________________
૩૦૪
તું જ છે. માત્ર તારા નયનની આળસે તે તારા કારણને જોયું. નથી તેથી જ તારું કાર્ય અટકયું છે. હવે તો અંતરમાં નજર કરીને, આ કારણને દેખ... આ કારણનો સ્વીકાર
કરી, તેનો આશ્રય કરતાં તારું નિર્મળ કાર્ય થઇ જશે. કારણ સમયસાર સ્વરૂપ ભગવાન આત્માનો ત્રિકાળ શક્તિરૂપ જે શ્રદ્ધા, જ્ઞાન ને
દર્શનનો સ્વભાવ છે તે કારણ સમયસાર સ્વરૂપ છે. અર્થાત્ પૂર્ણ શાન્તિ,
પૂર્ણજ્ઞાનને પૂર્ણ સુખના કારણ સ્વરૂપ ભગવાન આત્માનો ત્રિકાળી ભાવ છે. કારણ સમયસાર કારણ સ્વભાવજ્ઞાન સહજ દર્શન, સહેજ ચારિત્ર, સહજ સુખ
અને સહજ પરમ ચિન્શક્તિરૂપ નિજ કારણસમયસારનાં સ્વરૂપોને યુગ૫૬
જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે. આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું. કારણ સમયસાર સ્વરૂપ આત્માનો ત્રિકાળ શક્તિરૂપ જે શ્રદ્ધા, જ્ઞાન ને દર્શનનો
સ્વભાવ છે તે કારણ સમયસાર સ્વરૂપ છે. એટલે કે પૂર્ણ શાન્તિ, પૂર્ણ જ્ઞાન ને પૂર્ણ સુખના કારણ સ્વરૂપ એવા ભગવાન આત્માનો ત્રિકાળી ભાવ છે. સખનું કારણ બહારમાં નથી, બહારની ચીજમાંથી સુખ મળે એમ નથી. અંતરમાં જે શ્રદ્ધા, જ્ઞાન, દર્શન, આનંદનો કારણસમયસાર સ્વરૂપ નિજ સ્વભાવ છે તેના આશ્રય સિવાય સુખનો કોઇબીજો મારગ ભગવાને જોયો
નથી અને તે પણ નહિ. કારણ શાન સ્વભાવ શાન ઉપયોગ આ ઉપયોગ નિરપેક્ષ છે, તે પ્રગટ રૂપ નથી;
વર્તમાનમાં ધ્રુવપણે છે. તેમાં ઉત્પાદ-વ્યય નથી. આ ઉપયોગ બધા જીવોમાં વર્તે છે. આ ઉપયોગ અનાદિ અનંત એકરૂપ છે. તેનો આશ્રય કેવળજ્ઞાન પ્રગટવાનું કારણ છે. કારણ સ્વભાવ જ્ઞાનઉપયોગ વર્તમાન-વર્તમાન છે. પણ તેમાં પ્રગટરૂપ પરિણમન નથી. તેમાંથી જે કેવળ જ્ઞાન વગેરે કાર્યરૂપ પર્યાય પ્રગટે છે તે તેનું સાપેક્ષ પરિણમન છે. કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગનું સહજ આનંદ, સહજ જ્ઞાન વગેરેને જાણવાનું સામર્થ્ય છે અને
આનંદદાતા છે. કારણ સ્વભાવશાન :નિજ પરમાત્મામાં રહેલાં રહેલાં જુઓ પોતાનો આત્મા કહે
છે, પરમાત્મા સ્વરૂપ જ છે. પરમાત્મા પરમ+ આત્મા = પરમ સ્વરૂપ.
આહાહા! એવા ત્રિકાળ નિજ પરમ સ્વરૂપ પરમાત્મામાં રહેલાં છે શું? કે સહજ દર્શન-સ્વાભાવિક ત્રિકાળી દર્શન, સહજ ચારિત્ર સ્વાભાવિક ત્રિકાળી ચારિત્ર, સહજ સુખ-સ્વાભાવિક ત્રિકાળી સુખ, અને સહજ પરમ ચિન્શક્તિરૂ૫ અર્થાત્ સ્વાભાવિક પરમ જ્ઞાન-શકિતરૂપ નિજ કારણ સમયસારનાં સ્વરૂપો..., અહાહા! તેને યુગ૫ જાણવાને સમર્થ હોવાથી, કહે છે, આ કારણે સ્વભાવ જ્ઞાન પણ તેવું જ છે. અહાહા...! ત્રિકાળી જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય ને ચારિત્ર આદિરૂપ અંદર વસ્તુનું ત્રિકાળી સ્વરૂપ છે. અહાહા....! અંદર જે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા કારણ સમયસાર સ્વરૂપ બિરાજે છે તેના સ્વરૂપને એ અંતરનું જ્ઞાન (કારણ સ્વભાવજ્ઞાન) એક સાથે યુગપ જાણવાને સમર્થ છે. આ શક્તિની વાત છે હો! અહા! કારણ સ્વભાવજ્ઞાન જો કે છે તો ધ્રુવ-વ ત્રિકાળ, છતાં તેનું સામર્થ્ય તેની શક્તિ-તાકાત આવી છે, એમ અહીં વાત છે. અહાહા...! વસ્તુનું સ્વરૂપ અંદર ધ્રુવ...ધ્રુવ.... ધ્રુવ. એવું ત્રિકાળ ઉત્પાદવ્યય વિનાનું છે. અર્થાત્ સહજદર્શન ઉત્પાદ-વ્યય વિનાનું છે, સહજ ચારિત્ર ઉત્પાદ-વ્યય વિનાનું છે, સહજ સુખ ઉત્પાદ વ્યય વિનાનું છે, અને સહજજ્ઞાન પણ ઉત્પાવ્યય વિનાનું છે. અહા...! આવી ઉત્પાદ-વ્યય સહિત ત્રિકાળી શક્તિઓરૂપ જે વસ્તુ કારણ સમયસારનું પૂર્ણ સ્વરૂપ છે તેને કહે છે અંદરનું કારણ સ્વભાવ જ્ઞાન જાણવા સમર્થ છે, લ્યો, આ નિજ
વૈભવ.
કારણ સામાન્યનું લક્ષણ પ્રત્યક્ષ, કારણ અને નિમિત્ત એ અકાર્યવાચી નામ છે.
જેના નિમિતથી વસ્તુ ઉત્પન્ન થાય છે તે સાધન છે, સાધન અર્થાત્ કારણ. કારણજીવ :ત્રિકાળી જ્ઞાનદર્શનમય જીવસ્તુ તે કારણજીવ છે. કારણદર્શન :કારણદષ્ટિ; કારણ શ્રદ્ધા; કારણ માન્યતા. કારણદ2િ :અંદર જે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ, ત્રિકાળ દર્શન સ્વરૂપને ત્રિકાળ
શ્રદ્ધાસ્વરૂપ સ્વભાવ છે તેને કારણદષ્ટિ કહે છે. અને તે કારણ દષ્ટિનો ખરેખર શુદ્ધાત્માની, અહાહા! જે ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે તેની, અર્થાત્ એક સમયની પર્યાય (૨) શુદ્ધાત્મા જે ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ, ત્રિકાળ