________________
(૧૪) અનંત, (૧૫) ધર્મ, (૧૬) શાંતિનાથ, (૧૭) કંથુનાથ, (૧૮) અરનાથ, (૧૯) મલ્લિનાથ, (૨૦) મુનિસુવ્રત, (૨૧) નમિનાથ, (૨૨) નેમીનાથ, (૨૩) પાર્શ્વનાથ અને (૨૪) વર્ધમાન એ નામના ધારક ચોવીસ
તીર્થકર આ ભરતક્ષેત્રમાં વર્તમાન ધર્મતીર્થના નાયક થયા. ચોવીસ દંડક :૧ નરક, ૧૦ અસુરકુમાર, ૧ પૃથિવીકાય, ૧ જલકાય, ૧
અગ્નિકાય, ૧ વાયુકાય, ૧ વનસ્પતિકાય, ૧ તિર્યંચ, ૧ બે ઈંદ્રિય, ૧ તે ઈંદ્રિય, ૧ ચતુરિન્દ્રિય, ૧ મનુષ્ય, ૧ વ્યંતર, ૧ જ્યોતિષીદેવ, અને ૧
વૈમાનિકદેવ એમ ૨૪ દંડક છે. થોસઠ પહોરી :પૂરો રૂપિયે રૂપિયો - એક રૂપિયાના ચોસઠ પૈસા અગાઉ આવતા.
પૂરે પરો રૂપિયો એટલે ચોસઠ પૈસા પૂરા. એક રૂપિયાના સોળ આના અને
એક આનાના ચાર પૈસા. થોસઠ પહોરી તીખાશ પૂરણ સોળ આની તીખાશ. (લીંડી પીપરમાં અંદર
શક્તિરૂપે ભરી છે. તેને ઘૂંટવાથી તેમાંથી ૬૪ પહોરી તીખાશ બહાર પ્રગટ
થાય છે.) ચૈતન્યના અનંત વિલાસ વરૂપ :ચૈતન્યના અંગત આનંદખેલ સ્વરૂપ શીદ ગુણસ્થાન સંસારમાં મગ્ન થઈ રહેલાં પ્રાણી જે માર્ગ ઉપર ચાલતાં શુદ્ધ થઈ
જાય છે તે માર્ગની ચૌદ સીડીઓ છે. એ સીડીઓનો પાર પામીને આ જીવ સિદ્ધ પરમાત્મા થઈ જાય છે. એ ચૌદ વર્ગ કે દરજ્જા છે. ભાવોની અપેક્ષાએ એકબીજાથી ઊંચા ઊંચા છે. મોહનીય કર્મતથા મન, વચન, કાય યોગોના નિમિત્તથી આ ગુણસ્થાન બન્યાં છે. આત્મામાં નિશ્ચયનયથી તે નથી. અશુભ નિશ્ચયનય અથવા વ્યવહારનયથી એ ગુણસ્થાન આત્માના કહેવાય છે. મોહનીય કર્મના મુલ બે ભેદ છે. એક દર્શન મોહનીય, બીજું ચારિત્ર મોહનીય. દર્શનમોહનીયના ત્રણ ભેદ છે, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યત્વ મોહનીય. જે કર્મના ઉદયથી સમ્યગ્દર્શન ગુણનું વિપરીત પરિણામ થાય; મિથ્યાદર્શનરૂપ થાય; જે વડે આત્મા કે અનાત્માનું ભેદવિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે નહિ તે મિથ્યાત્વકર્મ છે.
૩૫૪ જેના ઉદયથી સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનનાં મિશ્ર પરિણામ થાય તે કર્મને સમિથ્યાત્વ અથવા મિશ્રકર્મ કહે છે. જે કર્મના ઉદયથી સમ્યગ્દર્શન રહે, કોઈ દોષ, મલ કે અતિચાર લાગે તેને સમ્યત્વમોહનીય કહે છે. ચારિત્ર મોહનીયના પચ્ચીસ ભેદ છે :ચાર અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ-દીર્ઘકાળ સ્થાયી. કઠિનતાથી મટે સેવા, જેના ઉદયથી સમ્યગ્દર્શન કે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થતું નથી. તેના હઠવાથી પ્રગટ થાય છે તે. ચાર અપ્રત્યાખ્યાનાવરણ કષાય-કેટલોક કાળ રહે તેવા ક્રોધાદિ, જેના ઉદયથી એક દેશ શ્રાવકનું ચારિત્ર ગ્રહણ કરી શકાતું નથી તે. ચાર પ્રત્યાખ્યાનાવરણ કષાય-જે ક્રોધાદિના ઉદયથી મુનિનો સંયમ ગ્રહણ કરી શકાતો નથી. ચાર સંજવલન ક્રોધાદિ અને નવનો કષાય-નો=નહિ જેવા-અલ્પ કષાય હાસ્ય, રતિ, અરતિ, શેક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુંવેદ, નપુંસકવેદ,-એના
ઉદયથી પૂર્ણ ચારિત્ર (યથાખ્યાત) થતું નથી. ચૌદ ગુણસ્થાનકોનાં નામ :(૧) મિથ્યાત્વ, (૨) સાસાદન, (૩) મિશ્ર, (૪)
અવિરત સમ્યત્વ, (૫) દેશવિરત, (૬) પ્રમત્ત વિરત, (૭) અપ્રમત્ત વિરત, (૮) અપૂર્વ કરણ, (૯) અનિવૃત્તિ કરણ, (૧૦) સૂક્ષ્મ સાંપરાય, (૧૧) ઉપશાંત મોહ, (૧૨) ક્ષીણ મોહ, (૧૩) સયોગ કેવલી જિન, (૧૪) અયોગ કેવલી જિન. મિથ્યાત્વ ગુણસ્થાન=જ્યાં સુધી અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વ કર્મનો ઉદય ચાલુ હોય છે ત્યાં સુધી મિથ્યાત્વ ગુણસ્થાન રહે છે. આ શ્રેણીમાં જીવ સંસારમાં લિપ્ત, ઈન્દ્રિયોનો હાસ, બહિરાત્મા, આત્માની શ્રદ્ધારહિત, અહંકાર મમકારમાં ફસેલો રહે છે. શરીરને જ આત્મા માને છે. પ્રાયે સંસારી જીવ આ શ્રેણીમાં હોય છે. આ શ્રેણીથી જીવ તત્ત્વજ્ઞાન પામીને જ્યારે સમ્યગ્દષ્ટિ થાય છે ત્યારે અનંતાનુબંધી ચાર કષાય તથા મિથ્યાત્વકર્મનો ઉપશમ કરીને ઉપશમ