________________
છઠ્ઠી ગથામાં ક્ષણિક વર્તમાન અવસ્થામાં વિકાસનું લક્ષ છોડી, અભેદ સ્વરૂપનું લક્ષ કરવાનું કહ્યું, અને સાતમી ગાથામાં ગુણગુણીના ભેદનું લક્ષ છોડી, અભેદ અખંડ જ્ઞાયક સ્વરૂપનું લક્ષ કરાવે છે; એ અભેદ દૃષ્ટિના જોરે ક્રમે ક્રમે રાગનો નાશ અને નિર્મળતાની વૃદ્ધિ થઈ, કેવળજ્ઞાનની પૂર્ણતા પ્રગટ થાય છે.
છત્રીસ વર્ષ :દર છત્રીશમે વર્ષે માસ, તિથિ અને વાર એક જ આવે છે. છેતાલીસ દોષ દાતાને આશ્રયે સોળ ઉદ્ગમ દોષપાત્રને આશ્રયે સોળ, ઉત્પાદન દોષ તથા આકાશ સંબંધી, દશ દોષ અને ભોજનક્રિયા સંબંધી, ૪ દોષ એમ કુલ ૪૬ દોષ છે.
છતી :હયાત (૨) મોજૂદ; પ્રાપ્ત; હાજર. (૩) વિદ્યમાન
છતો :જીવંત; પ્રગટ; વિદ્યમાન.
છંદ :ઈચ્છા; મરજી; તરંગ; વ્યસન. (૨) સ્વચ્છંદ, પોતાની મતિકલ્પના. (૩) છાંદો; મરજી; અભિપ્રાય.
છંદ :દોષ; સંયમમાં ખંડિત થવું તે. (૨) સંયમનો છેદ બે પ્રકારનો છે : બહિરંગ અને અંતરંગ. તેમાં માત્ર કાયચેષ્ટા સંબંધી તે બહિરંગ છે અને
ઉપયોગસંબંધી તે અંતરંગ છે. ત્યાં જો સમ્યક્ ઉપયુક્ત શ્રમણને પ્રયત્નકૃત કાયચેષ્ટાનો કથંચિત્ બહિરંગ છેદ થાય છે, તો તે સર્વથા અંતરંગ છેદથી રહિત હોવાને લીધે આલોચનપૂર્વક ક્રિયાથી જ તેનો પ્રતીકાર (ઈલાજ) થાય છે. પરંતુ જો તે જ શ્રમણ ઉપયોગસંબંધી છેદ થવાને લીધે સાક્ષાત્ છેદમાં જ ઉપર્યુક્ત થાય છે, તો જિનોક્ત વ્યવહારવિધિમાં કુશળ શ્રમણના આશ્રયે, આલોચનપૂર્વક તેમણે ઉપદેશેલા અનુષ્ઠાન વડે (સંયમનું) પ્રતિસંધાન થાય છે. (૩) બંધ (૪) પ્રાણીઓના નાક-કાન-વૃષણ વગેરે અંગોને છેદવા તે. (૫) અશુદ્ધોપયોગી શુદ્ધોપયોગ મુનિપણું (*) છેદાતું હોવાથી, (*) હણાતું હોવાથી, અશુદ્ધાપયોગ (*) છેદે જ છે, (*) હિંસા છે, એ જ્યાં સૂવું; બેસવું; ઊભા રહેવું, ચાલવું વગેરેમાં અપ્રયત આચરણ હોય છે ત્યાં નિયમથી અશુદ્ધોપયોગ તો હોય જ છે, માટે અપ્રયત આચરણ તે છેદ જ છે. હિંસા જ છે. (૬) દોષ. (૭) છેદ શબ્દ અનેક અર્થોમાં વપરાય છે. જેમ કે છિદ્ર,
૩૬૪
ખંડન, ભેદન (કાન, નાક આદિના રૂપે) નિવારણ (સંશયચ્છેદ), વિનાશ (ધર્મચ્છેદ, કર્મચ્છેદ), વિભાગ-ખંડ (પ્રકરણ). ઋતુ-દોષ, અતિચાર, પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિતભેદ, દિવસ માસાદિના પરિમાણથી દીશાનો છેદ. સામાન્ય રીતે ત્રુટિ દોષમાં વપરાય છે. (૮) હિંસા.
છેદ સૂત્ર :(૧) વ્યવહાર સૂત્ર (૨) બૃહત્કલ્પસૂત્ર (૩) દશા શ્રુતસ્કંધસૂત્ર (૪)
નિશીથ સૂત્ર (૫) મહા નિશીથ સૂત્ર (૬) જિત કલ્પ સૂત્ર એ છ છેદ સૂત્ર છે. છેદકદશા અથવા દા :અજ્ઞાનદશા બંધનું કારણ છે અને તેને લઈને જીવ અનંત
પ્રકારના બંધ પાડે છે તેના સામી જ્ઞાનદશા તે અજ્ઞાનદશારૂપ કારણને છેદનારી છે અને અજ્ઞાનરૂપ કારણ છેદાયાથી અનંત પ્રકારનો કર્મબંધ થતો અટકે છે. તે જ્ઞાનદશા સમ્યક્ વિચારદશા છે; તે વિચાર દશાની સાથે વર્તન રહેલું છે.
છેદક દશા એટલે જ્ઞાનદશા છે. તે પ્રાપ્તિનો ઉપાય સજીવનમૂર્તિનો જોગ અને તેના વિરહમાં તે મૂર્તિનો લક્ષ-એ રૂપદશા તે અજ્ઞાનના કારણને છેદનારી જણાય છે. એટલે ટૂંકમાં એમ છે કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર તે દશા છે. અને અભેદરૂપ દૃષ્ટિએ જોતાં તો જીવનું શુદ્ધ સ્વરૂપ છે. એટલે જીવ જો નિજ વિચારમાં પડે તો કર્મબંધનનો નાશ થાય અને નિજ વિચારથી બહાર નીકળે તો કર્મબંધ પાડે એમ સમજાય છે. છેદકદશા એટલે સમ્યજ્ઞાનદશા લાગે છે. તેમાં વિચાર અને વર્તન અંતરભૂત આવી જાય છે. દશા-આત્માની સ્થિતિ.
મોટાભાઈના તા.૨૬-૩-૮૮ ના પત્રમાંથી
છેદથી અનન્યભૂત છે છેદથી કોઈ જુદી વસ્તુ નથી.
છેદ્રવ્ય બે પકારના છેદ. (અહીં (૧) સંયમમાં જ ૨૮ મૂળગુણરૂપ ભેદ પડે, તેને
પણ ભેદ કહેલ છે. અને (૨) ખંડનને અથવા દોષને પણ છેદ કહેલ છે. છેદદ્ભય :બે પ્રકારના છેદ-ભેદ. (સંયમમાં જે ૨૮ મૂળગુણરૂપ ભેદ પડે છે, તેને પણ ભેદ કહેલ છે. અને બીજા ભેદ સંયમના ખંડનને-અથવા દોષને, પણ છેદ કહેલ છે.)