________________
ઇચ્છા ઉપજે અનેતે લાવવા માટે શિષ્યને આજ્ઞા કરે તે અશકય છે. કેવળજ્ઞાન થતાં શરીરની અવસ્થા ઉત્તમ થાય છે. અને પરમ ઔદારિકપણે પરિણમી જાય છે. તે શરીરમાં રોગ હોય જ નહિ. જ્યાં રોગ હોય ત્યાં રાગ હોય જ, એ અબાધિત સિદ્ધાંત છે. ભગવાનને રાગ નથી, તેથી તેમના શરીરને રોગ પણ કદી હોતો જ નથી. આનાથી વિરુદ્ધ માનવું તે, પોતાના આત્મસ્વરૂપનો
અને ઉપચારથી અનંત કેવળી ભગવંતોનો અવર્ણવાદ છે. ૩. કોઇપણ જીવને ગૃહસ્થદશામાં કેવળજ્ઞાન પ્રગટે એમ માનવું, તે ભૂલભરેલું
છે. ગૃહસ્થપણું છોડયા વિના ભાવસાધુપણું આવી શકે જ નહિ; ભાવસાધુપણું આવ્યા વગર કેવળજ્ઞાન તે પ્રગટે જ શી રીતે? ભાવસાધુપણું છઠ્ઠા-સાતમા ગુણ સ્થાને હોય છે, અને કેવળજ્ઞાન તેરમાં ગુણસ્થાને હોય છે; માટે ગૃહસ્થપણામાં કદી પણ કોઇ જીવને કેવળજ્ઞાન થાય નહિ. આનાથી વિરુદ્ધ માન્યા તે, પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપનો અને
ઉપચારથી અનંત કેવળી ભગવાનોનો અવર્ણવાદ છે. ૪. છદ્મસ્થ જીવોને જે જ્ઞાન-દર્શન-ઉપયોગ થાય છે તે ક્ષેય સન્મુખ થવાથી થાય
છે, એ દશામાં એક શેયથી ખસીને બીજા શેય તરફ પ્રવૃત્તિ કરે છે. એવી પ્રવૃત્તિ વિના છદ્મસ્થ જીવનું જ્ઞાન પ્રવૃત્તિ થતું નથી; તેથી પહેલાં ચાર જ્ઞાન સુધીના કથનમાં, ઉપયોગ શબ્દનો પ્રયોગ તેના અર્થ પ્રમાણે (ઉપયોગના અન્વયાર્થ પ્રમાણે) કહી શકાય પરંતુ કેવળજ્ઞાન અને કેવળદર્શન તો અખંડ અવિચ્છિન્ન છે, તેને ય સન્મુખ થવું પડતું નથી. એટલે કે કેવળજ્ઞાન તથા કેવળદર્શનને એક શેયથી ખસીને બીજા શેય તરફ જોડાવું પડતું નથી; માટે કેવળજ્ઞાન અને કેવળદર્શનને ઉપયોગ કહેવો તે ઉપચાર છે. કેવળીભગવાનને, કેવળજ્ઞાન અને કેવળદર્શન એક સાથે જ પ્રવર્તે છે. આ પ્રમાણે હોવા છતાં કેવળીભગવાનને તેમજ સિદ્ધ ભગવાનને જે સમયે જ્ઞાનોપયોગ હોય, ત્યારે દર્શનોપયોગ ન હોય અને જ્યારે દર્શનોપોયોગ હોય ત્યારે જ્ઞાનોપયોગ ન હોય, એમ માનવું તે મિથ્યા માન્યતા છે; તે માન્યતા કેવળીભગવાનને તથા સિદ્ધ ભગવાનને કેવળજ્ઞાન પ્રગટ્યા પછી જે અનંત કાળ છે તેના અર્ધા કાળમાં જ્ઞાનના કાર્ય વગર અને અર્ધા કાળમાં દર્શના કાર્ય વગર કાઢવાનો
૨૮૫ હોય છે એમ કહેવા બરાબર છે. એ માન્યતા ન્યાય વિરુદ્ધ છે. શુદ્ધ સ્વરૂપનો
અને ઉપચારથી અનંત કેવળી ભગાવનનો અવર્ણવાદ છે. ૫. ચોથું ગુણસ્થાન (સમ્યગ્દર્શન) સાથે લઇ જનાર આત્મા પુરૂષપણે જન્મે છે.
