________________
ગૃહીત મિથ્યાત્વના ભેદ :ગૃહીત મિથ્યાત્વના પાંચ ભેદ છે. (૧) એકાન્ત મિથ્યાત્વઃ (૨) સંશય મિથ્યાત્વઃ (૩) વિનય મિથ્યાત્વ: (૪) અજ્ઞાન મિથ્યાત્વઃ અને (૫) વિપરીત મિથ્યાત્વ. તે દરેકની વ્યાખ્યા નીચે ગૃહીત મિથ્યાદર્શન :કુગુરુ, કુદેવ અને કુધર્મની સેવા કરવાથી ઘણા કાળ સુધી મિથ્યત્વનું જે પોષણ થાય છે, એટલે કે ગુરુ, કુદેવ અને કુધર્મનું સેવન જ, ગૃહીત મિથ્યાદર્શન કહેવાય છે.
મુજબ છે.
ગાંગડો :કોઈ પણ ઘન પદાર્થનો અવ્યવસ્થિત ગોળ ટુકડો.
ગાંડપણ :પાગલપણું
ગાડરિયો પ્રવાહ ઃગાડર-મેંઢાની જેમ આંધળી રીતે, એક પછી એક દેખાદેખી
ચાલનાર સમુદાય
ગાડવો :ઘાડવો; માટીનો ઘડો; માટલી; માટલું; તેલનો કૂંપો.
ગાંડા :ગાફેલ; ઘેલુ, ઘેલછા
ગાઢ :વ્યાપેલાં, નિબિડ; ઘાટુ; ભયાનક; વિકટ; કઠણ; દુર્ગમ; ઘણું; ખૂબ (૨) જ્ઞામિક સમ્યકત્વ ગાઢ છે. (૩) મજબૂત.
ગાઢોગાઢ ઠસાઠસ; ખીચોખીચ,
ગાયબ મ
ગારવ :ગારવ ત્રણ પ્રકારના કહ્યા છે : રસગારવ, ઋદ્ધિગારવ અને શાતા ગારવ. ત્યાં રસલાભ એવો છે કે મિષ્ટ, ઇષ્ટ, પુષ્ટ ભોજનાદિ મળતા રહે ત્યારે, તેનાથી પ્રમાદી બને છે. ઋદ્ધિલાભ એવો છે કે કંઈક તપના પ્રભાવાદિથી ઋદ્ધિની પ્રાપ્તિ થાય, તેનું ગૌરવ આવી જાય છે. તેનાથી ઉદ્ધત, પ્રમાદી રહે છે, તથા શાતાલાભ એવો છે કે શરીર નિરોગી રહે, કંઇ કલેશનં કારણ ન આવે, ત્યારે સુખીપણું આવી જાય છે, તેનાથી મગ્ન રહે છે.- ઇત્યાદિ ગારવભાવની મસ્તીથી ખરા ખોટાનો વિચાર કરતા નથી, ત્યારે દર્શનભ્રષ્ટનો વિનય કરવા લાગી જાય છે. (૨) મદ (૩) ગર્વ, મસ્તાઇ (રસ, શુદ્ધિ, શાતા સંબંધી)
ગુણાત્મક ગુણરૂપ; ગુણમય; ગુણથી પૂર્ણ; સગુણ
૩૩૦
ગિરિધર :શ્રીકૃષ્ણને ગિરિધર (અર્થાત્ પર્વતને ધરી રાખનાર)કહેવામાં આવે છે. શ્રી જિનભગવાન અનંત વીર્યવાન હોવાથી, તેમને અહીં ગિરિધર કહ્યા છે. ગિરીકંદરાદિક આવસથ ઊંચા પર્વતની ગુફા વગેરે નિવાસ સ્થાન ગિલા :ચાડી-ચૂગલી; નિંદા.
ગોકુલચરિત્ર :શ્રી મનસુખલાલ સૂર્યરામે લખેલું શ્રી ગોકુલજી ઝાલાનું જીવનચરિત્ર ગોટાળો :ગૂંચવણ ગોઠે છે ઃગમે છે
ગોઠે ગમે; પસંદ પડે
ગોઠેલું :ગમતું, કરવા ધારેલું ગોઠવું ઃરુચવું; ગમવુ.
ગોઠશે ઃરુચશે, પસંદ પડશે.
ગોત શોધ; ખોળ; ગોતવું.
ગોત્ર કર્મ :ઉંચ ગોત્ર અને નીચ ગોત્ર એ બે ભેદ ગોત્ર કર્મના છે. (૨) ગોત્રકર્મથી અટલ અવગાહના રુપ આત્મશક્તિ રોકાઇ રહી છે. (૩) ઊંચ નીચ ગોત્રમાં અવતરે છે. ઊંચનીચ કુળમાં જન્મ થવો તે, ગોત્રકર્મના કારણે છે. તે ગોત્રકર્મ આત્માનું સ્વરૂપ નથી. (૪) ગોત્રરર્મની પ્રકૃતિના બે ભેદ છે ઃ ઉચ્ચગોત્રકર્મ જેના ફળમાં રાજા થાય, મોટો શેઠ થાય. નીચ ગોત્રકર્મ-જેનાફળમાં, ચંડાળ આદિ નીચકુળમાં જન્મ થાય.
ગોત્રકર્મ કેમ જીતાય ? :ગોત્રકર્મ સંબંધી, પણ આમ સમજી લેવું. આમ આઠેય
કર્મનો ઉદય, તો જડમાં છે અને ભાવક કર્મને અનુસરીને થવાયોગ્ય, જે ભાવ્ય તે આત્માની દશા પોતાથી છે, કર્મના કારણે નહિ. જ્ઞાની, તે ઉદયને અવગણીને, તેનું લક્ષ છોડીને, નિષ્કર્મ નિજ જ્ઞાયકભાવને અનુસરતાં, તે તે ભાવ્યદશા પ્રગટ થતી નથી. તે કર્મને જીતવું થયું કહેવાય છે.
ગોખ :ગુપ્ત; ખાનગી; રહસ્યભૂત, બાકી રાખ્યા વિના; બાકાત રાખ્યા વિના. ગોપળ્યા વિના છૂપાવ્યા વિના
ગોપવવું છૂપાવી રાખવું; સંતાડવું