________________
જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય ઈત્યાદિ સ્વજાતિમાં સાધારણ એટલેકે, જીવ દ્રવ્યની અપેક્ષાએ સાધારણ, પણ જીવ સિવાય અન્ય દ્રવ્યમાં ન હોવાથી અસાધારણ છે. જ્ઞાન, સુખ આદિ ગુણો જીવનાં મુખ્ય લક્ષણ છે. અમૂર્તત્વ, પુદ્ગલ પુદ્ગલ દ્રવ્યમાં ન હોવાથી અસાધારણ છે અને આકાશાદિની અપેક્ષાએ સાધારણ છે. પ્રદેશત્વ, કાલદ્રવ્ય તથા પુદ્ગલ પરમાણુ પ્રત્યે અસાધારણ છે, અને બીજા પ્રત્યે અસાધારણ છે. (૧૯) અહીં પર્યાય શબ્દનો અર્થ ગુણ કરવો. કેમકે, ગુણને ગ્રહવર્તી પર્યાય કહેવામાં આવે છે. એ બદલાતી દશાને ક્રમવર્તી પર્યાય કહી છે. ગુણો બધા દ્રવ્યમાં એક સાથે રહે છે તેથી ગુણને સહવર્તી પર્યાય કહેલ છે. (૨૦) શક્તિ, સ્વભાવનું સામર્થ્ય (૨૧)ગુણને અન્વય, સહવતી પર્યાય કે અક્રમવર્તી પર્યાય પણ કહે છે. (૨૨) દ્રવ્યના આશ્રયે, દ્રવ્યના બધા ભાગમાં ને તેની બધી હાલતમાં જે હંમેશા રહે તે. (૨૩)આત્મામાં ત્રિકાળ કરનાર શક્તિ. અનંત ગુણ પોતપોતાના સંપૂર્ણસાઅર્થપણે છે, તેમાં પણ નિમિત્તનો ભેદ કે ઉપચાર નથી. (૨૪) જે દ્રવ્યના સર્વ ભાગોમાં અને તેની સર્વ અવસ્થાઓમાં રહે છે, તેને ગુણ કહે છે. ગુણના બે ભેદ છે ઃ સામાન્ય અને વિશેષ. સામાન્ય ગુણ-જે સર્વ દ્રવ્યોમાં વ્યાપે, તેને સામાન્ય ગુણ કહે છે. વિશેષગુણ-જે સર્વ દ્રવ્યોમાં ન વ્યાપે, પોતે પોતાના દ્રવ્યમાં રહે, તેને વિશેષ ગુણ કહે છે. સામાન્ય ગુણ અનેક છે, પરંતુ તેમાં મુખ્ય છ છે
(*) અસ્તિત્વ (*) વસ્તુત્વ (*) દ્રવ્યત્વ (*) પ્રમેયત્વ (*) અગુરુલઘુત્વ (*) પ્રદેશત્વ (૨૪) રજોગુણ, તમોગુણ કે સત્ત્વગુણ કહે છે, તે અહીં નથી પણ જે આત્માનો સ્વભાવ - આત્મસ્વભાવ છે, તે ગુણ છે. (૨૫) ફાયદો (૨૬) આત્મામાં ત્રિકાળ ટકનાર શક્તિ. અનંત ગુણ પોતપોતાના સંપૂર્ણ સામર્થ્યપણે છે, તેમાં પર નિમિત્તનો ભેદ કે ઉપચાર નથી. ગુણ અને ગુણવિશેષ :વળી કોઇ જો એમ કહે કે આત્મામાં ગુણ નથી તો એ વાત પણ ખોટી છે. હા, પ્રકૃતિના જે રજોગુણ, તમો ગુણઇત્યાદિ છે તે આત્મામાં નથી એ વાત બરાબર છે. પરંતુ વસ્તુના ગુણો એટલે શક્તિઓ તો વસ્તુમાં છે જ. તો શ્રી પ્રવચનસારમાં અલિંગ્રહણના ૧૮મા બોલમાં એમ આવે છે ને
૩૧૭
કે “ આત્મા ગુણવિષથી નહિ આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે? ત્યાં બીજું કહેવું છે.ત્યાં એમ કહેવું છે કે સામાન્ય જે વસ્તુ ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ અખંડ એકાકાર છે તે ગુણ વિશેષરૂપે થતી નથી. સામાન્ય ચિદ્રપ ચીજ જે ધ્રુવ છે તેમાં ગુણો છે તો ખરા, પણ ગુણ અને ગુણીનો ભેદ જ્યાં લક્ષમાં લેવા જાય ત્યાં વિકલ્પ રાગ ઊઠે છે. તેથી સામાન્ય જે છે તે ગુણવિશેષને નહિ આલિંગન કરતું શુદ્ધ દ્રવ્ય છે એમ ત્યાં કહ્યું છે. સૂક્ષ્મ વાત છે, ભાઇ! સમ્યગ્દર્શનનો વિષય અભેદ એકાકાર છે, ગુણ-ગુણીભેદ એ સમ્યકત્વનો વિષય નથી. ભેદના લક્ષે નહિ, પણ પૂર્ણ સત્ વસ્તુ જે અભેદ એકરૂપ સામાન્ય ચૈતન્ય સ્વરૂપ છે તેના લો સમ્યગ્દર્શન થાય છે.
ગુણ પર્યાયો :એક દ્રવ્ય પર્યાયો. (ગુણપર્યાયોને એક દ્રવ્યપણું છે. અર્થાત્ ગુણપર્યાયો એક દ્રવ્યના પર્યાયો છે, કારણ કે તેઓ એક જ દ્રવ્ય છે. ભિન્ન ભિન્ન દ્રવ્યો નથી.જેમકે આમ્રફળ.) (૨) એક ગુણની એક સમયમાં જે અવસ્થા છે, તે અવસ્થામાં અધિભાગ પ્રતિચ્છેદરૂપ અંશકલ્પાને, ગુણમાં તિર્થંક અંશ કલ્પના કહે છે. અને તે પ્રત્યેક અવિભાગ પ્રતિચ્છેદને, ગુણ પર્યાય કહે છે. (૩) અર્થ પર્યાય
ગુણ પર્યાય દ્રવ્ય ગુણને પર્યાય- એ યુગલ (બેનોસમૂહ) ગુણ વિશેષ ગુણ ભેદ
ગુણ વિશેષથી દ્રવ્ય વિશેષ :સ્પર્શ, રસ, ગંધ, વર્ણથી પુદ્ગલ દ્રવ્યોનું અસ્તિત્વ
જણાય છે, તેમ અહી અમૂર્ત દ્રવ્યોનું અસ્તિત્વ તેમનાં વિશેષ લક્ષણોથી પ્રગટ કરવામાં આવ્યાં છે.
(૧) ચૈતન્ય પરિણામરૂપ લક્ષણ અનુભવમાં આવતું હોવાથી અનંત જીવ દ્રવ્યોનું
અસ્તિત્વ જણાય છે. જીવાદિ સમસ્ત દ્રવ્યો જેના નિમિત્તે અવગાહ (અવકાશ) પામે છે, એવું કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય લોકાલોક વ્યાપી આકાશ છે.
(૨) જીવ પુદ્ગલોની ગતિ કરતાં જણાય છે, તેથી જેમ માછલાંને ગતિમાં નિમિત્તભૂત જળ છે તેમ જીવ-પુદ્ગલો ને ગતિમાં નિમિત્તભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય લોકવ્યાપી ધર્મદ્રવ્ય છે.