________________
પર્યાયોને ધારણ કરનાર ગુણને, ચારિત્રગુણ કહે છે. *(આવાં પરિણામોને સ્વરૂપસ્થિરતા, નિશ્ચયતા, વીતરાગતા, સામ્યધર્મ અને ચરિત્ર કહે છે. આત્માના ચારિત્રગુણની આવી શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે ત્યારે બાહ્ય અને અત્યંતર ક્રિયાનો યથાસંભવ નિરોધ થઈ જાય છે.) (૧૯) નિશ્ચય સમ્યગ્દર્શન સહિત સ્વરૂપમાં ચરણ કરવું (રમવું); પોતાના સ્વભાવમાં અકષાય પ્રવૃત્તિ કરવી, તે ચારિત્ર છે અને તે ચારિત્ર મિથ્યાત્વ અને અસ્થિરતા રહિત અત્યંત નિર્વિકાર, એવો જીવનો પરિણામ છે. અને આવી પર્યાયોને ધારણ કરનાર ગુણને ચરિત્ર ગુણ કહે છે. (૨૦) ભૂતકાળના પુણ્ય-પાપીથી છૂટવું, ભવિષ્યના પુણ્ય-પાપથી છૂટવું અને વર્તમાન કાળના પુણય-પાપના ભાવથી છૂટવું. અને નિજાનંદ સ્વરૂપમાં લીન-સ્થિર થવું, તેને ભગવાન ચારિત્ર કહે છે. (૨૧) સાધુના અઠ્ઠાવીસ મૂલગુણોનું તથા ચોરાસી લાખ ઉત્તરગુણોનું જે પાલન છે, તે વ્યવહારથી ચારિત્રમાં પરિણમેલો નિજ શુદ્ધાત્મા જ નિશ્ચયથી ચારિત્ર છે. માટે નિજ શુદ્ધ આત્મ સ્વરૂપને તજીને નિશ્ચયથી અન્ય કોઇ જ્ઞાન, દર્શન અને ચારિત્ર નથી. આ આત્મા જ, એ ત્રણ મય છે. માટે અભેદ રત્નત્રયમાં પરિણમેલો પરમાત્મા જ ઉપાદેય છે. (૨૨) અશુભ કાર્યોનો ત્યાગ કરીને શુભમાં પ્રવર્તન તે વ્યવહાર ચારિત્ર કહેવાય છે. આત્મસ્વરૂપમાં રમણતા તથા તેમાં જ સ્થિરતા તે નિશ્ચયથી ચારિત્ર છે. (૨૩) અશુભભાવથી નિવૃત્તિ અને શુભભાવમાં પ્રવૃત્તિ, તે ચારિત્ર વ્યવહારનયથી તે ચારિત્ર વ્રત, સમિતિ, ગુપ્તિ રૂપે શ્રી વીતરાગે કહ્યું છે. સંસારના મૂળ હેતુઓનો વિશેષ નાશ કરવાને, બાહ્ય અને અંતરંગ ક્રિયાનો જ્ઞાની પુરુષને નિરોધ થાય, તેનું નામ પરમ સમ્મારિત્ર વીતરાગોએ કહ્યું છે. મોક્ષના હેતુરૂપ એ બન્ને ચારિત્ર ધ્યાનથી, આવશ્ય મુનિઓ પામે છે, તેટલા માટે પ્રયત્નવાન ચિત્તથી ધ્યાનનો ઉત્તમ અભયાસ કરો. જો તમે અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે ચિત્તની સ્થિરતા ઈચ્છતા હો, તો પ્રિય અથવા અપ્રિય વસ્તુનો મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. (૨૪) આત્મા શુદ્ધ ચિદાનંદ છે. તેમાં સહજ આનંદ આવે તે ચારિત્ર છે. તેને સુખરૂપ જાણવું જોઇએ. શુદ્ધ આત્માનું ભાન થયા પછી અમૃતના