આપણે જન્મતા નથી; તેથી સ્ત્રીપણે કોઇ તીર્થકર હોઇ શકે નહિ; કેમ કે તીર્થકર થનાર આત્મા સમ્યગ્દર્શન સહિત જ જન્મે છે, તેથી તે પુરુષ જ હોય છે. જો કોઇ કાળે પણ એક સ્ત્રી તીર્થકર થાય એમ માનીએ તો (ભૂતભવિષ્યની અપેક્ષાઓ ભલે લાંબા કાળે થાય તો પણ) અનંત સ્ત્રીઓ તીર્થકર થાય અને તેથી સમ્યગ્દર્શન સહિત આત્મા સ્વીપણે ન જન્મે એ સિદ્ધાંત તૂટી જાય; માટે સ્ત્રીને તીર્થંકર પણું માનવું તે મિથ્યા માન્યતા છે; અને એમ માનનારે આત્માની શુદ્ધ દશાનું સ્વરૂપ જાણ્યું નથી. તે ખરેખર પોતાના
શુદ્ધ સ્વરૂપનો અને ઉપચારથી અનંત કેવળી ભગાવનનો અવર્ણવાદ કરે છે. ૬. કોઇપણ કર્મભૂમિની સ્ત્રીને પ્રથમનાં ત્રણ ઉત્તમ સંહનનનો ઉદય હોતો જ
નથી; જ્યારે જીવને કેવળજ્ઞાન થાય ત્યારે પહેલું જ સહન હોય છે. એવો કેવળાન અને પહેલાં સંહનને નિમિત્ત-નૈમિત્તિક સંબંધી છે. સ્ત્રીને પાંચમાં ગુણસ્થાન ઉપરની દશા પ્રગટ થતી નથી, છતાં સ્ત્રીને, તે જ ભયે કેવળજ્ઞાન થાય, એમ માનવું તે પોતાના શુદ્ધ સ્વરૂપનો અવર્ણવાદ છે. અને ઉપચારથી
અનંત કેવળી ભગવાનોનો તથા સાધુસંઘનો અવર્ણવાદ છે. ૭. કેવળી ભગવાનની વાણી તાળુ, ઓક વગેરે દ્વારા નીકળે નહિ અને તેમાં
કમરૂ૫ ભાષા ન હોય. પણ સર્વાગ નિરક્ષરી વાણી નીકળે. આનાથી વિરુદ્ધ માનવું, તે આત્માના શુદ્ધ સ્વરૂપનો અને ઉપચારથી કેવળી ભગવાનનો અવર્ણવાદ છે. સાતમાં ગુણસ્થાનથી વંદ્ય-વંદક ભાવ હોતો નથી. તેથી ત્યાં વ્યવહાર, વિનય-વૈયાવૃત્ય વગેરે હોતાં નથી. કોઇ જીવ કેવળજ્ઞાન થયા પછી ગૃહસ્થ, કુટુમ્બીઓ સાથે રહે કે ગૃહકાર્યમાં ભાગ છે, એમ માનવું તે વીતરાગને સરગી માનવા બરાબર છે. કોઇપણ દ્રવ્ય સ્ત્રીને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય એમ માનવું તે ન્યાયવિરુદ્ધ છે. કર્મભૂમિની મહિલાને પહેલાં ત્રણ સંહનન હોતાં જ નથી. અને ચોથું સહનન હોય, ત્યારે વધારેમાં વધારે સોળમાં સ્વર્ગ સુધી