________________
પોતે પ્રગટ થયો તેથી, તે સ્વયંભૂ કહેવાય છે. (૨) કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ-એ છ કારકોનાં નામ છે.
પરના
આ છ કારકો, વ્યવહાર અને નિશ્ચય એમ બે પ્રકારનાં છે, જ્યાં નિમિત્તથી, કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં વ્યવહારકારકો છે. અને જ્યાં પોતાના જ ઉપાદાન કારણથી, કાર્યની સિદ્ધિ કહેવામાં આવે, ત્યાં નિશ્ચયકારકો છે.
શુદ્ધ ઉપયોગની ભાવનાના પ્રભાવથી, સમસ્ત ઘાતિકર્મો નષ્ટ થયાં હોવાથી, જેણે શુદ્ધ અનંતશક્તિવાળો ચૈતન્યસ્વભાવ પ્રાપ્ત કર્યો છે, એવો આ (પૂર્વોક્તિ)
આત્મા,
(૧) શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાયકસ્વભાવને લીધે, સ્વતંત્ર હોવાથી, જેણે કર્તાપણાનો અધિકાર ગ્રહણ કર્યો છે એવો,
(૨) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે, પરિણમવાના સ્વભાવને લીધે, પોતે જ પ્રાપ્ય હોવાથી (પોતે જ પ્રાપ્ત થતો હોવાથી) કર્મપણાને અનુભવતો, (૩) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે, પરિણમવાના સ્વભાવને લીધે, પોતે જ સાધકતમ (ઉત્કૃષ્ટ સાધન) હોવાથી કરણપણાને ધરતો,
(૪) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે, પરિણમવાના સ્વભાવને લીધે, પોતે જ કર્મ વડે સમાશ્રિત થતો હોવાથી, (અર્થાત્ કર્મ પોતાને જ દેવામાં આવતું હોવાથી) સંપ્રદાનપણાને ધારણ કરતો,
(૫) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે, પરિણમવાના સમયે પૂર્વે પ્રવર્તેલા, વિકળજ્ઞાનસ્વભાવનો નાશ થવા છતાં, સહજ જ્ઞાનસ્વભાવ વડે, પોતે જ ધ્રુવપણાને અવલંબતો હોવાથી, અપાદાનપણાને ધારણ કરતો, અને (૬) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે, પરિણમવાના સ્વભાવનો પોતે જ આધાર હોવાથી, અધિકરણપણાને આત્મસાત્ કરતો-(એ રીતે), સ્વયમેવ છ કારકરૂપ થતો હોવાથી અથવા ઉત્પત્તિ-અપેક્ષાએ દ્રવ્ય-ભાવ-ભેદે ભિન્ન ઘાતિકર્મોને દૂર, કરીને સ્વયમેવ આવિર્ભૂત થયો હોવાથી, સ્વયંભૂ કહેવાય છે. પ્ર.સાર ગાથા-૧૬
૩૦૨
છ પ્રકારના કારકો છેઃ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, આ સર્વકારકો પોતાની શુદ્ધ અનુભૂતિને લીધે છે.
છ પ્રકારના કારકો છે : કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણરૂપ કારકો.
રાગદ્વેષનો હું કર્તા નથી, રાગ દ્વેષ મારાં કામ રહ્યા નથી, રાગદ્વેષનું હું સાધન નથી, રાગદ્વેષને મેં રાખ્યા નથી, રાગદ્વેષ મારામાંથી થયા નથી. અને રાગ દ્વેષ તે મારા આધારે રહ્યા નથી. આ કોણ વિચારે છે? ધર્મીજ્ઞાની જીવ વિચારે છે કે, મારા સ્વભાવમાં આ છ પ્રકારો છે જ નહિ, મારા આધારે આ રાગદ્વેષ થયા હોય તેમ, ત્રણ કાળમાં છે જ નહિ. કારકોના નામ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન એ અધિકરણ. જે
જ
સ્વતંત્રપણે (સ્વાધીન પણે) કરે, તે કર્તા; કર્તા જેને પહોંચે, પ્રાપ્ત કરે, તે કર્મ; સાધકતમ આર્થાત્ ઉત્કૃષ્ટ સાધન, તે કારણ; કર્મ જેને દેવામાં આવે કારગત ઃઅસર; સફળ ફતેહમંદ.
કારણ :સાધન; ઉપાય. (૨) બે છે; ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. (૩) કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે.
કારણ અને કાય પદાર્થો કારણ છે, અને તેમના શેયાકારો (દ્રવ્ય-ગુણ-પર્યાયો),
કાર્ય છે.
કારણ અને કાર્ય :
૧. પૂર્વ પર્યાય કારણ અને ઉત્તર પર્યાય કાર્ય, એમ પણ કહેવાય. જેમ કે મોક્ષમાર્ગ તે કારણ, ને મોક્ષ તે કાર્ય.
૨. અનેક વર્તમાન પર્યાયોમાં એક કારણ ને, બીજું કાર્ય એમ પણ કહેવાય. જેમ કે સમ્યજ્ઞાન તે કારણ, ને સુખ કાર્ય.
3. દ્રવ્ય કારણ અને પર્યાય કાર્ય, એમ પણ કહેવાય. જેમ કે, સમ્યગ્દર્શનનું કારણ શુદ્ધભૂતાર્થ આત્મા.
કારણ આત્મા :ત્રિકાળી ધ્રુવ શુદ્ધ ચૈતન્યતત્ત્વ અંદર નિત્ય વિરાજે છે તે કારણ
આત્મા છે, અને તે તું પોતે જ છો. જે મોક્ષની કાર્ય દશા, પરમ અતીન્દ્રિય