________________
૨૩૩
ઉપાય Wવો. ધર્મ કરવો. ઉપાયાન્તર :અન્ય ઉપાય. (૨) બીજો ઉપાય ઉપાર્જન મેળવવું; કમાવું; કમાણી; કમાઈ. ઉપાર્જિત મેળવેલું ઉપાર્જિત થાય છે:મેળવાય છે ઉપાર્લાબ ઠપકો ઉપાલંભ :ઓળંભારૂપે; ઠપકારૂપે. ઉપાધ્યાય :ઉપ=આત્માની સમીપ, આશ્રય =તેના આશ્રયમાં રાગરહિત, જ્ઞાનપણે
ટકી રહેવું. ઉપાશ્રય:સાધુ-સાધ્વીઓનાં આશ્રય સ્થાન ઉપાસક પૂજાભક્તિ કરનાર; સાધુઓની ઉપાસના કરનાર શ્રાવક. (૨) શ્રાવક;
પાંચ પાપના એકદેશ ત્યાગમાં લાગેલો જીવ શ્રાવક છે. (૩) ભકત; સાધક;
અનુયાયી; સેવક. ઉપાસન શયન ઉપાસાન-પોષણ તેમનાં અશન-શયન વગેરેની, ચિંતા. ઉપાસના ભકિત (૨) ભગવચિંતન; ઈટનું ચિંતન. (૩) સેવન; સાધના. (૪)
સેવના (૫) ભક્તિ; બોધ; ઉપદેશ (૬) આરાધના; સેવા; ભક્તિ; ધ્યાન ઇત્યાદિ દ્વારા ઇષ્ટદેવનું ચિંતન વગેરે. (૭) આરાધના; સ્વસ્વભાવ આત્માના વાસ્તવિક સ્વરૂપની પ્રાપ્તિને માટે છે. અહીં એ પ્રશ્ન થઇ શકે છે કે, સ્વભાવનો કદી અભાવ થતો નથી, તે સદા વસ્તુમાં વિદ્યમાન રહે છે; તો પછી સ્વભાવની ઉપલબ્ધિ કેવી? એના જવાબમાં એટલું જ કહેવાનું છે કે સ્વભાવનો કદી અભાવ થતો નથી. એ બરાબર છે, પરંતુ તેનો તિરોભાવ (આચ્છાદન) થાય છે. તથા થઇ શકે છે. અને તે જીવ અને પુદગલ નામના બે દ્રવ્યોમાં જ થાય છે, કે જે વૈભાવિક પરિણમનવાળા હોય છે. આત્માનું વૈભાવિક પરિણમન સદાને માટે દૂર કરી, તેને તેના શુદ્ધ સ્વરૂપમાં સ્થિત કરવો તે જ સ્વસ્વભાવોલબ્ધિ કહેવાય છે. જેને માટે પ્રયત્ન હોવો, કરવો જરૂરી છે. (૮) આરાધના સેવા, વ્યક્તિ આદિથી કરવામાં આવતી ધ્યાન
વગેરે પ્રક્રિયા. (૧૧) સેવન; પર દ્રવ્ય અને પરદ્રવ્યના ભાવોનું લક્ષ છોડી, આત્માના શાયકભાવું સેવન-ઉપાસના કરે તો, શુદ્ધ કહેવાય.વિકારનું લક્ષ છોડીને એમ ત્યાં નથી લીધું; પણ જે દ્રવ્ય કર્મ છે તે પર દ્રવ્ય અને દ્રવ્યકર્મના ઉદયરૂપ ભાવ, તે પરદ્રવ્યના ભાવો-એનું લક્ષ છોડીને એક જ્ઞાયકભાવ આત્મામાં એકાગ્ર થાય છે, ત્યારે પર્યાયમાં આત્માની ઉપાસના સેવા થાય છે. પરદ્રવ્યનું લક્ષ છોડી આત્મામાં લીન થયો, એટલે વિકારનું લક્ષ છૂટી ગયું એમ ત્યાં લીધું છે. એ દ્રવ્યની સેવા ઉપાસના થાય ત્યારે વસ્તુ ત્રિકાળી શુદ્ધ છે, એમ ખ્યાલમાં આવે છે. ત્રિકાળી શુદ્ધ શુદ્ધ છે એમ તો સૌ કહે છે, પણ પર્યાયમાં અશુદ્ધતા છે એને કેમ ટાળવી, એની ખબર ન હોય એટલે એ ત્રિકાળી શુદ્ધ છે. એમ જાણ્યું જ નથી. આત્મા જે જ્ઞાયકસ્વભાવ શુદ્ધ છે, એની પર્યાયમાં દષ્ટિ કરી અંતર્મુખ વળતાં એને જ્યારે શુદ્ધતાનું વદન થાય,
ત્યારે વેદનમાં દ્રવ્ય (૧૨) સેવતા જોવામાં આવવું. ઉપાય :આદર્શ ઉપાસેલો સત્કારેલો; આદર કરેલો; ભક્તિ કરવા યોગ્ય. ઉપાસવું સેવવું (૨) લક્ષ કરવું; પરથી ભિન્ન જાણવું; સ્વભાવમાં ઠરવું. ઉપાસવા યોગ્ય :પ્રાપ્ત કરવા યોગ્ય ઉપાસવામાં આવવું. પ્રસિદ્ધિમાં આવવું; નિમિત્તનું લક્ષ છોડી જ્ઞાયક ઉપર લક્ષ
કરવું; જ્ઞાયક સ્વભાવને, પરભાવથી ભિન્નપણે સેવવો- જાણવો. નિત્ય ધૃવસ્વભાવ છે ત્યાં અંદર લક્ષ જતાં શુદ્ધતા ઉત્પન્ન થાય, ત્યારે એણે દ્રવ્યની
ઉપાસના કરી અને તેને જ્ઞાયક શુદ્ધ છે, એમ જણાયું. ઉપસ્થિતિ :રજૂઆત ઉપોદઘાત :પ્રસ્તાવના. (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગના
પ્રથમના બે અંગ, જે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન, તેમના વિષયો નવ પદાર્થ છે; તેથી હવેની ગાથાઓમાં, નવ પદાર્થનું વ્યાખ્યાન કરવામાં આવે છે. મોક્ષમાર્ગનું વિસ્તૃત વ્યાખ્યાન આગળ ઉપર કરવામાં આવશે. અહીં તો નવ પદાર્થના વ્યાખ્યાનની પ્રસ્તાવનાના હેતુ તરીકે તેનું માત્ર સૂચન કરવામાં આવ્યું છે.)