________________
પરિણામોના ઘાતોને કષાય કહે છે, કષાયના સોળભેદ છે-અનંતાનું બંધી-૪
અપ્રત્યાખ્યાનાવરણીય ૪, પ્રત્યાખ્યાનાવરણીય-૪ અને સંજવલન ૪ (૭) જ્ઞાનવર્ગણા=જ્ઞાનના આઠ ભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મનઃ પર્યય, કેવળ
તથા કુમતિ, કુશ્રુત અને કુઅવધિ (૮) સંયમ =અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ વ્રત ધારણ
કરવા, ઇર્યાપથી આદિ પાંચ સમિતિનું પાલન, ક્રોધ-માન, માયા, લોભ એ ચાર કષાયનો નિગ્રહ કરવો. મન, વચન, કાયાના ત્રણ યોગોને રોકવા, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ
આદિ પાંચ ઇન્દ્રિયો પર વિજય કરવાને સંયમ કહે છે. (૯) દર્શન દર્શન માર્ગણાના ચાર ભેદ છે. ચક્ષુદર્શન, અચક્ષુ,દર્શનઅવધિદર્શન
અને કેવળ દર્શન (૧૦) શ્યા=લેશ્યા માર્ગણાના છ ભેદ છે. કૃષ્ણ, નીલ, કપોત, પીત પા અને
શુકલ (૧૧) ભવ્ય= ભવ્ય માર્ગણાના બે ભેદ છે- ભવ્ય અને અભિવ્ય (૧૨) સમ્યકત્વ=તત્ત્વાર્થ શ્રદ્ધાનને સમ્યક્ત કહે છે. સખ્યત્વે માર્ગણાના છે ભેદ
છે. ઉપશમ સમ્યકત્વ, ક્ષયોપશમસમ્યકત્વ, ક્ષાયિક સમ્યત્વ,
સમ્યકમિથ્યાત્વ, સાસાદન અને મિથ્યાત્વ (૧૩) સંજ્ઞી =જેમાં સંજ્ઞા હોય તેને સંજ્ઞી કહે છે. દ્રવયમન દ્વારા શિક્ષાદિ ગ્રહણ
કરવાને સંજ્ઞા કહે છે. તેના બે ભેદ છે-સંજ્ઞી અને અસંણી (૧૪) આહાર=દારિક આદિ શરીર અને પર્યાતિને યોગ્ય પુદગલોને ગ્રહણ
કરવાને આહાર કહે છે. આહાર માર્ગણાના બે ભેદ છે-આહારક અને
અનાહારક કાય વ્યાપાર પૂર્વક કાયાની હલનચલનાદિ ક્રિયા થવી. કાયગAિ :કાયા તરફ ઉપયોગ ન જતાં, આત્મામાં જ લીનતા. કાયગતિ કાયાને હાલવા ન દેવી તે કાયગૃતિ કાય : જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પદાર્થો અવયવી છે. પ્રદેશો |
નામના તેમના જે અવયવો છે તેઓ પણ પરસ્પર વ્યતિરેકવાળા હોવાથી,
૨૯૯ પર્યાયો કહેવાય છે. તેમની સાથે તે (પાંચ) પદાર્થોને, અનન્યપણું હોવાથી, કાયત્વસિદ્ધિ ઘટે છે. પરમાણુ (વ્યક્તિ અપેક્ષાએ નિરવ હોવા છતાં, તેને સાવયવ પણાની, શક્તિનો સદ્ભાવ હોવાથી, કાયવસિદ્ધિ નિરપવાદ છે. ત્યાં એવી આશંકા કરવી યોગ્ય નથી કે પલ સિવાયના પદાર્થો અમૂર્તપણાને લીધે અવિભાજ્ય હોવાથી તેમના સવાયવપણાની કલ્પના, ન્યાયવિરુદ્ધ (ગેર વ્યાજબી) છે. આકાશ અવિભાજ્ય હોવા છતાં તેમાં આ ઘટાકાશ છે. આ અઘટાકાશ (અથવા પરાકાશ) છે, એવી વિભાગ કલ્પના કરવામાં આવે જ છે. જો ત્યાં (કથંચિત) વિભાગ ન કલ્પવામાં આવે, તો જે ઘટાકાશ છે તે જ (સર્વથા) અઘટાકાશ થાય; અને તે તો ઈષ્ટ (માન્ય) નથી. માટે કાળાણુઓ સિવાય, બીજા બધાને વિષે કયત્વ નામનું સાવવપણું નકકી કરવું. વળી ધર્મ, અધર્મ અને આકાશ, - એ પ્રત્યેક પદાર્થ ઊર્ધ્વઅધો-મધ્ય એવા લોકના (ત્રણ) * વિભાગરૂપે પરિણત હોવાથી, તેમને કાયત નામનું સાવયવપણું છે, એમ અનુમાન કરી શકાય છે. દરેક જીવને પણ ઊર્ધ્વ-અધો-મધ્ય એવા લોકના (ત્રણ) વિભાગરૂપે, પરિણત લોકપૂરણ અવસ્થારૂપ વ્યક્તિની શક્તિનો સદા, સદ્ભાવ હોવાથી જીવોને પણ કાયત નામનું સાવયવપણું છે, એમ અનુમાન કરી જ શકાય છે. પુદ્ગલો પણ ઊર્ધ્વ-અધો-મધ્ય એવા લોકના (ત્રણ) વિભાગરૂપે, પરિણત મહાત્કંધપણાની પ્રાપ્તિની વ્યક્તિવાળાં અથવા શક્તિવાળાં હોવાથી તેમને પણ તેવી (કાયત્વ નામની) સાવયવપણાની સિદ્ધિ છે જ. * જો લોકના ઊર્ધ્વ; અધઃ અને મધ્ય, એવા ત્રણ ભાગ છે તો પછી, આ ઊર્ધ્વલોકનો આકાશભાગ છે, આ અવલોકનો આકાશભાગ છે અને આ મધ્યલોકનો આકાશભાવ છે એમ આકાશના ત્રણ વિભાગ કરી શકાય છે. અને તેથી તે સાવયવ, અર્થાત્ કાયત્વવાળું એમ સિદ્ધ થાય છે. એ જ રીતે ધર્મ અને
અધર્મ પણ સાવયવ અર્થાત્ કાયત્વવાળાં છે. કાયનો ઉત્સર્ગ કરીને કાયાને છોડીને, અર્થાત કાયાની ઉપેક્ષા કરીને. કાયપાતી :કાયાથી જેનું પતન થાય છે તે.