________________
ચિદાકર જ્ઞાનાકાર
ચિદાનંદ :સર્વજ્ઞ પરમેશ્વર પર્યાયે ‘ચિદાનંદ’ છે, એમ ભગવાન આત્મા શક્તિએ ‘ચિદાનંદ' છે. ચિદાનંદ સ્વભાવ છે તો ચિદાનંદ પર્યાયે પ્રગટ થાય છે. (૨) જ્ઞાનાનંદ. (૩) સર્વજ્ઞ પરમેશ્વર પર્યાયે, ચિદાનંદ છે. અમ ભગવાન આત્મા શક્તિ, એ ચિદાનંદ છે. ચિદાનંદ સ્વભાવ છે, તો ચિદાનંદ પર્યાય પ્રગટ થાય છે. (૪) ચિત્ + આનંદ) = જેને આત્મિક આનંદ હોય.
ચિન્તામણિ ઈચ્છા કરવા માત્રથી ઈચ્છાનુસાર વસ્તુ દેવાવાળું, એક ખાસ રત્ન. ચિન્મય આત્મસ્વરૂપ; ચિદાત્મક; ચેતનરૂપ; ચૈતન્યસ્વરૂપ. (૨) આત્મજ્ઞાન; આત્મામય.
શિન્સૂરત જ્ઞાનરુપ
ચિત્માત્ર :ચૈતન્ય માત્ર (પરમ આત્મા કેવળચૈતન્યમાત્ર છે કે જે ચૈતન્ય અનંત શક્તિવાળું છે. (૨) જ્ઞાનમાત્ર (૩) શુદ્ધજ્ઞાન-ચિન્મય. (૪) ચૈતન્ય માત્ર (પરમ આત્મા માત્ર ચૈતન્યમાત્ર છે કે જે ચૈતન્ય અનંત શક્તિવાળું છે.) ચિત્માત્ર આત્મા :ચિત્વભાવી આત્મા
ચિન્માત્ર જ્યાતિ ઃઆત્મા (૨) જ્ઞાનમાત્ર આત્મા.
ચિન્માત્ર મૂર્તિ :આત્મા સર્વજ્ઞ સ્વભાવવી છે.
શિન્યો :જાણ્યો
ચિર :બહુકાળ, લાંબો કાળ
ચિરકાળ દીર્ઘકાળ
ચિરકાળ રહેતો નથી : અલ્પ કાળમાં મુક્ત થાય છે.
ચિરગ્રહણ કોઈ પદાર્થને ધીમે ધીમે ઘણા વખતે જાણવો. અક્ષિપ્ત.
ચિદ્વિવર્તી :ચૈતન્યનો પલટો અર્થાત્ ચૈતન્યનું એક વિષયને છોડી અન્ય વિષય ને જાણવારૂપે પલટાવું તે ; ચિત્શક્તિનું અન્ય અન્ય શેયોને જાણા રૂપે પરિણવું
તે
શિરસંચિત લાંબાકાળથી સંચય પામેલા
શિક લક્ષણ.
ચીકણાં :અત્યંત કઠિનતાથી દૂર થઈ શકે તેવાં મહાન.
૩૫૩
ચીન :માન; જાણ; ચીનવું = ઓળખવું; જાણવું.
ચેકના :ચતના ત્રણ પ્રકારની છે ૧. કર્મફળ ચેતના- એકેન્દ્રિય જીવ અનુભવે છે. ૨. કર્મ ચેતના વિકલેન્દ્રિય ( બે ઇન્દ્રિયથી ચાર ઇન્દ્રિય) તથા પોન્દ્રિય અનુભવે છે. ૩. જ્ઞાનચેતના- સિદ્ધ પર્યાય અનુભવે છે.
થો વિહાર રાત્રે ચાર પ્રકારના આહારનો ત્યાગ :- ૧. ખાદ્ય-જેથી પેટ ભરાય,
જેમ રોટલી આદિ; ૨. સ્વાઘ - સ્વાદ લેવા યોગ્ય, જેમ એલચી; ૩. લેહ્ય - ચાટવા યોગ્ય પદાર્થ જેમ કે રાબડી; ૪. પેય - પીવા યોગ્ય જેમ પાણી,દૂધ ઈત્યાદિ.
થોડવવું :પકડવું, રાંધવું
ચોથું ગુણસ્થાન :ચોથા ગુણસ્થાનમાં સમ્યગ્દર્શન થતાં શુદ્ધ આત્મસ્વરૂપનું જ્ઞાન થાય છે. જ્યારે દેહાદિ તથા રાગાદિથી ભિન્ન કેવળ ચૈતન્યસ્વરૂપનું જ્ઞાન થાય છે, ત્યારે સ્વાનુભવ-સ્વરૂપચરણ પ્રગટે છે, પણ ચારિત્રગુણ પૂરો ઉઘડ્યો નથી.
શોભંગી :ચાર ભેદ.
ચોળ :મજીઠ; રાતું અને લાલ સાથે ખૂબ એ અર્થમાં.
ચોવિચાર :ચારે પ્રકારના આહારનો ત્યાગ, ખાદ્ય, સ્વાદ, લેહ્ય અને પેય (અન્ન, સુખડી, મુખવાસ અને પાણી) આ પ્રકારના ચારે આહારનો ત્યાગ તેને ચૌવિહાર કહે છે.
ચોવિહાર પ્રત્યાખ્યાન રાત્રે ચાર પ્રકારના આહાર એટલે અશન, પાન, ખાદ્ય
અને સ્વાદનો ત્યાગ-અશન = રોટલા, ભાત, પકવાન્ન વગેરે. પાન = પાણી વગેરે, ખાદ્ય = ફળ, મેવો વગેરે. સ્વાઘ = પાનસોપારી, એલચી, લવીંગ વગેરે.
ચોવીસ તીર્થંકરોના દેહના રંગો સોળ તીર્થંકર સોનાવણે હતા, બે રાતા વર્ષે બે ઘોળા વર્ષે, બે નીલ વર્ણે અને બે અંજનવર્ણો હતા
ચોવીસ તીર્થંકરોના નામ :(૧) શ્રી વૃષભ, (૨) અજિત, (૩) સંભવ, (૪) અભિનંદન, (૫) સુમતિ, (૬) પદ્મપ્રભ, (૭) સુપાર્શ્વ, (૮) ચંદ્રપ્રભ, (૯) પુષ્પદંત, (૧૦) શીતલ, (૧૧) શ્રેયાંસ, (૧૨) વાસુપૂજ્ય, (૧૩) વિમલ,