________________
તે જીવ જઇ શકે છે, આથી વિરુદ્ધ માનવું તે આત્માના શુદ્ધ સ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળી ભગવાનનો અવર્ણવાદ છે.
૯. આત્મા સર્વજ્ઞ ન થઇ શકે એમ કેટલાકનું માનવું છે; તે માન્યતા ભૂલભરેલી છે. આત્માનું સ્વરૂપ જ જ્ઞાન છે. જ્ઞાન શું ન જાણે? જ્ઞાન સર્વને જાણે એવી તેનામાં શક્તિ છે અને વીતરાગી વિજ્ઞાન વડે તે શક્તિ પ્રગટ કરી શકાય છે. વળી કેટલા એક એમ માને છે કે, કેવળજ્ઞાની આત્મા સર્વ દ્રવ્યો, તેના અનંતગુણો અને તેના અનંત પર્યાયોને એક સાથે જાણે છે, છતાં તેમાંથી કેટલું જાણપણું હોતું નથી. જેમ કે, એક છોકરો બીજા છોકરાથી કેટલો મોટો, કેટલા હાથ લાંબો; એક ઘર બીજા ઘરથી કેટલા હાથ દૂર - એ વગેરે બાબત કેવળ જ્ઞાનમાં જણાતી નથી, આ માન્યતા દોષિત છે; તેમાં આત્માના શુદ્ધ સ્વરૂપને અને ઉપચારી અનંત કેવળી ભગવાનોનો અવર્ણવાદ છે.
૧૦. શુન્યથી ધર્મ થાય; શુભ કરતાં કરતાં ધર્મ થાય, એવો ઉપદેશ કેવળી તીર્થંકર ભગવાને કર્યો છે. એમ માનવું તે તેમનો અવર્ણવાદ છે. શુભ ભાવ વડે ધર્મ થતો હોવાથી ભગવાને શુભ ભાવો કર્યા હતા. ભગવાને તો બીજાઓનું ભલું કરવામાં પોતાનું જીવન અર્પી દીધું હતું, એ વગેરે પ્રકારે ભગવાનની જીવન કથા આલેખવી તે, પોતાના શુદ્ધ સ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળી ભગવાનનો અવર્ણવાદ છે.
૧૧. પ્રશ્નઃ- જો ભગવાને પરનું કાંઇ નથી કર્યું તો પછી જગત્ ઉદ્ધારક, તરણતારણ, જીવનદાતા, બોધિદાતા ઇત્યાદિ ઉપનામોથી ભગવાન કેમ ઓળખાવાય છે?
ઉત્તરઃ- એ બધાં ઉપનામો ઉપચારથી છે, જ્યારે ભગવાનને દર્શન વિશુદ્ધિની ભૂમિકામાં અનિચ્છકભાવે ધર્મરાગ થયો ત્યારે તીર્થંકર નામ કર્મ બંધાઇ ગયું. તત્ત્વસ્વરૂપ એમ છે કે, ભગવાનને તીર્થંકર પ્રકૃતિ બંધાતી વખતે જે શુભભાવ થયો હતો તે, તેમણે ઉપાદેય માન્યો જ ન હતો. પણ તે શુભભાવ અને તે તીર્થંકર પ્રકૃતિ-બંનેનો અભિપ્રાયમાં નકાર જ હતો. તેઓ રાગને તોડવાનો પુરુષાર્થ કરતા હતા. છેવટે રાગ ટાળી વીતરાગ થયા પછી,
૨૮૬
કેવળજ્ઞાન પ્રગટ્યું અને દિવ્યધ્વનિ સ્વયં પ્રગટયો; લાયક જીવો તે સાંભળીને સ્વરૂપ સમજ્યા અને તેવા જીવોએ ઉપચારથી જગત ઉદ્ધારક, તરણ તારણ ઇત્યાદિ ઉપનામ ભગવાનને આપ્યાં. જો ખરેખર ભગવાને બીજા જીવોનું કાંઇ કર્યું હોય કે કરી શકતા હોય તો જગતના સર્વે જીવોને મોક્ષમાં સાથે કેમ ન લઇ ગયા? માટે શાસ્ત્રનું કથન કયાં નામનું છે તે લક્ષમાં રાખીને, તેના યથાર્થ અર્થ સમજવા જોઇએ. ભગવાનને પરના કર્તા ઠરાવવા તે પણ ભગવાનનો અવર્ણવાદ છે. એ વગેરે પ્રકારે આત્માના શુદ્ધ સ્વરૂપમાં દોષોની કલ્પના આત્માને અનંત સંસારનું કારણ છે. આ પ્રમાણે કેવળી ભગવાનના અવર્ણવાદનું સ્વરૂપ કહ્યું.
કેવળીઓ :સકલ પ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા ને કેવલજ્ઞાનીઓ આનો અર્થ એ થયો કે
નીચેનાં ગુણસ્થાનોમાં પણ થોડું પ્રત્યક્ષ જ્ઞાન હોય છે. અવિધજ્ઞાન પણ પરને જાણવામાં દેશ-અંશે પ્રત્યક્ષ છે, અને મનઃ પર્યયજ્ઞાન પણ પરને જાણવામાં પ્રત્યક્ષ છે, કેમ કે પરની સહાયવિના જાણે છે,; પણ એ મનનો એક પ્રકાર છે માટે તેને પરોક્ષ પણ કહે છે. આ ચારેય જ્ઞાનને પરોક્ષ કહ્યાં છે. ભગવાન કેવલી સકલ પ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા છે. એટલે શું? કે બધુંય ત્રણત્રણ લોકવર્તી સમસ્ત દ્રવ્ય ગુણપર્યાય આદિ લોકાલોક સહિત ભગવાન કેવળીને યુગપદ્ પ્રત્યક્ષ થયું છે. આવા સકલ પ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા ભગવાન કેવળીઓએ આનિયમસાર કહ્યું છે. અને શ્રુત કેવળીઓ તે સકળ દ્રવ્ય શ્રુતના ધરનારા છે. મતલબ કે જેટલાં શાસ્ત્રો છે તે બધાને તેમણે ધારી રાખ્યાં છે. (૨) સકલ પ્રત્યક્ષ જ્ઞાનના ધરનારા
કેવળીના કેડાયતો :દિગંબર સંતો
કેવળીની સ્તુતિ ભગવાન આત્મા શુધ્ધ ચૈતન્ય ઘન છે. દ્રવ્યેન્દ્રિયો, ભાવેન્દ્રિય
અને ઇન્દ્રિય-વિષયો એ ત્રણેય જ્ઞેય છે. એ પોતાની ચીજ નથી એમ જાણવું એને સર્વજ્ઞ પરમાત્મા કેવળીની સ્તુતિ કહે છે. જે પોતાની ચીજ હોય તે દૂર ન થાય, અને જે દૂર થાય એ પોતાની ચીજ કેમ હોય ? જેણે કેવળીની સ્તુતિ કરવી હોય તેણે આનંદ અને સર્વજ્ઞસ્વભાવથી પરિપૂર્ણ ભગવાન