૩૪૭ ઝરણામાં લીનતા થાય, તેને ઉપવાસ કહે છે. બાકી અપ(માઠા) વાસ છે. આત્માના આનંદમાં ઉગ્રદશા વધે, તે તપ છે. (૨૫) ચારિત્રના પ્રસિદ્ધ અંગભૂત અહિંસા, સત્ય, અસ્તેય (અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ રૂપે, જે પાંચ મહાવ્રતોનો ઉલ્લેખ છે, તેમના વિષયમાં એક બહું જ મહત્વની વાત સમજાવી છે અને તે એ કે, જ્ઞાન, કષાયથી-રાગદ્વેષથી વ્યાકુળ અને દુષિત થાય ત્યારે એકપણ મહાવ્રત સ્થિર રહી શકતું નથી. બધાં આત્મામાંથી ચાલ્યા જાય છે. માટે જે મહીકાળી છે. જેમણે મુનિદીક્ષા ધારણ કરતી વખતે પંચ મહાવ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી છે. તથા જે તેમનું પાલન કરી રહ્યા છે - તેમણે સમજવું જોઈએ કે, જે કોઈ વખતે આપણે ઓપણા જ્ઞાનને કષાયથી વ્યાકુળ થવા દેશું તે જ વખતે આપણા પાંચેય મહાવ્રતનો ભંગ થઇ જશે. અને ત્યાં સુધી તે દંગ રહેશે જ્યાં સુધી, જ્ઞાનમાં કષાયની તે ઉદ્વિગ્નતા અથવા રાગ દેષની તે પરિણતિ સ્થિર રહેશે અને તેથી વ્રતભંગથી ભયભીત મુનિઓ તથા યોગીજનો એ ઘણી જ સાવધાનીથી વર્તવું જાઇએ-એમને એમ પોતાને દરેક વખતે મહાવ્રતી સમજી લેવા ન જોઈએ. જે જ્ઞાની જે કોઇ વખતે કષાયને વશ થાય છે તે તેજ વખતે અસંયમી થઇ જાય છે. (૨૬) જ્ઞાનભાવમાં, આત્મામાં સ્થિરતા છે તે ચારિત્ર. (૨૭) આત્મા સ્થિર થાય છે. (૨૮) શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા (૨૯) અંતર સ્વરૂપમાં ઠરવું; ગુણની એકાગ્રતાના સ્વાદમાં જામી જવું, એવા શુદ્ધભાવનને ભગવાન ચારિત્ર કહે છે. (૨૯) શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્મામાં ચરવું-પ્રવર્તવું, તે ચારિત્ર છે. (૩૦) અંતર સ્વરુપમાં કરવું, ગુણની એકાગ્રતાના સ્વાદમાં જાગી જવું, એવા શુદ્ધ ભાવને ભગવાન ચારિત્ર કહે છે. (૩૧) રાગદ્વેષ રહિત પોતામાં સ્થિરતા (૩૨) કોઈ બહારની વ્રતાદિ રાગની ક્રિયાને ચારિત્ર કહે છે, પણ ચારિત્રનું એ વાસ્તવિક સ્વરૂપ નથી. અંદર વસ્તુ પોતે શુદ્ધ ચિદાનંદ ઘન, ચૈતન્યમૂર્તિ પ્રભુ સદા વિરાજી રહેલ છે. તેની એકાગ્રતાપૂર્વક તલ્લીન થઇ પ્રચૂર આનંદમાં રમતાં રમતાં તેમાં જ ઠરીને રહેવું, તે ચારિત્ર છે અને તે ધર્મ છે. નિજાનંદ સ્વરુપમાં ચરવું, તે ચારિત્ર છે. રાગની ક્રિયા કાંઇ ચારિત્ર નથી. (૩૩) સમસ્ત કર્મથી રહિત એવી દશાનું નામ ચારિત્ર છે. (૩૪) અંતર નિજાનંદ