભાવ એકરૂપ, અખંડ, નિર્મળ, ધ્રુવ છે. તેના લક્ષે દર્શન, જ્ઞાન, ચારિત્રની
૩૬૩ નિર્મળ પર્યાય ઉઘડે છે. તે નિર્મળ પર્યાય ઉપર લક્ષ કરતાં, અશુદ્ધતા-રાગ થાય છે. તેથી નિર્મળ અવસ્થા ઉપર પણ અશુદ્ધતાનો આરોપ, કરી દીધો છે. સાતમી ગાથા (સમયસાર શાસ્ત્ર) માં અખંડ સ્વભાવની દૃષ્ટિનો એકરૂપ વિષય, અખંડ જ્ઞાયક પૂર્ણરૂપ આત્મા જણાવવાનો છે, તેમાં ભેદરૂપ ગુણને વ્યવહાર-અભૂતાર્થ કહ્યા છે. વસ્તુ-સ્વરૂપ તો અનંત ગુણમય અખંડ છે, ત્રણ જુદા ગુણરૂપે નથી. આત્મા એક ગુણ જેવડો નથી, વિકારના ભેદ રહિત એકરૂપ વિષય કરવો, તે જ્ઞાયક જ છે. ભાઈઓ ! અનંત કાળનું દળદર ફીટે એવી અપૂર્વ આ વાત છે. બાહ્યસંયોગ, વિયોગ, એ તો પૂર્વની પ્રકૃતિને આધીન છે; એવા સંયોગ વિયોગ તો અનેક પ્રકારના થયા કરે. સંયોગ તો મુનિને સિંહ ફાડી ખાય એવા પણ હોય, તેમાં આત્માને શું ? આત્મા તો સદાય જાણનારપણે છે. તેને સંયોગ સાથે કાંઈ સંબંધ નથી. જે રીતે આત્માનો નિર્મળ સ્વભાવ, પરિપૂર્ણ સર્વજ્ઞ ભગવાને કહ્યો છે તે રીતે જીવે કદી તે સાંભળ્યો નથી, સમજ્યો નથી, અને તેને જાણનારા અનુભવી જ્ઞાનીનો, પરિચય પણ કર્યો નથી. આ મનુષ્ય જન્મ અને આત્માની સત્યવાત સાંભળવાનો અવસર ફરી ફરી નહિ મળે. જન્મ મરણની ભૂખ ભાંગવી હોય, તો અખંડ જ્ઞાયક આત્માની વાત રસપૂર્વક સમજવી જોઈએ. જેમા સર્વ સમાધાન સ્વરૂપ અનંત સુખ છે. એવો અમૃતનો કુંડ ભગવાન આત્મા, વર્તમાનમાં અજ્ઞાનરૂપી આવરણ વડે દેહની ઓથે છુપાઈ રહ્યો છે. તેની સ્વાધીનતાનો મહિમા સાંભળી, સમજવાની હોંશ ઉછળવી જોઈએ. ચૈતન્યના અપૂર્વ સ્વભાવને સાંભળવામાં, સમજવામાં કઠણતા માની, સમજવાનો કંટાળો ન લાવીશ. સર્વજ્ઞ ન્યાયથી, અનેક પડખાંથી, જેમ છે. તેમ, જે વિધિ છે તે વિધિએ-અને જેવડો છે તેવડો બરાબર લક્ષમાં લે, તે ન્યાલ થઈ જાય. એટલે કે તેને અનંત સુખ મળે, અન્યથા માને તે ઉપાય પણ અન્યથા કરે, અને તેનું ફળ પણ અન્યથા જ આવે, માટે સતને જિજ્ઞાસાથી સમજી લે.