________________
અજ્ઞાનીઓ પર્યાયબુદ્ધિ વડે જે શરીર દેખાય છે તેને જ જીવ માને છે. જેઓ કહે છે કે શરીરની ઉત્પત્તિએ જીવની ઉત્પત્તિ અને શરીરના નાણે નાશ.શરીર નો સદભાવ જયાં સુધી રહે છે ત્યાં સુધી જીવ રહે છે. શરીર છૂટતાં જીવ રહેતો નથી આવો તેમનો ભ્રમ છે. ઇંળી પોતાની ઇચ્છાનુસાર શરીરમાં ક્રિયા થાય છે. માટે શરીર એ જ આત્મા છે આવો તો અજ્ઞાનીઓનો મત છે. આ ચાર્વાકમત છે. (૨) જડવાદ, એકાન્ત દ્રશ્ય એવા વ્યવહાર નયને માનનાર
મનુષ્યોથી ચાર્વાક, અર્થાત્ જડવાદની ઉત્પત્તિ થઇ છે. થાકમતિ :ચાર્વાક મતવાળા પંચભૂતને માને, આત્માને માને નહીં, જન્મથી મૃત્યુ
સુધી જીવન છે પછી નથી એવું માનનારા નાસ્તિકો. થારિત્ર આત્મા સ્થિર થાય તે. (૨) જે જીવ શુદ્ધોપયોગી વર્તતો થકો અને જેની
પરિણતિ પર પ્રત્યે જતી નથી એવો વર્તતો થકો, આત્માને સ્વભાવભૂત જ્ઞાન દર્શન પરિણામ વડે સ્થિરતાપૂર્વક જાણે દેખ છે, તે જીવસ્વચારિત્ર આચરનાર છે, કારણ કે દેશિન્નતિ સ્વરૂપ આત્મામાં માત્ર દશિષ્ણતિરૂપે પરિણમીને રહેવું તે સ્વચારિત્ર છે. (૩) સ્વરૂપમાં રમણતા; સ્વસમયમાં પ્રવૃત્તિ; સ્વભાવમાં પ્રર્વતવું શુદ્ધ ચૈતન્યનું પ્રકાશવું (૪) શુધ્ધત્વ શક્તિનું નામ ચારિત્ર છે. શાંતિ અને વીતરાગરૂપ સ્વભાવ તે ચારિત્ર. (૫) સ્વરૂપમાં ચરવું (રમવું) તે ચારિત્ર છે; સ્વસમયમાં પ્રવૃત્તિ અર્થાત્ પોતાના સ્વભાવમાં પ્રવર્તવું એવો તેનો અર્થ છે. (૬) રાગ રહિત, પુણયાદિ શુભભાવ વિનાની જ્ઞાનમાત્ર દશાજ્ઞાનસ્વરૂપમાં ટકવું તે જ ચારિત્ર; ચારિત્રથી વિષય-કષાય વાસનાનું છેદન એ વીતરાગદશા છે. (૭) આત્મા સ્થિર થાયતે ચારિત્ર (૮) સંસારીઓમાં ચારિત્ર ખરેખર બે પ્રકારનું છે. • સ્વચારિત્ર અને • પરચારિત્ર • સ્વસમય અને • પર સમય એવો અર્થ છે. ત્યાં સ્વભાવમાં અવસ્થિત અસ્તિત્વ સ્વરૂપ (ચારિત્ર)તે સ્વચારિત્ર છે અને પરભાવમાં અવસ્થિત અસ્તિત્વ૫ (ચારિત્ર) તે પરચારિત્ર છે. તેમાંથી (અર્થાત્ બે પ્રકારનાં ચારિત્રમાંથી સ્વભાવમાં અવસ્થિત અસિતત્વરૂપ ચારિત્ર કે જે પરભાવમાં અવસ્થિત અસ્તિત્વથી ભિન્ન હોવાને લીધે અત્યંત અનિંદિત છે તે અહીં સાક્ષાત્ મોક્ષમાર્ગ તરીકે અવધારવું.
