________________
આત્માને ખેદનાં કારણે થાય છે. તેમનો (ઘાતિકર્મોનો) અભાવ
હોવાથી કેવળપાનમાં ખેદતું પ્રગટવું ક્યાંથી ભાવ? ૨. વળી ત્રણ કાળ રૂપ ત્રણ ભેદો જેમાં પાડવામાં આવે છે એવા સમસ્ત
પદાર્થોના સેવાકારોરૂપ વિવિધતાને પ્રકાશવાના સાનભૂત કેવળજ્ઞાન, ચીતરેલી ભીંતની માફક, અનંત- સ્વરૂપે પોતે જ પરિણમનું હોવાથી કેવળજ્ઞાન જ પરિણામ છે. મારે અન્ય પરિણામ કયાં છે કે જે દ્વારા
ખેતી ઉત્પત્તિ થાય? ૩. વળી કેવળ જ્ઞાન સમસ્ત સ્વભાવ પ્રતિ ઘાતના અભાવને લીધે નિરંકુશ
અનંત શક્તિ ઉલ્લસી હોવાથી સકળ ત્રિકારિક લોકાલોક-આકારમાં વ્યાપીને કુટસ્થ પણે અત્યંત નિકંપ રહ્યું છે તેથી આત્માથી અભિન્ન એવી, સુખના લક્ષણભૂત અનાકુળતા ધરતું થયું કેવળજ્ઞાન જ સુખ છે. માટે કેવળજ્ઞાન અને સુખનો વ્યતિરેક (ભેદ) ક્યાં છે? આથી કેવળજ્ઞાન એકાંતિક સુખ છે એમ સર્વથા અનુમોદવા યોગ્ય છે. આનંદથી સંમત કરવા યોગ્ય છે. જ્ઞાનાવરણ કર્મના સંપૂર્ણ આવરણના અત્યંત ક્ષયથી ઉત્પન્ન થયેલા જે જ્ઞાનથી સંપૂર્ણ મૂર્ત-અમૂર્તરૂપ દ્રવ્ય સમૂહ ને વિશેષ રૂપે જાણવામાં આવે છે તેને કેવળજ્ઞાન કહેવામાં આવે છે અને તે સ્વાભાવિક હોય છે. કેવળજ્ઞાનને સ્પષ્ટ કરવા માટે તેના ત્રણ વિશેષણ આપવામાં આવ્યા છે. ૧. અત્યક્ષ ૨. અવ્યભિચારી અને ૩. ય સંવિદિત ૧. અત્યક્ષ અલીન્દ્રિયને કહે છે. જે જ્ઞાન સ્પર્શનાદિ કોઇ પણ ઇન્દ્રિયની સહાય વિના જાણે છે તે અત્યક્ષ (અતીન્દ્રિય) જ્ઞાન કહેવાય છે. ૨. જે જ્ઞાનમાં કદી પણ અન્યથા પરિણામરૂપ, વ્યભિચાર-દોષ આવતો નથી, તેને અવ્યભિચારી સમજવું જોઇએ. ૩. અને જે જ્ઞાન સ્વયં પોતાના દ્વારા સમ્યક જણાય છે. ભાનું મંડળની જેમ પર દ્વારા અપ્રકાશિત હોય છે. તેને સ્વસંવિદિત કહેવામાં આવે છે. આત્માનું કેવળજ્ઞાન સિવાય, બીજું કોઇ પરમરૂપ નથી. જેની આદિ નથી તેમજ અંત નથી, જેનું કોઇ કારણ નથી અને જે અન્ય કોઇ દ્રવ્યમાં નથી એવા, જ્ઞાનસ્વબાવને જ ઉપાદેય કરીને, કેવળજ્ઞાનની
૨૮૦ ઉત્પત્તિના બીજભૂત શુકલધ્યાન નામના સ્વસંવેદનન્નાને, જ્યારે આત્મા પરિણામે છે ત્યારે તેના નિમિત્તે સર્વઘાતિ કર્મોનો ક્ષય થઇ જાય છે અને તે ક્ષય થવાના સમયે જ, આત્મા સ્વયમેવ કેવળજ્ઞાન રૂપે પરિણમવા લાગે છે. તે કેવળજ્ઞાની ભગવાન શ્રાયોપથમિક જ્ઞાનવાળા જીવોની માફક અવગ્રહ, ઇવા, અવાય અને ધારણારૂપ, કમથી જાણતા નથી, પરંતુ સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને યુગપદ જાણે છે; એ રીતે તેમને બધુંય પ્રત્યક્ષ વર્તે છે. કેવળજ્ઞાન પ્રગટ થાય ત્યારે બહારથી આહારની ક્રિયા ન હોય. કેવળજ્ઞાની તો કાયમી સ્વરૂપમાં જામી ગયાં. તેમને આહારના રાગનો ક્ષય થઇ ગયો, તેથી બહારથી આહારની ક્રિયા પણ હોતી નથી. જ્યાં રાગનો ક્ષય થયો ત્યાં તેવા નિમિત્તો પણ હોતાં નથી. કેવળ જ્ઞાનીને વાણી અને વિહાર છે, તે માત્રયોગનો ઉદય છે, તેને અંદરના રાગ સાથે સંબંધ નથી. કેવળજ્ઞાની તો વીતરાગ છે, તેમને સર્વ રાગનો ક્ષય થયો છે. માત્ર યોગનો ઉદય છે. રાગનો ક્ષય થાય તો પણ, અમુક જાતના યોગનો ઉદય રહી જાય, એવો વસ્તુ સ્વભાવ છે. યોગ અને ઉપયોગનું સ્વરૂપ જુદું છે, તે બન્ને એક નથી. લોકલોકની ત્રણે કાળની સ્થિતિ, એક સાથે જ્ઞાનની દરેક અવસ્થામાં સહજ જાણે, તે કેવળજ્ઞાન સર્વ પ્રત્યક્ષ છે. જે ત્રણકાળવત સર્વ પદાર્થોનું (અનંત ધર્માત્મક સર્વ દ્રવ્ય ગુણપર્યાયોને) પ્રત્યેક સમયમાં યથાવસ્થિત, પરિપૂર્ણરૂપે સ્પષ્ટ અને એક સાથે જાણે છે, તેને કેવળજ્ઞાન કહે છે. (દ્રવ્ય, ગુણ, પર્યાયને કેવળી ભગવાન જાણે છે, પરંતુ તેના અપેક્ષિત ધર્મોને જાણી શકતા નથી, વિશેષને જાણતા નથી એમ માનવું અસત્ય છે. અને તેઓ અનંત ને કે માત્ર પોતાના આત્માને જ જાણે છે. પણ સર્વથા (સર્વ પ્રકારે) ન જાણે એમ માનવું તે પણ ન્યાયથી વિરુદ્ધ છે. કેવળજ્ઞાની ભગવાન સર્વજ્ઞ હોવાથી અનેકાનાત્મક-કાનાત્મક પ્રત્યેક વસ્તુને પ્રત્યક્ષ જાણે છે. શ્રીમદ્ રાજચંદ્ર સ્વરૂપને પ્રાપ્ત સમકિતી સપુરુષ થઇ ગયા. તેઓ કહે છે : “જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઇ નથી, પણ