________________
૩૦૩
કારણ પરમાત્મા :ભાઇ! કારણપરમાત્મા તો અંદર ત્રિકાળ એક જ્ઞાયક ભાવ૫ણે
બિરાજી રહ્યો છે પણ એને અંતર્મુખપણે પ્રતીતિ માં આવે ત્યારે હું કારણ પરમાત્મા છું એમ ભાવ થાયને? પ્રતીતિમાં આવ્યા વિના એને કારણપરમાત્મા ક્યાં છે? ભગવાનપૂર્ણાનંદ સ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યનું સમ્યક શ્રદ્ધાન થાય તેને “હું કારણ પરમાત્મા સ્વરૂપ છું.” એમ ભાસે છે ને તેને કાર્ય(કાર્ય પરમાત્મા) પ્રગટે છે. જે એક સમયની પર્યાય અને રાગની શ્રદ્ધામાં રહ્યો છે તેને કારણ પરમાત્મા કેમ ભાસે? તેને કાર્ય કયાંથી પ્રગટે? (૨) નિત્ય, ધ્રુવ, શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે. ત્રિકાળી દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ એ તેનો સહજ ત્રિકાળ અકૃત્રિમ સ્વભાવ છે. તથા તેમાં એક કારણ દષ્ટિ એટલે કે ત્રિકાળ શું શક્તિરૂપ એક શ્રદ્ધાનો સ્વભાવ છે. અહા! આવો ભગાવન આત્મા કારણ સમયસારૂ અર્થાત્ કારણ પરમાત્મા
સુખની કાર્ય દશા પ્રગટ થાય છે, તેના કારણપણે અંદર નિત્ય વિરાજમાન |
કારણ તત્ત્વ-કારણ પરમાત્મા પ્રભુ! તું પોતે જ છો. કારણ કોને કહે છે? :કાર્યની ઉત્પાદક સામગ્રીને કારણ કહે છે. કારણ દરિ દર્શન ને શ્રદ્ધારૂપ ત્રિકાળી ભાવ. (૨) ત્રિકાળ સ્વરૂપ શ્રદ્ધા (૩)
ત્રિકાળી દર્શનોપયોગ; વા ત્રિકાળી શ્રદ્ધા. (૪) જાણું, દેખવું ને શ્રદ્ધવુંએવો જે સ્વરૂપ સ્થિત ત્રિકાળી નિજ સ્વભાવ છે, તેના સત્તામાત્રહોવાપણા માત્ર નિજ વસ્તુ છે. લ્યો, આ કારણ દટિના, અર્થાત્ દર્શન ને શ્રદ્ધારૂપ ત્રિકાળી ભાવના હોવા માત્ર પણે વસ્તુ છે. ભારે વાતુ ભાઇ! અંદર જે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ, ત્રિકાળ દર્શન સ્વરૂપ ને ત્રિકાળ શ્રદ્ધાસ્વરૂપ સ્વભાવ છે, તેને કારણદષ્ટિ કહે છે. અને તે કારણદષ્ટિ તો ખરેખર શુદ્ધાત્માની છે.જે ત્રિકાળ ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે તેની, અર્થાત્ એક સમયની પર્યાય નામ વિશેષ સિવાયનો જે આનંદનો કંદ, ધુવધામ પ્રભુ આત્મા છે તેની સ્વરૂપ શ્રદ્ધા માત્ર છે. પર્યાય છે તે વિશેષ જે ભગવાન આત્મા છે તે શ્રદ્ધાત્માની સ્વરૂપ શ્રદ્ધામાત્ર છે. તો તે સિવાયનો ત્રિકાળ સામાન્ય એવો કારણ દષ્ટિ છે. ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમાત્ર સ્વરૂપમાં જે શક્તિરૂપ શ્રદ્ધા પડી છે તેને કારણદષ્ટિ કહે છે. કે જેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શનરૂપી કાર્ય નવીન પ્રગટ થયા છે. અહા! આવી વાતુ! સમજાણું કાંઇ? (૫) ખરેખર શુદ્ધાત્માની સ્વરૂપ શ્રદ્ધા માત્ર જ કારણ દષ્ટિ છે. આત્મામાં જે ત્રિકાળ જ્ઞાન સ્વરૂપ, ત્રિકાળ દર્શન સ્વરૂપ ને ત્રિકાળ શ્રદ્ધા સ્વરૂપ સ્વભાવ છે, તેને કારણે દૃષ્ટિ કહે છે. આ કારણ દષ્ટિ. તે શુદ્ધાત્માનું જે ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે તેની, અર્થાત્ એક સમયની પર્યાય નામ વિશેષ સિવાયનો જે આનંદનો કંદ ધૃવધામપ્રભુ આત્મા છે, તેની સ્વરૂપ શ્રદ્ધા માત્ર છે. પર્યાય છે તે વિશે છે. તો તે સિવાયનો ત્રિકાળ સામાન્ય એવો જે ભગવાન આત્મા છે, તે શુદ્ધાત્માની સ્વરૂપ શ્રદ્ધા માત્ર કારણ દષ્ટિ છે. ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય માત્ર સ્વરૂપમાં જે શક્તિરૂપ શ્રદ્ધા પડી છે, તેને કારણ દષ્ટિ કહે છે, કે જેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શનરૂપી કાર્ય નવીન પ્રગટ થાય છે.
કારણ શુદ્ધ જીવ અને કાર્ય શુદ્ધ જીવ દરેક જીવ શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે અર્થાત્
સહજજ્ઞાનાદિક સહિત છે તેથી દરેક જીવ કારણ શુદ્ધ જીવ છે. જે કારણ શુદ્ધ જીવને ભાવે છે તેનો જ આશ્રય કરે છે, તે વ્યક્તિ-અપેક્ષાઓ શુદ્ધ (કેવળજ્ઞાનાદિ સહિત) થાય છે અર્થાત કાર્યશુદ્ધ જીવ થાય છે. શક્તિમાંથી વ્યક્તિ થાય છે, માટે શક્તિ કારણ છે અને વ્યકિત કાર્ય છે. આમ હોવાથી શક્તિરૂપ શુદ્ધતાવાળા જીવને કાર્ય શુદ્ધ જીવ કહેવાય છે. (કારણ શુદ્ધ એટલે કારણ-અપેક્ષાએ શુદ્ધ; અર્થાત્ શક્તિ અપેક્ષાએ શુદ્ધ;
કાર્યશુદ્ધ એટલે કાર્ય-અપેક્ષાએ શુદ્ધ અર્થાત્ વ્યક્તિ અપેક્ષાએ શુદ્ધ કારણ શુદ્ધ પર્યાય :દ્રવ્ય-ગુણનો વર્તમાન વર્તતો સ્વ-આકાર, તે કારણ શુદ્ધ
પર્યાય છે. તે વર્તમાન કારણરૂપ છે. તેથી જેને વર્તમાન કાર્ય (સમ્યગ્દર્શનથી માંડીને મોક્ષ કાર્ય) પ્રગટ કરવું હોય, તેને તે ઉપયોગી છે. કેમ કે તે કારણનો આશ્રય કરતાં કાર્ય પ્રગટી જાય છે. દ્રવ્યથી તે કારણ શુદ્ધ પર્યાય કાંઇ જુદી નથી. દ્રવ્ય ત્રિકાળ એવું ને એવું પૂરેપુરું વર્તમાનમાં વર્તી રહ્યું છે. અરે જીવ! તું જ્યારે જો ત્યારે વર્તમાન કારણ પણે પુરું દ્રવ્ય તારી પાસે જ છે........તે