________________
૧. કર્તા= જે સ્વતંત્રતાથી (સ્વાધીનતાથી) પોતાનાં પરિણામ કરે, તે કર્તા છે.
(પ્રત્યેક દ્રવ્ય પોતામાં સ્વતંત્ર વ્યાપક હોવાથી પોતાનાં જ પરિણામોનો કર્તા
૨. કર્મ = (કાર્ય) કર્તા જે પરિણામને પ્રાપ્ત કરે છે, તે પરિણામ-તેનું કર્મ છે. ૩. કરણ = તે પરિણામના સાધકતમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધનને કરણ કહે છે. ૪. સંપ્રદાન = કર્મ (પરિણામ-કાર્ય) જેને દેવામાં આવે અથવા જેને માટે કરવામાં
આવે છે, તેને સંપ્રદાન કહે છે. ૫. અપાદાન = જેમાંથી કર્મ કરવામાં આવે છે, તે ધૂવવસ્તુને અપાદાન કહેવામાં
આવે છે. ૬. અધિકરણ = જેમાં અથવા જેના આધારે કર્મ કરવામાં આવે છે, તેને અધિકરણ
કહે છે. કાકો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, એ જ કારકોનાં નામ
. જે સ્વતંત્રપણે (સ્વાધાનપણે) કરે તે કર્તા; કર્તા જેને પહોંચે -પ્રાપ્ત કરે, તે કર્મ; સાધક તમ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધન, તે કરણ; કર્મ જેને દેવામાં આવે અથવા જેના માટે કરવામાં આવે, તે સંપ્રદાન; જેમાંથી કર્મ કરવામાં આવે તેવી ધ્રુવ વસ્તુ, તે અપાદાન; જેમાં અર્થાત્ જેના આધારે કર્મ કરવામાં આવે, તે અધિકરણ. આ છે કારકો વ્યવહાર અને નિશ્ચય, એમ બે પ્રકારનાં છે. જ્યાં પરના નિમિત્તથી કાર્યની સિદ્ધિ કહેવામાં આવે ત્યાં વ્યવહાર કારકો છે. એ
જ્યાં પોતાના જ ઉપાદાન કારણથી, કાર્યની સિદ્ધિ કહેવામાં આવે, ત્યાં નિશ્ચય કારકો છે. વ્યવહાર કારકોનું દૃષ્ટાંત, આ પ્રમાણે છે : કુંભાર કર્તા છે; ઘડો કર્મ છે દંડ, ચક, દોરી વગેરે કરણ છે. જળ ભરનાર માટે કુંભાર ઘડો કરે છે, તેથી જળ ભરનાર સંપ્રદાન છે; ટોપલામાંથી માટી લઈને ઘડો કરે છે, તેથી ટોપલો અપાદાન છે; જમીનના આધારે ઘડો કરે છે, તેથી જમીન અધિકરણ છે. આમાં બધાંય કારકો જુદાં જુદાં છે. અન્ય કર્તા છે. અન્ય કર્મ છે. અન્ય કરણ છે, અન્ય સંપ્રદાન, અન્ય અપાદાન અને અન્ય અધિકરણ છે. પરમાર્થે કોઈ દ્રવ્ય, કોઈનું કર્તાહર્તા થઈ શકતું નથી. માટે આ છ વ્યવહાર કારકો અસત્ય
૩૦૧ છે. તેઓ માત્ર ઉપચરિત, અસભૂત વ્યવહારનયથી કહેવામાં આવે છે. નિશ્ચયથી કોઈ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ છે જ નહિ. નિશ્ચય કારકોનું દૃષ્ટાંત આ પ્રમાણે છે : માટી સ્વતંત્રપણે ઘડારૂપ કાર્યને પહોંચે છે - પ્રાપ્ત કરે છે તેથી માટી કર્તા છે અને ઘડો કર્મ છે; અથવા, ઘડો માટીથી અભિન્ન હોવાથી માટી પોતે જ કર્મ છે; પોતાના પરિણમન સ્વભાવથી માટીએ, ઘડો કર્યો તેથી માટી જ કરણ છે; માટી એ ઘડારૂપ કર્મ પોતાને જ આપ્યું તેથી માટી પોતે જ સંપ્રદાન છે; માટીએ પોતાનામાંથી પિંડરૂપ અવસ્થા નષ્ટ કરીને ઘડારૂપ કર્મ કર્યું અને પોતે તો ધ્રુવ રહી તેથી પોતે જ આપાદન છે; માટીએ પોતાના જ આધારે ઘડો કર્યો, તેથી પોતે જ અધિકરણ છે. આ રીતે નિશ્ચયથી છે કે કારકો એક જ દ્રવ્યમાં છે. પરમાર્થે એક દ્રવ્ય બીજાને સહાય નહિ કરી શકતું હોવાથી અને દ્રવ્ય પોતે જ, પોતાને, પોતાનાથી, પોતાને માટે, પોતાનામાંથી અને પોતાનામાં કરતું હોવાથી, આ નિશ્ચય છે કારકો જ પરમ સત્ય છે. શુદ્ધોપયોગમાં લીન આત્મા, પોતે જ છે કારકરૂપ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. તે આત્મા પોતે અનંત શક્તિવાળા, જ્ઞાયકસ્વભાવ વડે સ્વતંત્ર હોવાથી પોતે જ કર્તા છે પોતે અનંત શક્તિવાળા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો હોવાથી કેવળજ્ઞાન કર્મ છે અથવા કેવળજ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે; પોતાના અનંત શક્તિવાળા પરિણમન સ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધન વડે, કેવળજ્ઞાન કરતો હોવાથી, આત્મા પોતે જ કરણ છે પોતાને જ કેવળજ્ઞાન દેતો હોવાથી આત્મા પોતે જ સંપ્રદાન છે; પોતાનામાંથી મતિમૃતાદિ અપૂર્ણ દૂર કરી કેવળજ્ઞાન કરતો હોવાથી એ પોતે સહજ જ્ઞાન સ્વભાવ વડે ધ્રુવ રહેતો હોવાથી પોતે જ અપાદાને છે. પોતાનામાં જ અથવા પોતાના જ આધારે કેવળજ્ઞાન, કરતો હોવાથી પોતે જ અધિકરણ છે. આ રીતે સ્વયં (પોતે જ) છ કારકરૂપ થતો હોવાથી તે સ્વયંભૂ કહેવાય છે. અથવા, અનાદિ કાળથી અતિ દઢ બંધાયેલા, (જ્ઞાનાવરણ, દર્શનાવરમ, મોહનીય અને અંતરાયરૂપ) દ્રવ્ય તેમજ ભાવ ઘાતિકર્મને નષ્ટ કરીને, સ્વયમેવ આવિર્ભત થયો; અર્થાત્ કોઈની સહાય વિના પોતાની મેળે જ,