________________
૪૯માં શ્રી કુંદકુંદાચાર્ય દેવ, અહીંથી મહાવિદેહમાં ગયા હતા ત્યારે હું પણ હાથીના હોદ્દે દર્શન કરવા ગયેલો. ઝીણી વાત છે. કાનજી સ્વા. બેન ત્યાં શેઠના દિકરા હતા ત્યાંથી અમે આવ્યા છીએ. અમારી વાતો ઝીણી છે. અમારા મોઢે અમારી વાત કહેવી શોભે નહિ. અહીંથી સ્વર્ગમાં જવાના છીએ. અહીંથી દેવ થવાના છીએ. (ત્યારપછી) બીજા ભવમાં તીર્થકરના પુત્ર તરીકે (મારો) અવતાર જે ત્રીજા ભવમાં (અહમિન્દ્રનું) સ્વર્ગ છે. ચોથા ભવમાં (ઘાતકી ખંડના વિદેહ ક્ષેત્રમાં) તીર્થકર થઈને મોક્ષ જવાનો છું.
૫. કાનજી સ્વામી- વચનામૃત પ્રવચન ખંડ-૧. પ્રવચન-૬ ચૈતન્યનું પ્રતપન ચૈતન્યની વિશેષ શુદ્ધતા થાય, તે તપ એ નિર્જરા છે. અંદરના
ધ્યાન વડે અને આત્માની વિશેષ શુદ્ધતા થાય, તે તપ અને નિર્જરા છે. ચૈતન્યાનુ વિધાયી ચૈતન્ય અનુવિધાથી; ચૈતન્યને અનુસરીને વર્તનારી; ચૈતન્યને
અનુકૂળપણ-વિરુદ્ધપણે નહિ-વર્તનારી. ચૈતન્યની નિર્બળ પર્યાયનું ફળ ચૈતન્યની નિર્મળ પર્યાયનું ફળ શાંતિ છે,
નિરાકુળતા છે, સમાધિરૂપ છે, માટે તે પર્યાય ચૈતન્યની છે. તેમાં જડકર્મનું નિમિત્ત નથી - ચૈતન્યની નિર્મળ પર્યાય ચેતનરૂપ છે અને વિકારી પર્યાય
જડરૂપ છે. પૈતન્યની શક્તિ જેમ પરમાણુની શક્તિ પર્યાયને પામવાથી વધતી જાય છે, તેમ
ચૈતન્યદ્રવ્યની શક્તિ વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે. કાચ, ચશ્માં, દુરબીન આદિ પહેલા(પરમાણુ)ના પ્રમાણ છે, અને અવધિ, મન:પર્યય,
કેવળજ્ઞાન, લબ્ધિ, ઋદ્ધિ વગેરે બીજા(ચૈતન્યદ્રવ્ય)નાં પ્રમાણ છે. ચૈતન્યની સાથી મીઠાથ :અતીન્દ્રિય સુખ. ચૈતન્યમય :સર્વ ભાવને પ્રકાશવા રૂપ સ્વભાવમય ચૈતન્યમુર્તિ તેમાં ચિ ધાતુ છે તેથી તેનો અર્થ એ થાય છે કે કેવળ જ્ઞાનનો ઘન.
જેમ મીઠાનો ગાંગડો એક ક્ષારરસની લીલાના અવલંબન વડે ક્ષારરસથી જ ભરચક ભર્યો પડ્યો છે; તેમ જે એક જ્ઞાનસ્વરૂપને અવલંબે છે તે કેવળ જ્ઞાનરસથી ભરચક ભર્યો પડ્યો પોતાને અનુભવે છે. જેનો સ્વભાવ ખંડિત કરવા કોઈ સમર્થ નથી, જે સ્વભાવથી જ પ્રગટ છે, તે અરૂપી પદાર્થ ચૈતન્ય
૩૩૮ છે, તેથી જીવને ચૈતન્યમૂર્તિ કહેવામાં આવે છે. (૨) ચિ ધાતુ પરથી એનો અર્થ કેવળ જ્ઞાનનો ઘન એવો થાય છે. આત્મા કેવળ જ્ઞાનમય છે અને જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ છે. જ્ઞાન, અરૂપી અને ચૈતન્યમય છે. તેથી આત્માને ચૌતન્યમૂર્તિ કહેવામાં આવે છે. (૩) જ્ઞાયક, શદ્ધ જ્ઞાયક મૂર્તિ, જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા ચેતન, ચૈતન્ય અને ચેતના કોને કહે છે? ઉત્તર(૧) જીવ દ્રવ્યને ચેતન કહે છે. (૨) ચૈતન્ય તે ચેતન (જીવ) દ્રવ્યનો ગુણ છે. તેમાં દર્શન અને જ્ઞાન, એ બન્ને ગુણોનો સમાવેશ થઇ જાય છે. (૩) ચૈતન્યગુણના પર્યાયને, ચેતના કહેવામાં આવે છે. (૪) ચેતન્યગુણને પણ ચેતનાગુણ કહેવામાં આવે છે. પ્રશ્નઃ- ચેતના કોને કહે છે ? ઉત્તરઃ-જેમાં પદાર્થોનો પ્રતિભાસ થાય તેને ચેતના કહે છે. પ્રશ્ન:-ચેતનાના કેટલા ભેદ છે ? ઉત્તરઃ-બે ભેદ છે : દર્શનચેતના (દર્શન ઉપયોગી અને જ્ઞાન ચેતના(જ્ઞાનોપયોગ) પ્રશ્નઃ-દર્શન ચેતના કોને કહે છે ? ઉત્તરઃ-જેમાં પદાર્થોના ભેદ રહિત સામાન્ય પ્રતિભાસ (અવલોકન) હોય, તેને દર્શન ચેતના કહે છે, જેમકે જ્ઞાનનો ઉપયોગ છડા તરફ હતો ત્યાંથી છૂટીને બીજા પદાર્થો સંબંધી જ્ઞાનોપયોગ શરુ થાય, તે પહેલાં જે ચૈતન્યની સામાન્ય પ્રતિભાસરૂપ વ્યાપાર થાય, તે દર્શન ઉપયોગ છે. પ્રશ્ન:-જ્ઞાનચેતના (જ્ઞાનોપયોગ કોને કહે છે ? ઉત્તરઃ-જેમાં પદાર્થોનો પ્રતિભાસ થાય તેને જ્ઞાનોપયોગ કહે છે. અર્થાત્
જ્ઞાનગુણને અનુસરીને વર્તવાનો ચૈતન્ય પરિણામ, તે જ્ઞાનોપયોગ છે. ચૈતન્યપ માત્ર ચેતન જ જેનું સ્વરૂપ છે. (૨) માત્ર ચૈતન્ય જ. ચૈતન્યલી :જ્ઞાનાનંદની લક્ષ્મી.