________________
છે. હાલમાં અવસર્પિણી કાળ ચાલે છે. અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં છે. આરા હોય છે. અવસર્પિણીમાં પ્રત્યેક આરાનું કાળ પ્રમાણ નાનું થતું જાય છે અને ઉત્સર્પિણીમાં તે મોટું થતું જાય છે. અવસર્પિણીમાં પહેલો આરો ચાર ક્રોડા ક્રોડિ સાગરનો બીજો ત્રણનો, ત્રીજો બેનો, ચોથો ૧. ક્રોડા ક્રોડિ સાગરમાં ૪૨૦૦૦ વર્ષ ઓછાનો, પાંચમાં ૨૧૦૦૦ વર્ષનો અને છઠ્ઠો પણ ૨૧૦૦૦ વર્ષનો હોય છે. ઉત્સર્પિણીમાં આથી બરાબર ઊલટું કાલપ્રમાણ હોય છે. પહેલો છઠ્ઠા પ્રમાણે, બીજો પાંચમાં પ્રમાણે વગેરે. હાલમાં અવસર્પિણીનો પાંચમો આરો ચાલે છે. એ જ પ્રમાણે વેદાંતમાં સત્યુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગ એમ ચાર વિભાગ છે. તેમાં પણ એક એક યુગે સદ્ગણોનો લોપ થતો જાય છે. (૩) સમયની પૂર્વ તેમ પછી, એવો નિત્ય જે પદાર્થ છે, તે કાળદ્રવ્ય છે. (૪) જો કે કાળદ્રવ્ય જીવ-પુદ્ગલોના પરિણામ ઉપરાંત, ધર્માસ્તિકાયાદિના પરિણામને પણ, નિમિત્તભૂત છે. તોપણ જીવ-પુલોનાં પરિણામ, સ્પષ્ટ ખ્યાલમાં આવતાં હોવાથી, કાળદ્રવ્યને સિદ્ધ કરવામાં, માત્ર તે બેના પરિણામની વાત જ, લેવામાં આવી છે. (૫) કાળદ્રવ્યનું સ્વરૂપ બે પ્રકારે છે : (૯) વ્યવહારકાળ, (૯) નિશ્ચયકાળ. વ્યવહારકાળ જીવ-પુગલોના પરિણામ વડે, નકકી થાય છે; અને નિશ્ચયકાળ જીવ-પુદ્ગલોના પરિણામ, બીજી રીતે નહિ બની શકતા હોવાથી, નકકી થાય છે. વ્યવહારકાળ ક્ષણભંગી છે, કારણકે, સૂક્ષ્મ પર્યાય એવડો જ માત્ર છે. (ક્ષણમાત્ર જેવડો જ, સમયમાત્ર જેવડો જ છે); નિશ્ચયકાળ નિત્ય છે, કારણકે તે પોતાના ગુણ-પર્યાયોના આધારભૂત દ્રવ્યપણે, સદાય અવિનાશી
૩૧૨ (પ્રવાહને) દર્શાવતો હોવાને લીધે, તેને નયના બળથી લાંબા વખત સુધી ટકનારો, કહેવામાં દોષ નથી; તેથી આવલિકા, પ્લયોપમ, સાગરોપમ ઈત્યાદિ વ્યવહારનો નિષેધ કરવામાં આવતો નથી. આ રીતે અહીં એમ કહ્યું કે, નિશ્ચયકાળ દ્રવ્યરૂપ હોવાથી નિત્ય છે, વ્યવહારકાળ પર્યાયરૂપ હોવાથી, ક્ષણિક છે. જેમ ખરેખર જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશને દ્રવ્યનાં સઘળાં લક્ષણોનો સદ્ભાવ હોવાથી, તેઓ દ્રવ્ય સંજ્ઞાને પામે છે, તેમ કાળ પણ, તેને દ્રવ્યનાં સઘળાં લક્ષણોનો સદ્ભાવ હોવાથી, દ્રવ્ય સંજ્ઞાને પામે છે. એ પ્રમાણે છે દ્રવ્યો છે. પરંતુ જેમ જીવ, પુલ, ધર્મ, અધર્મ અને આકાશને દ્ધિ આદિ (અર્થાત્ બે અથવા વધારે; બેથી માંડીને અનંત પર્યત), પ્રદેશો જેનું લક્ષણ છે, એવું અસ્તિકાયપણું છે. તેમ કાળાણુઓને જો કે તેમની સંખ્યા લોકાકાશના પ્રદેશો જેટલી (અસંખ્ય) છે. તો પણ - એકપ્રદેશીપણાને લીધે,
અસ્તિકાયપણું નથી. કાળ દ્રવ્ય કેટલા ભેદરૂપ છે અને તેની સ્થિતિ ક્યાં છે? લોકાકાશના જેટલા પ્રદેશ
છે, તેટલા જ કાળ દ્રવ્ય છે. અને લોકાકાશના એક એક પ્રદેશ પર, એક એક
કાલાણુ સ્થિત છે. કાળધર્મ :મરણ કાળના ભેદ :કાળના બે ભેદ છે: એક નિશ્ચયકાળ, બીજો વ્યવહારકાળ. કાળનો વિશેષ ગુણ (કાળ સિવાય) બાકીનાં અશેષ દ્રવ્યોને, દરેક પર્યાયે
સમયવૃત્તિનું હેતુપણું (સમય સમયની પરિણતિનું નિમિષપણું) કાળનો વિશેષ ગુણ છે. એવી જ રીતે (કાળ સિવાય) બાકીનાં સમસ્ત દ્રવ્યોને, દરેક પર્યાયે સમયવૃત્તિનું હેતુપણું, કાળને હોવાને લીધે (અર્થાત્ તેમને સમયથી વિશિષ્ટ એવી પરિણતિ, અન્ય કારણથી થતી હોવાને લીધે) સ્વતઃ, તેમને તે સમયે વૃત્તિ હેતુત્વ) સંભવતું નથી.
આ કાળ છે, આ કાળ છે, એમ કરીને જે દ્રવ્ય વિશેષનો સદા નિર્દેશ-કથન કરવામાં આવે છે, તે (દ્રવ્યવિશેષ અર્થાત્ નિશ્ચય કાળરૂપ, ખાસ દ્રવ્ય) ખરેખર પોતાના સદ્ભાવને, જાહેર કરતું થયું નિત્ય છે; અને જે ઉત્પન્ન થતાંવેંત જ નષ્ટ થાય છે, તે (વ્યવહાર કાળ) ખરેખર તે જ દ્રવ્ય વિશેષનો, સમય સમાનો પર્યાય છે. તે ક્ષણભંગી હોવા છતાં, પણ પોતાની સંતતિને