________________
સ્વરૂપમાં રમણતા કરવી, તેમાં લીનતા કરવી, તેમાં ચરવું, તેમાં કરવું ને તેનું વેદન કરવું એનું નામ ભગવાને ચારિત્ર કહ્યું છે. તે ચારિત્રની પૂર્ણતા તે યથાખ્યાત કાર્યશુદ્ધચરિત્ર છે. (૩૫) નિજ સ્વભાવમાં એકાગ્રતા-લીનતા તે ચારિત્ર છે. (૩૬) પુણ્ય-પાપરૂપ પર સમયને દૂર કરીને પ્રગટ થાય છે. (પુણ્ય-પાપને) દૂર કરવામાં બે પ્રકાર સમજવા; (૧) શુભાશુભ ભાવની ઉત્પત્તિનું મૂળ, જે મિથ્યાત્વ તેને દૂર કરે છે, અને (૨) શુભાશુભ ભાવને પણ યથાસંભવ દૂર કરે છે.
લ્યો, આમ શુભાશુભ ભાવને દૂર કરે છે, ત્યારે ચારિત્ર પ્રગટ થાય છે.
હવે આમ છે ત્યાં શુભ કરતાં કરતાં ચારિત્ર થાય, એ વાત કયાં રહી ? ભાઈ! આ તો મારગ જ વીતરાગનો જુદો પડે બાપુ ! (૩૭) ચારિત્ર એ આત્માનો (૩૮) અતીન્દ્રિય આનન્દના સ્વરૂપમાં રમવું, તે ચારિત્ર છે. જેમાં અતિપ્રચુર આનંદનું વેદન છે એવી સ્વરૂપલીનતા, તે ચારિત્ર છે. અને તે આનંદની ધારા વર્લ્ડમાન થતી થકી મુકિત-પૂર્ણાનંદની દશા થઈ જાય છે. (૩૯) અનુષ્ઠાન; સ્વસ્વરૂપનું અનુષ્ઠાન, એ જ ચારિત્ર. નિજ પરમાત્મતત્ત્વમ સમ્યક પ્રકારે કરવું-વિશ્રામ લેવો, એવું આ અનુષ્ઠાન જ ચારિત્ર છે. (૪૦) ચારિત્રમાં પ્રતિક્રમણ, પ્રત્યાયાન અને આલોચનાનું વિધાન છે. તેમાં, પૂર્વે લાગેલાં દોષથી આત્માને નિવર્તાવવો તે પ્રતિક્રમણ છે, ભવિષ્યમાં દોષ લગાડવાનો ત્યાગ કરવો, તે પ્રત્યાખ્યાન છે. એ વર્તમાન દોષથી આત્માને જુદો કરવો, તે આલોચના છે. (૪૧) મોહ-ક્ષોભ રહિત આત્માના શુદ્ધ પરિણામ; ભાવલિંગી શ્રવકપદ અને ભાવલિંગી, મુનિપદ. (૪૨) સ્વરૂપમાં ચરવુ-રમવું તે ચારિત્ર છે. (૪૩) જીવસ્વભાવ ખરેખર જ્ઞાન-દર્શન છે અને તેમાં નિશ્ચય લીનતા-સ્થિરતા, તે જ ચારિત્ર છે. એ તે જ મોક્ષમાર્ગ છે. (૪૪) સ્વરૂપમાં મરવું-રમવું તે ચારિત્ર છે. સ્વસમયમાં પ્રવૃત્તિ અર્થાત્ પોતાના સ્વભાવમાં પ્રવર્તવું એ ચારિત્ર છે. શુદ્ધ ચૈતન્યનું પ્રકાશવું એવો તેનો અર્થ છે. (૪૫) શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા. (૪૬) અજ્ઞાની દેહના કષ્ટને ચારિત્ર માને છે. ભાઈ, ચારિત્રમાં કષ્ટ નથી. એ તો મહા આનંદરૂપ જગપૂજ્ય પદ છે. ચારિત્ર કાંઈ દેહની દશામાં નથી, ચારિત્ર
૩૪૮ કાંઈ રાગમાં નથી, ચારિત્ર એ તો ચેતનમાં આત્માની રમણતામાં છે. તેમાં દુઃખ કેવું ? (૪૭) ૪૭ શક્તિઓમાં એક અભાવ નામની આત્માની શક્તિ છે. રાગ અને કર્મના અભાવ સ્વભાવ સ્વરૂપ, એક અભાવ નામની આત્મામાં શક્તિ છે. અશુદ્ધતા અર્થાત્ કર્મપણે ન થાય એવી, આત્મામાં અભાવ નામની શક્તિ છે. છતાં નિમિત્ત વશ થતાં અવસ્થા વિકૃત થાય છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાતા રહીને તેને, પરણેય પણે માત્ર જાણે છે, વિકૃતદશા મારી છે, એમ તે માનતો નથી. અહીં એથી વિશેષ વાત છે કે, ભવિષ્યમાં હું સમસ્ત કર્મ કરીશ નહિ,કરાવીશ નહિ, અનુમોદીશ નહિ, - મનથી, વચનથી અને કાયાથી એમ ધર્માત્મા સર્વ કર્મથી છૂટો પડી, સ્વસમ્મુખતા દ્વારા શુદ્ધોપયોગરૂપ પરિણમનમાં સ્થિર થાય છે. સ્વસ્વરૂપમાં જ ઉપયોગને રમાવે છે. આનું નામ પચખાણ છે, ચારિત્ર છે, સ્વરૂપમાં ચરવું, રમવું, ડરવું એનું નામ, ચારિત્ર છે. (૪૮) આત્મામાં અનુભવ વડે લીન થવું તે ચારિત્ર. (૪૯) શુદ્ધત્વ શક્તિનું નામ ચારિત્ર છે. (૫) નિશ્ચય જ્ઞાન દર્શનાત્મક કારણ, પરમાત્મામાં અવિચળ સ્થિતિ (નિશ્ચળપણે લીન રહેવું), તે જ ચારિત્ર છે. ભગવાન આત્મા-કારણ પરમાત્મા નિશ્ચય ત્રિકાળ જ્ઞાનદર્શન
સ્વરૂપ છે, તેમાં અંતર્લીનતા-સ્થિરતા રમણતા થાય, તેને ચારિત્ર કહે છે. થારિત્રમોહ : સરલતા (નિયાનપણું) અને જિતેન્દ્રિયપણું-એ બે ગુણ ચારિત્રમોહ
ટાળવાનો ઉપાય છે. (૨) વિષય કષાય નોકષાયરૂપ ચારિત્રમોહ. ચારિત્ર મોહનીય :તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે
સ્થિરતા થાય તે સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કારરૂપ કયાય અને નોકષાય તે ચારિત્રમોહનીય. ચારિત્રમોહનીય રાગાદિક પરિણામરૂપ છે, તેનો પ્રતિપક્ષ વીતરાગ ભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે,-તે તેનો અચૂક ઉપાય છે,-તેમ બોધ અને વીતરાગતા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયરૂપ અંધકાર ટાળવામાં પ્રકાશ સ્વરૂપ છે; માટે તે તેનો અચૂક ઉપાય છે. (૨) તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મસ્વભાવમાં જે સ્થિરતા થાય, તે સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કારરૂપ કાર્ય અને નોકષાય તે ચારિત્ર મોહનીય. ચારિત્ર મોહનીયને વીતરાગપણે નાશ કરે છે, ચારિત્ર