________________
૨. હવે આગમથી સિદ્ધ કરે છે કે ગુણસ્થાનોનું સદાય અચેતનપણું આગમથી સિદ્ધ છે નિશ્રયના આગમનો-પરાગમનો એ સિદ્ધાંત છે કે ગુણસ્થાન અચેતન છે, પુદ્ગલ છે, કેમ કે તે મોહ અને યોગથી થયેલાં છે.
પ્રશ્નઃ- આગમમાં તો ગુણસ્થાન આદ ભાવો જીવના છો એમ છે ને? ઉત્તરઃ- ભાઇ! એ પર્યાયની સિદ્ધિ કરનાર આગમ છે જ્યારે અહીંતો વસ્તુના સ્વભાવની સિદ્ધિ કરનાર આગમની વાત છે.
પ્રશ્નઃ- અવ્યસાન આદિ ભાવોને તમે પુદ્ગલના કહો છે પણ સવસના આગમમાં તો તેમને જીવપણે કહયાં છે?
ઉત્તરઃ- તેનો ઉત્તર ગાથા ૪૬માં આપ્યો છે કે તે ભાવોને વ્યવહારથી જીવના કહ્યા છે પણ નિશ્ચિયથી તેઓ જીવના નથી. આ વ્યવહાર અને નિશ્ચિય- જેમ છે તેમ યથાર્થ સમજવા જોઇએ. બે પ્રકાર થયા હવે ત્રીજો.
૩. ભેદજ્ઞાનીઓ વડે ચૈતન્ય સ્વભાવી આત્માથી ગુણસ્થાનોનું ભિન્નપણ ઉપલભ્યમાન છે. ચૈતન્ય સ્વભાવી આત્માનો અનુભવ કરનાર જ્ઞાનીને રાગ સ્વયં ભિન્નપણે જણાય છે. જ્ઞાનની પર્યાય અંતરમાં વળતાં એટલે કે ચૈતન્ય સ્વભાવી આત્માનો અનુભવ થતાં, એમાં રાગનો અનુભવ આવતો નથી પણ તે ભિન્ન પણે સ્વયં ઉપલભ્યમાન છે. એટલે શું કહયું? કે અનુભવ થતાં, રાગ કે જે પુદ્ગલ છે તે જ્ઞાનમાં સ્વતઃ ભિન્નપણે જણાઇ જાય છે. ગોમ્બટસ્થાનો ગ્રંથનું નામ છે. જેમાં વર્ણથી માંડી ગુણસ્થાન જે ભાવો છે તેમનું વિસ્તારથી વર્ણન છે.
પ્રર્યતના
ગુણસ્થાનો ઃ૧. મિથ્યા અર્થાત વિપરીત દ્રષ્ટિના પરિણામ તે પહેલું ગુણધાન, ૨. સાસાદન સમ્યગ્દષ્ટિ તે બીજુંગુણસ્થાન, ૩. સમ્યગ મિથ્યાદષ્ટિ મિશ્ર તે ત્રીજું ગુણસ્થાન અસંયત સમ્યગ્દષ્ટિ તે ચોથું ગુણસ્થાન, ૫. સંયતાસંયત તે શ્રાવકનું પાંચમુ ગુણસ્થાન, ૬. પ્રમત્તસંયત તે છઠ્ઠું ગુણસ્થાન, ૭. અપ્રમત્ત સંયન તે સાતમું ગુણસ્થાન, ૮. અપૂર્વ કારણ તે આઠમું ગુણસ્થાન તેમાં ઉપશમ અને ક્ષયેક બન્નેય લેવાં. ૯. અનિવૃત્તિકરણ-ઉપશમ અને યેક તે નવમું ગુણસ્થાન, ૧૦. સૂક્ષ્મ સાંપરાય-ઉપશમ અને ક્ષયેક ને દશમું
૩૨૨
ગુણસ્થાન, ૧૧. ઉપશાંત કષાય તે અગિયારમું ગુણસ્થાન, ૧૨. ક્ષીણકષાય તે બારમું ગુણસ્થાન, ૧૩. સંયોગ કેવળી તે તેરમું ગુણસ્થાન અને ૧૪.અયોગ કેવળી તે ચૌદમું ગુણસ્થાન. આ ગુણસ્થાનો છે તે મોહ અને યોગના ભેદથી બને છે. આ ભેદલક્ષણવાળાં જે ગુણસ્થાનો છે તે બધાંય જીવને નથી. જીવદ્રવ્યમાં ભેદ નથી અને દ્રવ્યનો અનુભવ કરતાં તેમાં પણ ભેદ આવતો નથી. માટે ભેદ બધીય પુદ્ગલનો છે.
આ પ્રમાણે ઉપરોક્ત બધાય ભાવો પુદ્ગલ દ્રવ્યના પરિણામમય હોવાથી જીવને નથી, જીવતો પરમાત્મસ્વરૂપ ચૈતન્યશક્તિ-સ્વભાવ માત્ર છે. ગુણસ્થાનો ઃગુણસ્થાનોને સંક્ષેપથી ઉપયોગ કહે છે. ગુણાત્ય ગુણથી સમૃદ્ધ; ગુણથી ભરપૂર. ગુણાત્મક ગુણોના બનેલાં; ગુણોથી રચાયેલાં.
ગુણાંતર ઃઅન્ય ગુણ પર્યાય (૨) એક દ્રવ્યના ગુણ બીજા દ્રવ્યના ગુણમાં બદલવાં ગુણાધિક ગુણે અધિક શ્રમણો
ગુણાંશ :ગુણપર્યાય, ગુણપર્યાયને અર્થપર્યાય પણ કહેવાય છે. જેટલા કોઈ ગુણાંથ છે તે જ ગુણપર્યાય કહેવાય છે. આ વાત અવિરુદ્ધપણે સિદ્ધ છે કે અંશ સ્વરૂપ જ પર્યાયો હોય છે.
ગણિ જૈન સાધુઓના ગચ્છનો, તે તે મુખ્ય આચાર્ય; ગણી; આચાર્ય ગણિતાન યોગ જે શાસ્ત્રમાં લોકનુમાપ તથા સ્વર્ગ, નરક આદિની લંબાઈ આદિનુ કર્મના બંધાદિનું વર્ણન કરેલું હોય.
ગણી :શુદ્ધાત્મ તત્ત્વની ઉપલબ્ધિના સાધક આચાર્ય. (૨) આત્મા; જેમાં ગુણ રહેલા છે તે દ્રવ્ય.
ગુણી એને ગુણ ગુણી એને ગુણમાં વસ્તુ અપેક્ષાએ અભેદ છે તેથી આત્મા કહો
કે જ્ઞાનકહો-બન્ને એક જ છે. ઉપર જેને આત્મા શબ્દથી કહ્યો હતો તેને જ અહીં જ્ઞાન શબ્દથી કહેલ છે. જે જ્ઞાનમાં નિજાતમાં-નિજાતમા વડે નિશ્ચલ પરિણતિ કરીને તેનું સંચેતન-સંવેદન-અનુભવનકરવું તે ધ્યાન છે. ગુણીયાજી રાજગૃહી નગરી પાસેનું ગામ. ત્યાં ગૌતમસ્વામી, નિર્વાણ પામ્યાનું કહેવાય છે.