________________
કર્મની મૂળ પ્રકૃતિ આઠ, તેમાં ચાર ઘાતિની અને ચાર અઘાતિની કહેવાય છે. બાકીની ચાર પ્રકૃતિ જોકે આત્માના પ્રદેશ સાથે જોડાયેલી છે તથા તેનું કાર્ય કરે છે, એને ઉદય અનુસાર વેદાય છે. તથાપિ તે આત્માના ગુણને આવરણ કરવા રૂપે કે અંતરાય કરવા રૂપે કે તેને વિકળ કરવારુપે ઘાતક નથી. માટે તેને અઘાતિની કહી છે.
ઘાતિયા :અનંત ચતુષ્ટયને રોકવામાં નિમિત્તરુપ કર્મને, ઘાતિયા કહે છે. થાતી કેંમ અને અક્ષાતીકર્મ કેટલા અને તેનાં નામો શું છે ? :મળરુપે, આ કર્મ આઠ પ્રકારના છે. આ આઠ પ્રકારનાં કર્મોમાં જ્ઞાનવરણ, દર્શનાવરણ, મોહનીય અને અંતરાય એ ચાર તો, ઘાતી કર્મ કહેવાય છે એને વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર એ ચાર, અઘાતી કર્મ કહેવાય છે.
(૧) જ્ઞાનાવરણ
જ્યારે આત્મા પોતે જ પોતાના જ્ઞાનભાવનો ઘાત કરે છે, અર્થાત જ્ઞાનશક્તિને વ્યક્ત કરતો નથી, ત્યારે આત્માના જ્ઞાનગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય, તેને જ્ઞાનાવરણ કહે છે.
(૨) દર્શનાવરણ
જ્યારે આત્મા પોતે જ પોતાના દર્શનગુણ (ભાવ) નો ઘાત કરે છે, ત્યારે દર્શનગુણના ઘાતમાં જે કર્મનો ઉદય નિમિત્ત હોય, તેને દર્શનાવરણ કહે છે. જ્ઞાનાવરણ પાંચ પ્રકારનું છે અને દર્શનાવરણ નવ પ્રકારનું છે. (૩) મોહનીય
જીવ પોતાનુ સ્વરુપ ભૂલીને, અન્યને પોતાનું માને અથવા સ્વરૂપ આચરણમાં અસાવધાની કરે ત્યારે કર્મનો ઉદય નિમિત્ત હોય, તેને મોહનીય કર્મ કહે છે. એ બે પ્રકારનું છેઃ ૧ દર્શન મોહનીય, ૨ ચારિત્ર મોહનીય. મિથ્યાત્વ આદિ ત્રણ ભેદ, દર્શન મોહનીયના છે. ૨૫ કષાયો તે, ચારિત્ર મોહનીયના ભેદ છે.
(૪) અંતરાય
જીવના ધન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યના વિઘ્નમાં, જે કર્મનો ઉદય નિમિત્ત હોય, તેને અંતરાય કર્મ કહે છે. એ પાંચ પ્રકારનું છે.
૩૩૩
ઘાતી કર્મો જ્ઞાનાવરણ, દર્શનાવરણ મોહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મો છે તે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત સુખ અને અનંત વીર્ય (અનંત શક્તિ) એ ચાર ગુણોને આવરે છે, તેથી તેને ઘાતીકર્મ કહેવાય છે.કારણ કે આત્માના સ્વભાવો ઘાત કરી રહ્યાં છે.
ઘાતીર્થં કષાય અને ભ્રાન્તિ થવામાં, ઘાતીકર્મનું નિમિત્ત થાય છે. છાતીકર્મનો ાય કેમ થાય ? :ઘાતીકર્મને કારણે, આત્મામાં ઘાત થાય છે, એમ
નથી. પરંતુ દ્રવ્યઘાતીકર્મના ઉદયકાળે, પર્યાયમાં તે જાતની હીણી દશારૂપે, પરિણમવાની એટલે ભાવઘાતીરૂપે થવાની, પોતાની લાયકાત છે, પરંતુ કર્મના કારણે, તે લાયકાત નથી. કર્મના કારણે, કર્મમાં પર્યાય થાય છે, આત્મામાં નહિ. અહાહા ! પરને કારણે બીજામાં કાંઈ થાય, એવું જૈનધર્મમાં છે જ નહિ. ગુણોની પર્યાય થાય છે, તેમાં પોતે જ કારણ છે, કારણકે પોતે જ કર્મનું અનુસરણ કરે છે. પોતે જેટલે દરજ્જે (અંશે) નિમિત્તનું અનુસરણ છોડી, સ્વભાવ, જે સાક્ષાત્ વીતરાગસ્વરૂપ છે, તેને અનુસરી વીતરાગ પર્યાય પ્રગટ કરે છે તેટલે અંશે ભાવ્ય-ભાવક સંકરદોષ ટળે છે.
ઘાત :જીવના સ્વભાવનો ઘાત કરવો, અભાવ જીવની શક્તિનું વ્યક્ત ન થવું. (૨) સાત ધાતુના મેળાપ જેવું એકરૂપ હોય તે. ધાતુ સાત છે, રસ, રકત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર. અથવા સોનું, રૂપું, ત્રાંબુ, કથીર, જસત, સીસું અને લોઢું.
ઘાતક હણનાર; ઘાત કરનાર
દ્યોતક :બતાવનાર (૨) પ્રકાશ કરનારું, દર્શાવનારું, સ્પષ્ટ કરનારું. (૩) પ્રકાશ કરનરારું, દર્શાવનારું, સ્પષ્ટ કરનારું, દ્યુત-વૃતિ, તેજ, પ્રકાશ ઘોતક કથન પદ્ધતિ.
દોર :ઉગ્ર, તીવ્ર, ભારે (૨) અતિવિકટ, અત્યંત દુઃખ દાયક ઘોલન મનન
ઘૂમરી ખાતો આમતેમ ભમતો, ચકકર ચક્કર ફરતો, ડામાડોળ વર્તતો. ઘણા :ગ્લાનિ, અણગમો
દાંત :ઈન્દ્રિયવિજયી.