________________
૩૫૫
સમ્યગ્દષ્ટિ થાય છે. આ ઉપશમ અર્થાત્ ઉદયને દબાવી દેવું તે એક અંતમુહર્તથી અધિક થતો નથી. ઉપશમ સમ્યત્વના વખતમાં મિથ્યાત્વકર્મનાં પુદ્ગલના ત્રણ વિભાગો થઈ જાય છે-મિથ્યાત્વ, સમ્યમિથ્યાત્વ અને સમ્યકત્વમોહનીય. અંતરમહર્ત પૂરું થતાં પહેલાં જો એકદમ અનંતાનુબંધી કષાયનો ઉદય આવી જાય તો મિથ્યાત્વનો ઉદય ન થાય ત્યાં સુધી આ જીવ, ઉપશમ સમ્યત્વથી પામેલા અવિરત સમ્યત્વ ગુણસ્થાનથી પડીને બીજા સાસાદન ગુણસ્થાનમાં રહે છે. જો કદાચિત્ મિથ્યાત્વનો ઉદય આવ્યો તો ચોથેથી એકદમ પહેલા ગુણસ્થાનમાં આવી જાય છે. જો સમ્યમિથ્યાત્વનો ઉદય આવે તો ચોથેથી ત્રીજા મિત્રગુણસ્થાનમાં આવી જાય છે. જો ઉપશમ સમ્યકત્વને સમ્યત્વ મોહનીયનો ઉદય આવી જાય તો ઉપશમ સમ્યત્વ ને બદલે સમ્યકત્વ થઈ જાય છે. ગુણસ્થાન ચોથું જ રહે છે. સાસાદન ગુણસ્થાન=ચોથેથી પડવાથી થાય છે. પછી મિથ્યાત્વમાં નિયમથી
આવી પડે છે. અહીંયા ચારિત્રની શિથિલતાના ભાવ હોય છે. (૩) મિશ્ર ગુણસ્થાન=ચોથેથી પડવાથી અથવા પહેલેથી ચડવાથી પણ થાય છે.
અહીં સખ્યત્વ અને મિથ્યાત્વના મિશ્ર પરિણામ દૂધ અને ગોળના મિશ્ર પરિણામના જેવા થાય છે. સત્ય અસત્ય બન્ને શ્રદ્ધા મિશ્રરૂપે હોય છે, અંતમુહર્ત રહે છે. પછી પહેલામાં આવે છે કે ચોથામાં ચઢી જાય છે. અવિરત સમ્યકત્વ=આ ગુણસ્થાનમાં ઉપશક સખ્યત્વી અંતમુહર્ત રહે છે. ક્ષયોપશમ સમ્યકત્વી વધારે પણ રહે છે. જે અનંતાનુબંધી કષાય અને દર્શન મોહનીયની ત્રણે પ્રકૃતિઓનો ક્ષય કરી દે છે તે ક્ષાયિક સમ્યકત્વ થાય છે ક્ષયિક છુટતું નથી. ક્ષયોપશમ સમત્વમાં મોહનીયના ઉદયથી મલીનતા થાય છે. આ શ્રેણીમાં આ જીવ મહાત્મા કે અંતરાત્મા થઈ જાય છે. આત્માને આત્મારૂપ જાણે છે. સંસારને કર્મનું નાટક સમજે છે. અતીન્દ્રિય સુખનો પ્રેમી થઈ જાય છે. ગૃહવાસમાં રહેતાં, અસિ, મણિ, કૃષિ, વાણિજ્ય, શિલ્પ કે વિદ્યાકર્મથી આજીવિકા કરે છે, રાજ્યપ્રબંધ કરે છે, અન્યાયી શત્રુના
દમનને અર્થે યુદ્ધ પણ કરે છે. તે વ્રતોને નિયમરૂપે પાલતો નથી, માટે એને અવિરત કહે છે. તથાપિ એનાં ચાર લક્ષણ હોય છે. (૧) પ્રશમ-શાંતભાવ, (૨) સંવેગ-ધર્માનુરાગ-સંસારથી વૈરાગ્ય, (૩) અનુકંપા-દયા, (૪) આસ્તિય-આત્મા અને પરલોકમાં વિશ્વાસ-આ શ્રેણીવાળાને એ લેશ્યાઓ હોઈ શકે છે. સર્વે સંજ્ઞી પંચેન્દ્રિય, તિર્યંચ, મનુય, દેવ, નારકી આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરી શકે છે. આ દશા મોક્ષમાર્ગનું પ્રવેશદ્વાર છે. એ પ્રવેશભૂમિકા છે. આ ગુણસ્થાનનો કાળ ક્ષાયિક કે ક્ષયોપશમની અપેક્ષાએ
ઘણો છે. (૫) દેશવિરત=જ્યારે સમ્યત્વી જીવને અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય હોતો
નથી અને પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ક્ષયોપશમ કે મંદ ઉદય હોય છે, ત્યારે શ્રાવકનાં વ્રતોને પાળે છે. એકદેશ હિંસા, અસત્ય, ચોરી, કુશીલ અને પરિગ્રહથી વિરક્ત રહે છે. પાંચ અણુવ્રત તથા સાત શીલને પાળતાં સાધુપદની જ ભાવના ભાવે છે. આ ચારિત્રનું વર્ણન આગળ કરાશે. આ ગુણસ્થાનમાં રહેતાં શ્રાવક ગૃહકાર્યને કરે છે અને ધીરે ધીરે ચારિત્રની ઉન્નતિ કરતાં કરતાં સાધુપદમાં પહોંચે છે. એનો કાળ થોડામાં થોડો અંતમુહર્ત અને વધારેમાં વધારે જીવનપર્યત છે. આ શ્રેણીને પંચેન્દ્રિય સંજ્ઞી પશુ તથા મનુષ્ય ધારણ કરી શકે છે. છઠ્ઠા પદથી માંડી નીચે જણાવેલાં બધાં ગુણસ્થાન
મનુષ્યને જ હોય છે. (૬) પ્રમત્ત વિરત= જ્યારે પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉપશમ થઈ જાય છે ત્યારે
અહિંસાદિ પાંચ મહાવ્રતોનો પાળનાર મહાવ્રતી મહાત્મા થઈ જાય છે. હિંસાદિનો પૂર્ણ ત્યાગ છે તેથી મહાવ્રતી છે. તથાપિ આ ગુણસ્થાનમાં આહાર, વિહાર ઉપદેશાદિ કરાય છે. તેથી પૂર્ણ આત્મસ્થ હોતા નથી અને કંઈક પ્રમાદ છે. તેથી તેને પ્રમત્તવિરત કહે છે. એનો કાળ અંતમુહર્તથી અધિક નથી.