________________
સ્પર્શેન્દ્રિય દ્વારા દેખી શકાય નહિ. એક ઈન્દ્રિયથી બીજી ઈન્દ્રિયનું કાર્ય થતું નથી, શ્રાયોપથમિક જ્ઞાન તે ઈન્દ્રિયો વડે ક્રમે ક્રમે ખંડ ખંડ જાણે છે, માટે તે તે ખંડવાળું જ્ઞાન આત્માનો સ્વભાવ નથી, પરંતુ અખંડ જ્ઞાન તે આત્માનો સ્વભાવ છે. બધી ઈન્દ્રિયોનું જ્ઞાન આત્મામાં છે. પણ ઈન્દ્રિયો તો પોતપોતાના વિષયનું જ કાર્ય કરે છે. (૩) દ્રવ્ય-ઈન્દ્રિયરૂપી દ્વારો તો પાંચ છે પણ ક્ષાયોપથમિક જ્ઞાન એક વખતે એક ઈન્દ્રિય દ્વારા જ જાણી શકે છે; તે વખતે બીજી ઈન્દ્રિયો દ્વારા કાર્ય થતું નથી. ક્ષાયોપથમિક જ્ઞાન જ્યારે નેત્ર દ્વારા વર્ણને જાણવાનું જોવાનું) કાર્ય કરતું હોય છે ત્યારે તે શબ્દ, ગંધ, રસ કે સ્પર્શને જાણી શકતું નથી. અર્થાત્ જ્યારે જ્ઞાનનો ઉપયોગ નેત્ર દ્વારા વર્ણ જોવામાં રોકાયો હોય છે ત્યારે કાન પર શા શબ્દો પડે છે, નાકમાં કેવી ગંધ આવે છે વગેરે ખ્યાલ રહેતો નથી. જો કે જ્ઞાનનો ઉપયોગ એક વિષયમાંથી બીજા વિષયમાં ઝડપથી પલટાતો હોવાથી જાણે કે બધા વિષયો એકી સાથે જણાતા હોય એવી સ્કૂલ દષ્ટિએ જોતાં લાગે છે તો પણ સૂમ દષ્ટિથી જોતાં શ્રાયોપથમિક જ્ઞન એક વખતે એક જ ઇંદ્રિય દ્વારા પ્રવર્તતું સ્પષ્ટ રીતે ભાસે છે. આ રીતે ઈન્દ્રિયો પોતાના વિષયમાં પણ ક્રમે પ્રવર્તતી હોવાથી પરોક્ષ
એવું ઈન્દ્રિયજ્ઞાન હોય છે. શાયોપરિક ભાવ આ ભાવમાં કાંઇક વિકાસ ને કાંઇક આવરણ છે; જ્ઞાનાદિનો
સામાન્ય ક્ષયોપશમ ભાવ તો બધા છઠ્ઠાસ્થ જીવોને અનાદિથી હોય છે. પણ અહીં મોક્ષના કારણરૂપ ક્ષયોપશમ ભાવ બતાવવો છે-એટલે સમ્યગ્દર્શન ભાપૂર્વકનો ક્ષયોપશમ ભાવ અહીં સમજવો. કર્મનો ઉદય છે તેનો ઉદયાભાવી ક્ષય અને અનુદય છે. તે ઉપશમરૂપે અંદર સત્તામાં રહે તેના નિમિત્તે જે જીવનો ભાવ હોય તેને ક્ષયોપશમભાવ કહે છે. (૨) જે કર્મ સત્તામાં પડ્યાં છે, તે ઉદયમાં ન આવે અને દેશઘાતી કર્મોની ઉદય હોય. આ અવસ્થાનું નામ ક્ષાયોપથમિ ભાવ છે. સર્વ ઘાતી કર્મોની ઉદયાભાવી ક્ષય થવાથી અને તે જ સર્વ ધાતકર્મોનો સત્તામાં ઉપશમ હોવાથી તથા દેશઘાતી કર્મોનો ઉદય હોવાથી ક્ષાયોપથમિક કહેવાય છે. આ ક્ષાયોપથમિક જ્ઞાન કર્મસહિત છે, કેમકે સત્તામાંના કર્મોનો હજી ક્ષય થયો નથી. તેથી આ જ્ઞાન પોતાના
સ્વરૂપથી ભ્રષ્ટ છે માટે બદ્ધ કહેવાય છે તથા આ અશુદ્ધ પણ છે. (૩) આત્માના પુરૂષાર્થનું નિમિત્ત પામીને કર્મનો સ્વયં અંશે ક્ષય હોય અને સ્વયં અંશે ઉપશમ તે કર્મનો ક્ષાયોપશમ છે. અને ક્ષાયોપશ્રમિક ભાવ તે આત્માનો પર્યાય છે. આ પણ આત્માની એક સમયની પૂરતી અવસ્થા છે, તેની લાયકાત પ્રમાણેના ઉત્કૃષ્ટ કાળ સુધી પણ તે રહે છે પરંતુ સમયે સમયે બદલીને રહે છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન એ અવસ્થાઓ ક્ષાયોપથમિક ભાવ છે. (૪) ક્ષાયોપથમિક ભાવો પણ તાત્વિક દષ્ટિએ વિશુદ્ધાત્માના ભાવો નથી; કારણકે તેમની ઉત્પત્તિમાં પણ કર્મોના
યોપશમનો સંબંધ છે, દેશઘાતિ સ્પર્ધકો(કર્મણવર્ગણા-સમૂહ) નો ઉદય રહે સર્વઘાતિ સ્પર્ધકોના ઉદયાભાવી ક્ષય અને તેમ જ (અગામી કાળમાં ઉદય આવવાની અપેક્ષાએ) સહવસ્થારૂપ ઉપશમ થવાથી ક્ષાયોપથમિક ભાવ થાય છે. (૫) ક્ષાયોપથમિક ભાવના અઢાર ભેદ છે :- મતિ, શ્રુત, અવધિ, મન:પર્યયરૂપ ચાર જ્ઞાન; કુમતિ, કુશ્રુત, કુઅવધિરૂપ ત્રણ અજ્ઞાન; ચક્ષુ, અચક્ષુ, અવધિરૂપ ત્રણ દર્શન; દાન, લાભ, ભોગ, ઉપભોગ, વીર્યરૂપ પાંચ લબ્ધિઓ, એક સમ્યત્વ જેને વેદક સમ્યકત્વ કહે છે, એક ચારિત્ર (સંયમ) અને એક સંયમ સંયમ. આ અઢાર ભેદોમાં જ્ઞાન,અજ્ઞાન, દર્શન એ લબ્ધિરૂપ ભાવ પોત પોતાના આવરણ અને વીર્યાન્તરાય કર્મના શ્રયોપશમથી થાય છે. (૬) વર્તમાનમાં જ્ઞાનનો અંશ ઉઘાડ-વિકાસરૂપ છે તે. આ વકીલાત, ડૉકટરને જજના જ્ઞાનનો જે વર્તમાનમાં ઉઘાડ છે તે અજ્ઞાનનો #ાયોપથમિક ભાવ છે અને તેનાથી આત્મા ગમ્ય નથી. એક કદાચિત સાચા જ્ઞાનનો ક્ષાયોપમિક ભાવ હોય તો ય તેના આશ્રયે આત્મા ગમ્ય નથી એમ કહે છે. શું આ ભાવમાં, કાંઇક વિકાસને કાંઇક આવરણ છે; જ્ઞાનાદિનો સામાન્ય ક્ષયોપશમ ભાવ, તો બધા છદ્મસ્થ જીવોને, અનાદિથી હોય છે, પણ અહીં મોક્ષના કારણરૂપ ક્ષયોપશમભાવ, બતાવવો છે- એટલે સમ્યગ્દર્શનપૂર્વકનો ક્ષયોપશમભાવ અહીં સમજવો. કર્મનો ઉદય છે, તેનો ઉદયાભાવી ક્ષય અને અનુદય છે, તે ઉપશમરૂપે અંદર સત્તામાં રહે, તેના નિમિત્તે જે જીવનો ભાવ હોય, તેને ક્ષયોપશમ કહેલ છે.