________________
ખોળવા ગોતવા; શોધવા. (ખોળવું = ગોતવું; શોધવું.) ખોવાઈ ગયો અટવાઈ ગયો ગ્રહણ કરવું :જાણવું ગગનમંડળ :ચિદાકાશ ગચ્છ મોક્ષમાર્ગ ઉપર ગમન કરવાને “ગચ્છ કહેવાય છે. (૨) સમુદાય, ગણ,
સંઘ, સાધુસમુદાય, એક આચાર્યનો પરિવાર ગંગાઈ ગૂંથાઇ ગજ હાથી (૨) ૨૦ ઇંચ સામાન્ય રીતે એક હાથ આંગળાથી કોણી સુધીનો) ૨૦
ઇંચનો હોય છે.પરંતુ દરેક હાથ ૨૦ ઇંચનો હોતો નથી. તેથી કહવત પડી કે દરેક પોતાના ગજ (હાથ) થી માપે છે. (૨) ચોવીસ તસુનું લંબાઈનું માપ.
(૩) ચોવીસ ઇંચનું માપ ગંજ :ઢગલો; સમૂહ; ભંડાર (૨) (જથ્થાબંધ) અનાજનું બજાર. ગંજન :નાશ; જુલમ; પરાભવ. ગુજ્ય :ગુંજારવ; દિવ્યધ્વનિ આત્મામાંથી ઊડ્યા કરે. (૨) ગૂજ્ય ગૂઢ ગૃહ્યુ
રહસ્યમય વાત; સમજાય છે. ગજસુકુમાર :શ્રીકૃષ્ણ વાસુદેવના નાનાભાઇ ગુડપ થઈ જવું સમાઇ જવું, મગ્ન થઇ જવું, ભળી જવું. ગડમથલ :ઘડમથલ = નિરર્થક મહેનત; નિરર્થક વિચારણા; નિરર્થક વાટાઘાટ. ગુઢ:ગહન, રહસ્યમય; ન સમજાય તેવું; અકથિત; છુપાયેલું, ઢંકાઇને રહેલું (૨)
ગંભીર. (૩) ગહન, ન સમજાય એવું, ઇન્દ્રિયાતીત. ગણ સાધુ, મુનિઓનો સમૂહ (૨) ગણિના અનુચરોમાંનો પ્રત્યેક અનુચર; મુનિ.
(૩) રત્નત્રય જ ‘ગણ” કહેવાય છે. ગુણ :પ્રશ્ન:- ગુણને ઉત્પાદ- વ્યય હોય નહિ. જો ઉત્પાદ ધૃવત્વ ગુણ કેમ કહ્યા?
ઉત્તરઃ- ગુણોને તો ઉધ્ધાર વ્યય હોય નહિ એ બરાબર છે. જે ધ્રુવ છે એ પણ અહીં તો ઉત્પાદ-વ્યય-ધૃવત્વ શક્તિ છે એ ગુણ છે તે ધ્રુવ છે. એ આત્મદ્રવ્યનો ગુણ છે. જેના કારણે દ્રવ્ય નવી પર્યાયપણે ઉપજે અને પૂર્વપર્યાયપણે નાશ પામે એ દ્રવ્યપણે ધ્રુવ-કાયમ રહે. આવી શક્તિ
૩૧૬ (ઉત્પાદ-વ્યય-ધુવ7) આત્મામાં નિત્ય રહેલી છે, ભગવાન નિત્યાનંદ સ્વરૂપ આત્મામાં જે અનંત શક્તિઓ છે તે બધી નિત્ય છે, ધ્રુવ છે. (૨) દ્રવ્યના પૂરા ભાગમાં અને તેની સર્વ હાલતોમાં જે રહે તેને ગુણ કહે છે. (૩) અંશ; અવિભાગ પરિચ્છેદ. (જીવમાં અગુરુલઘુત્વ નામનો સ્વભાવ છે. તે સ્વભાવ જીવને સ્વરૂપ પ્રતિકાત્વના (અર્થાત્ સ્વરૂપમાં રહેવાના) કારણભૂત છે. ના અવિભાગ પરિચ્છેદોને અહીં અગુરુલઘુગુણો (અંશો) કહ્યા છે. (૪) અક્રમે પ્રવર્તે તે ગુણ; સહવર્તી પ્રવર્તે ને ગુણ (૫) દ્રવ્યના પૂરા ભાગમાં ને તેની સર્વ હાલતોમાં જે રહે તેને ગુણ કહે છે. (૬) અંશ અવિભાગ પ્રતિચ્છેદ (૭) શક્તિ (૮) સહવર્તી પર્યાય, ગુણોબધા દ્રવ્યમાં એકસાથે રહે છે તેથી ગુણને સહવર્તી પર્યાય કહેલ છે. આ સઘળા ગુણીને એક દ્રવ્યપીને બેઠું છે એટલે તે અનંત ગુણો દ્રવ્યમાં અભેદપણે છે, કદી ભેદરૂપ થતા નથી, માટે દ્રવ્ય એકરૂપ છે. (૯) વિશિષ્ટગુણના ધારક, દીક્ષા આપનાર; આચાર્ય; શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિના સાધક (૧૦) ત્રિકાળી શક્તિ (૧૧) અંશ; વિભાગ પરિચ્છેદ. (સર્વ દ્રવ્યોની માફક ધર્માસ્તિકાયમાં અગુરુલઘુત્વ નામનો સ્વભાવ છે. તે સ્વભાવ ધર્માસ્તિકાયને સ્વરૂપ પ્રતિષ્ઠત્વના (અર્થાત સ્વરૂપમાં રહેવાના) કારણભૂત છે. તેના અવિભાગ પરિચ્છેદોને અહીં અગુરુલઘુ ગુણો (અંશો) કહ્યા છે.) (૧૨) લક્ષણ (૧૩) ત્રિકાળવર્તી પર્યાયોનો સમૂહ જ, ગુણ કહેવાય છે. (૧૪) ગુણ ત્રિકાળ હોય છે. (૧૫) ગુણનું લક્ષણ સહભૂત છે. સહ એટલે દ્રવ્યની સાથે છે, ભૂ એટલે સત્તા, દ્રવ્યમાં જે સદાકાળ પ્રાપ્ત છે તેને ગુણ કહીએ, આત્મામાં ગુણ બે પ્રકારે છે. જ્ઞાન-દર્શનાદિ અસાધારણ ગુણ છે, બીજા દ્રવ્યમાં તે હોતા નથી. અસ્તિત્વ, વસ્તૃત્વ,પ્રમેયત્વાદિ, સાધારણ ગુણ છે, બીજા દ્રવ્યોમાં પણ હોય છે. (૧૬) જે દ્રવ્યના સર્વ ભાગોમાં અને તેની સર્વ અવસ્થામાં રહે, તેને ગુણ કહે છે. (૧૭) પર્યાય પણ અર્થ થાય છે. (સમયસાર ગાથા. ૩૭૨) (૧૮) ગુણ ત્રણ પ્રકારના હોય છે. સાધારણ, અસાધારણ તથા સાધારણઅસાધારણ. અસ્તિત્વ, વસ્તત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશત્વ અને દ્રવ્યાત્વાદિ ગુણ સાધારણ છે. કારણકે આ છે ગુણો પ્રત્યેક દ્રવ્યમાં હોય છે.