________________
સ્વભાવની અરુચિ-અણગમો, તે અનંતાનુબંધી ક્રોધ છે. પુણ્ય-પાપના ભાવો અને દેવ-શાસ્ર-ગુરુ ઈત્યાદિ, પર પદાર્થોની રુચિ અને સ્વસ્વરૂપની અરુચિ, તે આત્મા પ્રત્યેનો દ્વેષ છે. અને તે અનંતાબંધી ક્રોધ છે. (૨) પરાધીનતાનો અને રાગદ્વેષરૂપ ઔપચારિક ભાવનો, આદર અને સ્વતંત્ર ચિદાનંદ આત્માનો અનાદર, તે અનંતાનું બંધી ક્રોધ છે. (૩) આણે અયોગ્ય કર્યું એમ જાણી, પરને દુઃખદાયક પરિણામ ઉજાવે, તેને ક્રોધ કહે છે. (૪) મોહકર્મરૂપ ભાવકનું ભાવ્ય-ફળ છે તે કંઇ આત્મસ્વભાવનું ફળ નથી. (૫) ક્રોધ છે તે મોહકર્મરૂપ ભાવકનું ભાવ્ય છે, ફળ છે, પણ તે કાંઇ આત્માના સ્વભાવનું ફળ નથી. તેમ નહિ માનવાથી હું જાણનાર છું. નિર્દોષ છું, એમ નહિ જાણવાથી, હું ક્રોધ છું એવી ભ્રાન્તિને લીધે ઊંધું માનતો થકો, વિકારી પરિણામને ચૈતન્ય પોતે, પરિણમતો થકો વિકારી ભાવનો કર્તા થાય છે. ક્રોધનો હું કર્તા છું અને ક્રોધ મારું કાર્ય છે, એમ માને છે. (૬) સ્વભાવનું ન રુચવું, ન ગોઠવું, તેનું નામ ક્રોધ છે. સ્વભાવ ન ગોઠે તે અનંતાનું બંધી ક્રોધ છે. આત્મા તદ્દન જ્ઞાયક છે, તે સ્વભાવનું ન રુચવું, ન ગોઠવું તેનું નામ ક્રોધ છે. સ્વભાવ ન ગોઠે તે અનંતાનું બંધી ક્રોધ છે. અખંડ ચૈતન્ય સ્વભાવ તે હું નહિ, એમ સ્વભાવનો અણગમો તે ક્રોધ છે. વસ્તુ અખંડ છે, બધા ભંગ-ભેદ અજીવના સંબંધે દેખાય છે. દૃષ્ટિમાં તે અખંડ સ્વભાવનું પોષણ ન થયું તે ક્રોધ છે; પર પદાર્થ પ્રત્યે અહંબુદ્ધિ તે અનંતાનુબંધી માન છે. વસ્તુનો સ્વભાવ જેવો છે. તેવો નહિ માનતાં આડ મારીને બીજી રીતે ખતવું, તેનું નામ અનંતાનું બંધી માયા છે; સ્વભાવની ભાવના ચૂકીને વિકારની ઇચ્છા કરવી, તે અનંતાનું બંધી લોભ છે. (૭) સ્વભાવનું ન રુચવું; ન ગોઠવું તેનું નામ ક્રોધ છે. (આશ્માનો સ્વભાવ શાયક છે તે સ્વભાવનું ન રુચવું, ન ગોઠવું તેનું નામ ક્રોધ છે. સ્વભાવ ન ગોઠે તે અનંતાનું બંધી ક્રોધ છે. ક્રોધ, માન, માયા, લોભ તે ચારિત્રમોહનીય કર્મની, પર્યાય છે.
ક્રોધાદિક આવો ક્ષય કરવાની રીત ઃશુદ્ધનયથી જ્ઞાનીએ, આત્માનો એવો નિશ્ચય કર્યો કે-હું એક છું, શુદ્ધ છું, પરદ્રવ્ય પ્રત્યે મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ વસ્તુ છું. આમ નિશ્ચય કરીને, જ્યારે તે જ્ઞાની આત્મા, આવા પોતાના
૨૭૩
સ્વરૂપમાં રહેતો થકો, તેના જ અનુભવરૂપ થાય, ત્યારે ક્રોધાદિક આસવો ક્ષય પામે છે.
પ્રશ્નઃ- દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ અને વ્યવહાર–ચારિત્રની આચરણની ક્રિયા એ બધાં સાધન-ઉપાય છે કે નહિ ?
ઉત્તર:- બીલકુલ નહિ. ભાઈ! એ રાગની ક્રિયાઓ તો, બધી આસવ છે. તેનો તો ક્ષય કરવાનો છે. તે સાધન થાય, એમ કદીય બની શકે નહિ. પ્રભુ! આમ ને આમ (ખોટી માન્યતાઓ) જિંદગી ચાલી જશે. છેવટે ડૂબકી સંસારમાં ઊંડે મારશે, ત્યાં તને ભારે દુઃખ થશે. તેનાથી છૂટવાનો તો આ એક જ માર્ગ છે. ભાઈ! વસ્તુ જે જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ છે, તેમાં એકાગ્રતા કરી, તલ્લીન થઈ સ્વરૂપને અનુભવવું, આ એક જ દુઃખના ક્ષયનો ઉપાય છે.
જ્યાં સુધી સમિતીને વ્યવહાર આવે છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ-પૂજા ઈત્યાદિ, તથા વ્યવહારરત્નત્રયના રાગનો વ્યવહાર તેને હોય છે. પરંતુ રાગના સ્વામીપણે સદાય નહિ, પરિણમતો એવો હું નિર્મમ છું, એમ એને અંતરમાં નિશ્ચય થયેલો છે અને તે પ્રમાણે જે વ્યવહાર આવે છે તેનો સ્વામી થતો નથી.
ક્રોધાદિનો ત્યાગ કેવી રીતે થાય ? :પદાર્થો ઈષ્ટ-અનિષ્ટ ભાસતાં, ક્રોધાદિ થાય છે. તત્ત્વજ્ઞાનના અભ્યાસથી જ્યારે કોઈ પણ પદાર્થ, ઈષ્ટ-અનિષ્ટ ન ભાસે, ત્યારે સ્વયં ક્રોધાદિ ઊપજતા નથી, અને ત્યારે જ, સાચો ધર્મ થાય છે. કુલ :શરીર, સકલ= શરીર સહિત. વિકલ્પ-અશરીરી, શરીર રહિત. કલંક :મેલ; મલિનતા; જાળ (મળ) (૨) ડાઘ; લાંછન; બટ્ટો; આળ.(૩) મલિન.
કગ :વિવાહિત સ્ત્રી પોતાની વિવાહિત સ્ત્રી.
કલગી :ચૂડામિણ મુગટમણિ. (૨) અલંકાર જેવા આ શાસ્ત્રના ચુડામણિમુણિ જેવા રત્નો.
કલત્ર :પત્ની; ભાર્યા; ઘરવાળી; વહુ. કલુપ :મલિન, કલુષિત = મલિનતા