________________
જીયોપશમભાવ ઃકર્મોનો ફળ દેવામાં ઉદ્ભવ તેમજ અનુદ્ભવ તે ક્ષયોપશમભાવ છે. (૨) શાતંરસનું વેદન (૩) સમંત રસનું વેદન
જીયોપથમિક શાન :કાગડાને આંખ બે હોય છે પણ પૂતળી (કીકી) એક જ હોય છે. જે આંખથી કાગડાને જોવું હોય છે તે આંખમાં પૂતળી આવી જાય છે; તે વખતે તે બીજી આંખથી જોઇ શકતો નથી. આમ હોવા છતાં પૂતળી એટલી ઝડપથી બે આંખોમાં ફરે છે કે બન્ને આંખોમાં જુદી જુદી પૂતળી હોય એમ લોકોને લાગે છે. વાસ્તવિક રીતે પૂતળી એક જ હોય છે. આવી જ દશા ક્ષાયોપશમિક જ્ઞાનની છે. દ્રવ્ય ઇન્દ્રિયરૂપી દ્વારો તો પાંચ છે પણ ક્ષાયોપશમિક જ્ઞાન એક વખતે એક ઇન્દ્રિય દ્વારા જ જાણી શકે છે; તે વખતે બીજી ઇન્દ્રિયો દ્વારા કાર્ય થતું નથી. ક્ક્ષાયોપશમિક જ્ઞાન જયારે નેત્ર દ્વારા વર્ણને જાણવાનું (જોવાનું) કાર્ય કરતું હોય છે ત્યારે તે શબ્દ, ગંધ રસ કે સ્પર્શને જાણી શકતું નથી. અર્થાત જયારે તે જ્ઞાનનો ઉપયોગ નેત્ર દ્વારા વર્ણ જોવામાં રોકાયો હોય છે ત્યારે કાન પર શા શબ્દો પડે છે, નાકમાં કેવી ગંધ આવે છે વગેરે ખ્યાલ રહેતો નથી. જો કે જ્ઞાનનો ઉપયોગ એક વિષયમાંથી બીજા વિષયમાંઃ ઝડપથી પલટાતો હોવાથી જાણે કે બધા વિષયા એકી સાથે જણાતા હોય એમ સ્કૂલ દ્રિષ્ટએ જોતાં લાગે છે. તો પણ સૂક્ષ્મદ્રષ્ટિથી જોતાં ક્ષાયોપશમિક જ્ઞાન એક વખતે એક જ ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતું સ્પષ્ટ રીતે ભાસે છે. આ રીતે ઇન્દ્રિયો પોતાના વિષયોમાંઃ પણ ક્રમે પ્રવર્તતી હોવાથી ઇન્દ્રિયજ્ઞાન પરોક્ષ છે.
શુક સત્ત્વહીન; નિર્માલ્ય; છાસબાકળા જેવા. (૨) ક્ષુદ્ર; મામુલી; હલકું; તુચ્છ; અનુદાન મતનું. (૩) થોડું; અલ્પ; તુચ્છ; નજીવું. કાશિત ઉપરક્ત; રંગાયેલો; મલિન
શાંતિ :શુભ પરિણામની ભાવનાથી ક્રોધાદિ કષાયમાં થતી તીવ્રતાના અભાવને શ્રાન્તિ (ક્ષમા) કહે છે.
જ્ઞાનેન્દ્રિય ત્વચા, ચક્ષુ, શ્રોત્ર, જિહ્યા અને નાસિકા એ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. કષાય ક્રોધ, માન, માયા અને લોભ. તેના ૨૫ ભેદો છે. ચાર અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ, ચાર અપ્રત્યાખ્યાનાવરણ કષાય,-કેટલાક કાળ રહે
૨૯૦
તેવા ક્રોધાદિ, જેનાથી એક દેશ શ્રાવકનું ચારિત્ર ગ્રહણ કરી શકતું નથી તે; ચાર પ્રત્યાખ્યાનાવર કષાય,-જે કોંધાદિના ઉદયથી મુનિનો સંયમ ગ્રહણ કરી શકાતો નથી; ચાર સંજવલન કષાય, તથા નવનો કષાય નો એટલે નહિ તેવા અલ્પ કષાયઃ- હાસ્ય, રતિ, અતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, યુવેદ, નપુંસકવેદ-તેના ઉદયથી પૂર્ણ ચારિત્ર (યથાખ્યાન) થતું નથી. (૨) કષાયથી સ્થિતિ અને અનુભાગ બંધાય છે. (૩) સત્પુરુષો મળ્યે, જીવને તે બતાવે કે, તું જે વિચાર કર્યા વિના કર્યે જાય છે, તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે, તે કષાય. (૪) કપ +આય. જે સંસારનો લાભ આપે, તે રાગદશા, તો સંસારનો લાભ આપનારી છે. (૫) રાગદ્વેષરૂપ આત્માની પ્રવૃત્તિ, તે કષાય છે. તે પ્રવૃત્તિ તીવ્ર અને મંદ એમ બે પ્રકારની હોય છે. (૬) કષાયનો અર્થ મિથ્યાદર્શનરૂપ-ક્રોધાદિ થાય છે. સમ્યગ્દષ્ટિજીવોને, મિથ્યાદર્શનરૂપ કષાય હોતો નથી, એટલે સમ્યગ્દષ્ટિ જીવોને લાગુ પડતો કષાયનો અર્થ, પોતાની નબળાઈથી થતા ક્રોધ-માન-માયા-લોભ વગેરે, એવો સમજવો. મિથ્યાદર્શન એટલે, આત્માના સ્વરૂપની મિથ્યા માન્યતા,ઊંધી માન્યતા. (૭) જો કે કષાયનો રસ પુણ્ય અને પાપરૂપ છે, તો પણ તેનો સ્વભાવ કડવો છે. પુણ્ય પણ, ખારાશમાંથી થાય છે. પુણ્યનો ઓઠાણિયો રસ નથી, કારણ કે, એકાંત શાતાનો ઉદય નથી. કષાયના ભેદ બે : (*) પ્રશસ્તરાગ (*) અપ્રશસ્તરાગ - કષાય વગર બંધ નથી. આર્તધ્યાનનો સમાવેશ મુખ્ય કરીને, કષાયમાં થઈ શકે. ‘પ્રમાદ’નો ચારિત્રમોહમાં અરે ‘યોગ'નો નામકર્મમાં થઈ શકે. (૮) (= સંસાર+આય= લાભ) એટલે સંસારનો લાભ આપે અને આત્માના ગુણની હાનિ કરે તે. (૯) કષાયના ચાર પ્રકાર છે. અનંતાનું બંધી કષાય, અપ્રત્યાખ્યાન કષાય, પ્રત્યાખ્યાન કષાય અને સંજવલન કષાય. (૧૦) મિથ્યાત્વ અને ક્રોધ-માન-માયા-લોભરૂપ આત્માની વિભાવ પરિણતિને કષાય કહે છે. (૧૧) મોહના ઉદયમાં જોડાતાં જીવને મિથ્યાત્વ ક્રોધાદિભાવ થાય છે, તે સર્વનું નામ સામાન્યપણે કષાય છે. સકષાય યોગમાં મિથ્યાત્યાદિનો સમાવેશ થઇ જાય છે. સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ ભાવ નથી,