________________
એક અવિભાગી પુલ પરમાણુ જેટલા આકાશને રોકે છે તેટલા ક્ષેત્રને | પ્રદેશ કહે છે. તથાપિ આ જીવ જે શરીરમાં રહે છે તેટલું મોટું પોતાનું દેહપ્રમાણ માપ કરીને રહે છે. નામ કર્મના ઉદયથી તેનામાં સંકોચવિસ્તારશક્તિ કામ કરે છે, જેથી શરીર પ્રમાણ સંકોચિત કે વિસ્તૃત થઈ
જાય છે. (૩) પુદ્ગલ પુલના અંધ અનેક આકારના ગોળ, ચોરસ, ત્રિકોણ, મોટા,
નાના બને છે. એક પરમાણુનો એક પ્રદેશ માત્ર આકાર છે. (૪) ધર્માસ્તિકાય અને (૫) અધર્માસ્તિકાય દ્રવ્ય બન્ને લોકાકાશ પ્રમાણ વ્યાપક
(૬) કાલાણુ-કાલાણુ અસંખ્યાત લોકાકાશના પ્રદેશોમાં એક એક અલગ અલગ
છે. કદી મળતા નથી. એટલા માટે એક પ્રદેશ માત્ર દરેક કાલાણુનો આકાર
છ દ્રવ્યોના નામ : જીવ, પુદગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ.
(૨) જીવ, પુલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, સદાય આ છ દ્રવ્ય જ
વિશ્વ છે. તેમાંથી કદી ઓછાં વધતાં થતાં નથી. છ દ્રવ્યોના વિશેષ ગણ જે ગુણ એ એક દ્રવ્યમાં જ હોય, બીજા દ્રવ્યમાં ન હોય,
તેને વિશેષગુણ કહે છે. (૧) જીવના વિશેષ ગુણ =જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, સમ્યત્વ, ચારિત્ર આદિ
જીવના વિશેષ ગુણો છે. (૨) પુલના વિશેષ ગુણ =સ્પર્શ, રસ, ગંધ, વર્ણ યુગલના વિશેષ ગુણો છે. (૩) ધર્મદ્રવ્યનો વિશેષ ગુણ=ગતિ કરનારાં જીવ અને પુગલોને ઉદાસીનરૂપથી
ગતિમાં સહકારી થવું તે ધર્મદ્રવ્યનો વિશેષ ગુણ છે. (૪) અધર્મદ્રવ્યનો વિશેષ ગુણ =સ્થિતિ કરનારાં જીવ અને પુલોને સ્થિતિમાં
ઉદાસીનપણે સહાય કરવી અધર્મદ્રવ્યનો વિશેષ ગુણ છે. આકાશદ્રવ્યનો વિશેષ ગુણ=સર્વ દ્રવ્યોને અવકાશ કે જગા દેવી તે આકાશદ્રવ્યનો વિશેષ ગુણ છે.
૩૬૧ (૬) કાલદ્રવ્યનો વિશેષ ગુણ =સર્વ દ્રવ્યોની અવસ્થા પલટવામાં સહાયકારી થવું તે
કાલદ્રવ્યનો વિશેષ ગુણ છે. છ દ્રવ્યોની સંખ્યા:ધર્મ, અધર્મ, આકાશ એક એક દ્રવ્ય છે, કાલાણું અસંખ્યાત છે,
જીવ અનંત છે, પુદ્ગલ અનંત છે. છ દર્શન છયે દર્શન એક જૈન દર્શનમાં સમાય છે. તેમાં પણ જૈન એક દર્શન છે.
બૌદ્ધ-ક્ષણિકવાદી પર્યાયરૂપે સત્ છે. વેદાંત-સનાતન-દ્રવ્યરૂપે સત્ છે. ચાર્વાક નિરીશ્વરવાદી જ્યાં સુધી આત્માની પ્રતીતિ થઈ નથી ત્યાં સુધી તેને
ઓળખવારૂપે સત્ છે. છ દર્શનો :(૧) બૌદ્ધ, (૨) ન્યાય, (૩) સાંખ્ય, (૪) જૈન, (૫) મીમાંસક અને
(૬) વૈશેષિક, વૈશેષિક ન્યાયમાં અંતભૂત કર્યું હોય તો નાસ્તિક વિચાર
પ્રતિપાદન કરતું એવું ચાર્વાક દર્શન છઠું ગણાય છે. (૧) ન્યાય, (૨) વૈશેષિક, (૩) સાંખ્ય, (૪) યોગ, (૫) ઉત્તરમીમાંસા અને (૬).
પૂર્વ મીમાંસા એમ છ દર્શન વેદ પરિભાષામાં ગણવામાં આવ્યા છે. વેદપરિભાષામાં દર્શાવેલાં દર્શનો વેદને માન્ય રાખે છે તે દષ્ટિથી ગયાં છે; અને ઉપર જણાવેલ ક્રમે તે વિચારની પરિપાટીના ભેદથી ગયા છે. જેથી
આ જ ક્રમ યોગ્ય છે. છ પદ શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કહ્યાં છે તે પદને
સમ્યગ્દર્શનનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે :પ્રથમ પદ - આત્મા છે : જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે.
અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટ આદિ હોવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવો આત્મા
હોવાનું પ્રમાણ છે. બીજું પદ - આત્મા નિત્ય છે : ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે. આત્મા
ત્રિકાળવર્તી છે. ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે. આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે; કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવયોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતનસત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે