________________
(૨) સર્વાર્થ સિદ્ધિ પહોંચવાનું શુભકર્મ અને સાતમી નરકે પહોંચવાનું પાપકર્મ, આ ક્ષેત્રોમાં જ જન્મેલા મનુષ્યો ઉપાર્જન કરે છે, અસિ, મિસ, કૃષિ આદિ છ કર્મ આ ક્ષેત્રોમાં જ થાય છે, તથા દેવપૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન એ છ પ્રકારના શુભ (પ્રશસ્ત) કર્મ પણ, આ ક્ષેત્રોમાં જ જન્મેલા મનુષ્યો કરે છે; તેથી આ ક્ષેત્રોને જ કર્મભૂમિ કહેવામાં આવે છે. (૩) જ્યાં અસિ, મસિ અને કૃષિનો વ્યવહાર હોય છે, તેને કર્મભૂમિ કહે છે. પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહના ક્ષેત્રને કર્મભૂમિ કહે છે.
કર્મભાવ જ્યારે કોઇ જીવ ઉદયમાં આવેલ કર્મને ભોગવે છે, ત્યારે તેના ભાવ (મન-વચન-કાયરૂપ યોગોનું પરિણમન) શુભ કે અશુભરૂપ થાય, અને ભાવો અથવા પરિણામો સાથે સંબંધ પામેલ પુદ્ગલ (સ્વતઃ) કર્મભાવને પ્રાપ્ત થઇ જાય છે. તેમને કર્મરૂપે પરિણમાવવાની બીજી કોઇ, પ્રક્રિયા નથી. તત્કાલીન યોગોનું શુભ-અશુભ પરિણમન જ તે સંબંધિત પુદ્ગલોને, શુભાશુભ કર્મ રૂપે પરિણમાવી છે.
મભાવી :એક પછી એક. (૨) અવસ્થા એક પછી એક બદલે છે, તેથી તે ક્રમ ભાવી છે.
ક્રમભાવી વિશેષ સ્વરૂપ :પર્યાયો
કર્મથળ :જે કર્મ મળના નિમિત્તથી, આત્માનું પોતાની વૈભાવિક શક્તિને કારણે
વિભાવ પરિણમન થાય છે તે મુખ્યપણે દ્રવ્ય અને ભાવમળના ભેદથી બે પ્રકારનો છે. જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મરૂપે પરિણમીને, આત્માની સાથે સંબંધ પામે જે પુદગ્ધ પરમાણુ છે. તેમને દ્રવ્યકર્મ મળ કહે છે. અને દ્રવ્યકર્મમળના ઉદયનું નિમિત્ત પામીને, જે રાગ-દ્વેષ મોહાદિરૂપ વિકારભાવ ઉત્પન્ન થાય છે, તથા નવીન કર્મબંધનું કારણ બને છે, તેને ભાવકર્મમળ સમજવું જોઇએ. કર્મરૂપે પરિણમતી પુદ્ગલરજ આ અવગ્રાહ રૂપે જીવે ગ્રહે છે ઃકર્મ-પરિણામ પુદ્ગલોનું જીવ સાથે ખાસ અવગાહરૂપે રહેવું, તેને જ અહીં કર્મ પુદ્ગલો વડે જીવનું ગ્રહણ કહ્યું, છે.
ક્રમ વિક્રમ ક્રમવાર કે ક્રમ ભંગ
૨૬૭
કર્મવિપાક કર્મનો ઉદય કર્મવિયુક્ત કર્મથી રહિતતા.
કર્મ સંયુક્ત પરિણામ દ્રવ્યકર્મના સયોગે થતાં અશુદ્ધ પરિણામ. કર્મસંયુક્તપણું :મુતાત્માને (૧) જીવત્વ (ભાવપ્રાણ), (૨) ચેતયિતા, (૩) ઉપયોગલક્ષિત, (૪) ઈશ, (૫) કર્તા, (૬) ભોક્તા, (૭) દેહપ્રમાણ, (૮) અમૂર્ત અને (૯) કર્મસંયુક્ત. આ પ્રમાણે નવ વિશેષોમાંથી, પ્રથમના આઠ વિશેષો મુક્તાત્માને પણ યથાસંભવ હોય છે, માત્ર એક, કર્મસંયુક્તપણું હોતું નથી.
ક્રમાતીત :ક્રમ રહિત; ક્રમવર્તી નથી. અર્થાત્ આદિ-મધ્ય અન્ત રહિત છે. કર્માદાની ધંધા :પંદર પ્રકારનાં કર્મ દાન, શ્રાવક (સદગૃહસ્થો)ને ન કરવા, કરાવવા
યોગ્ય કર્મ ધંધા; કર્મને આવવાના માર્ગ. ક્રમાનુપાતી ક્રમાનુસાર; ક્રમ અનુસાર કર્માવૃત્ત કર્મથી અવરાયેલા
કર્માંશો જ્ઞાનાવરણીયાદિ કર્મભેદો.
કાઁશો જ્ઞાનાવરણાદિ કર્મ ભેદો. આઠ પ્રકારે છેઃ- જ્ઞાન વરણ, દર્શનાવરણ,
અંતરાય, મોહનીય આચાર ઘાતીકર્મો છે. અને આયુષ્ય નામ, ગોત્ર અને વેદનીય તૈયાર અઘાતી કર્મો છે.
કર્ણાવ :આસવ અને બંધ; કર્મોનું આવવું અને ટકવું.
ક્રમિક શાન :ક્રમે પ્રવર્તતું જ્ઞાન અનિશ્ચ છે, ક્ષાયોપશમિક છે; એવા ક્રમિક જ્ઞાનવર્ગો ગુરુ સર્વજ્ઞ હોઇ શકે નહિ. ભાવો.
કર્મો :ક્રોધાદિ દ્રવ્ય કર્મો અને શરીરાદિ નો કર્યો. (૨) શુભાશુભ કર્મોની બહુપ્રકારતા ઃકર્મોની વિવિધ પ્રકૃતિ-પ્રદેશ-સ્થિતિ, અનુભાગરૂપ
વિચિત્રતા.
કર્મોપાધિની ચાર પ્રકારની દશા ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય, જેમનું નિમિત્ત છે એવા ચાર ભાવો છે; જેમાં કર્મોપાધિરૂપ નિમિત્ત, બિલકુલ નથી, માત્ર દ્રવ્યસભાવ જ, જેનું કારણ છે એવો એક, પારિણામિક ભાવ છે. ક્રૂર નિર્દય; કઠોર; ઉગ્ર. (૨) ઘાતકી; નિર્દય પરિણામ;