૩૪૬ (આજ ચારિત્ર ‘પરમાર્થ' શબ્દથી વાચ્ય એવા મોક્ષનું કારણ છે, અન્ય નહિ, એમ નહિ જાણતાં થકાં, મોક્ષી ભિન્ન એવા અસાર સંસારના કારણસર મિથ્યાત્વરાગાદિમાં લીન વર્તતાં થકાં આપણો અનંતકાળ ગયો; એમ જાણીને તેજ જીવસ્વભાવનિયત ચારિત્રની કે જે મોક્ષના કારણભૂત છે તેની નિરંતર ભાવના કરવી યોગ્ય છે. (૯) પંચમહાવ્રતના પરિણામ છે એ રાગ છે. એ કાંઇ આત્માના નિર્મળ પરિણામરૂપ ચારિત્ર નથી. નિજ સ્વરૂપમાં રમતાં-સ્થિર થતાંજે અતીન્દ્રિય આનંદનો ભરપુર-પ્રચુર સ્વાદ આવે તેનું નામ ચારિત્ર છે. (૧૦) શદ્ધ સ્વભાવમાં સ્થિરતા (૧૧) આત્મા સ્થિર થાય તે (૧૨) નય-નિપથી ચારિત્રના સ્વરૂપનું જ્ઞાન થવું (વિકલ્પ ઉઠે તે) એ વ્યવહાર ચારિત્ર છે. અને અદર જ્ઞાનસ્વરૂપમાં અતીન્દ્રિ આનંદરૂપે સ્થિરતા થવી એ નિશ્ચય ચારિત્ર છે. દેહની ક્રિયા એ તો જડપુદગલની ક્રિયા છે. એ કાંઇ ચારિત્ર નથી. અંધ અહિંસા, સત્ય, આચાર્યો બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા પાંચ મહાવ્રતના વિકલ્પ ઉઠવા એ પણ રાગભાવ છે. એનાથી રહિત પરિપુર્ણ આનંદમૂર્તિ ભગવાન આત્મામાં નિર્વિકલ્પ સ્થિરતા થવી એ ચારિત્ર છે. આમ નય-નિક્ષેપથી ચારિત્રનું સ્વરૂપ જાણી આનંદનો નાથ પરિપૂર્ણ ભગવાન આત્મા જે જ્ઞાન શ્રદ્ધાનમાં લીધો છે તેમાં ચરવું, રમવું, સ્થિર થવું એ નિશ્ચય ચારિત્ર છે. ત્રિકાળીમાં લીન થવું, પણ જ્ઞાન-શ્રદ્ધામાં લીન થવું એમ કહ્યું નથી, કેમ કે એ તો પર્યાય છે. (૧૩) જે વસ્તુ અખંડ અભેદ છે એને દેખવી, જોવી અને એમાં જ વિશ્રામ લેવો શુદ્ધ સ્વભાવમાં ધ્રુવ, ધ્રુવ ધામમાં સ્થિરતા વિશ્રામ-વિશ્રામ-વિશ્રામ તે ચારિત્ર છે. (૧૪) આત્મા સ્થિર થાય તે. (૧૫) રાગ રહિત દશા (૧૬) પુય-પાપના ભેદ રહિત અકષાય ભાવની સ્થિરતાને, સર્વજ્ઞ ભગવાને ચારિત્ર કહ્યું છે. એવું સમજ્યા વગર, માત્ર બાહ્ય પ્રવૃત્તિને ચારિત્ર માની લે, વ્યવહાર વ્યવહાર કર્યા કરે પણ સમજે નહિં કાંઇ, તેને ધર્મ ક્યાંથી થાય ? (૧૭) આત્મા સ્થિર થાય તે. (૧૮) નિશ્ચય સમ્યગ્દર્શન સહિત સ્વરૂપમાં ચરણ કરવું (રમવું); પોતાના સ્વભાવમાં અકષાય પ્રવૃત્તિ કરવી, તે ચારિત્ર છે અને તે ચારિત્ર મિથ્યાત્વ એ અસ્થિરતા સહિત અત્યંત નિર્વિકાર એવો જીવનો પરિણામ છે. અને આવી