________________
વિરુદ્ધ જાતિના હોવા છતાં પણ જાણે છે અર્થાત કેવળજ્ઞાન એક જ | • સમયે, સર્વ આત્મપ્રદેશી સર્વ દ્રવ્ય-કાળ-ભાવને જાણે છે. કેવળજ્ઞાન, સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોને યુગપ જાણે છે. અહીં પ્રશ્ન થવા યોગ્ય છે કે, નષ્ટ અને અનુત્પન્ન પર્યાયોને, જ્ઞાન વર્તમાન કાળે કેમ જાણી શકે ? તેનું સમાધાન જગતમાં પણ દેખાય છે કે, અલ્પજ્ઞ જીવનું જ્ઞાન પણ નષ્ટ, અને અનુત્પન્ન વસ્તુઓને ચિંતવી શકે છે. અનુમાન દ્વારા જાણી શકે છે. તદાકાર થઈ શકે છે; તો પછી પૂર્ણ જ્ઞાન નષ્ટ અને અનુત્પન્ન પર્યાયોને કેમ ન જાણી શકે ? ચિત્રપટની માફક, જ્ઞાન શક્તિ જ એવી છે કે, તે અતીત અને અનાગત પર્યાયોને પણ, જાણી શકે છે. વળી, આલેખ્યત્વશક્તિની માફક, દ્રવ્યોની શેયત્વશકિત એવી છે કે તેમના અતીત અને અનાગત પર્યાયો પણ જ્ઞાનમાં શેયરૂપ થાય-જણાય. આ રીતે આત્માની અદ્ભુત જ્ઞાનશક્તિ, અને દ્રવ્યોની અદ્ભુત શેયત્વશક્તિને લીધે, કેવળજ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોના ત્રણે કાળના પર્યાયોનું એક જ સમયે ભાસવું અવિરુદ્ધ છે. જે ત્રણ લોક-ત્રણ કાલવર્તી, સર્વ પદાર્થોનું (અનંત ધર્માત્મક સર્વ દ્રવ્યગુણ-પર્યાયોને), પ્રત્યેક સમયમાં યથાસ્થિત પરિપૂર્ણરૂપે, સ્પષ્ટ અને એક સાથે જાણે, તેને કેવળજ્ઞાન કહે છે. નિરાવરણજ્ઞાન. જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે, અને અન્ય પદાર્થને વિષે અહંતામમતા વર્તતાં નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાન સ્વરૂ૫૫ણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવા યોગ્ય છે. કેવલજ્ઞાન નિરાવરણ કહેવાય છે તે પરિપૂર્ણ સત્ય છે. કેવલી જ્ઞાન વ્યવહારનયથી સર્વ જાણે છે. દેખે છે, નિશ્ચયથી તો કેવલજ્ઞાની આત્માને જાણે છે-દેખે છે. કેવળજ્ઞાનને સ્પષ્ટ કરવા માટે ત્રણ વિશેષણ આપવામાં આવ્યાં છે. ૧. અત્યક્ષ ૨. અવ્યભિચારી ૩. સ્વસંવિદિત. અત્યક્ષ અતીન્દ્રિયને કહે છે. જે જ્ઞાન સ્પર્શનાદિ કોઇપણ ઇન્દ્રિયની સહાય વિના, જાણે છે તે અત્યક્ષ (અતીન્દ્રિય) જ્ઞાન કહેવાય છે.
૨૭૯ પૂર્ણ નિર્માણ જ્ઞાનની સ્થિતિ. જેનો સ્વભાવ જ્ઞાન છે તેમાં કિંચિત ન જાણવું એમ ન હોય. અટકીને ક્રમે ક્રમે જાણવું એમ પણ ન હોય, એક સાથે સર્વને (સ્વ-પરને) જાણવાનું સામર્થ્ય એક સમયમાં જ હોય. કેવળજ્ઞાનમાં ત્રણ કાળ, ત્રણ લોકના સર્વ પદાર્થની તમામ પર્યાયો સહિત એક સમયમાં એક સાથે જણાય છે, એવો કેવળજ્ઞાન સ્વભાવ દરેક ચૈતન્યમાં એક એક સમયમાં શક્તિરૂપે છે. કેવળજ્ઞાનમાં ભૂતકાળની અનંત પર્યાય અને ભવિષ્યની અનંત પર્યાય, જેવી વર્તમાન પર્યાય જણાય છે. તેવી જ, પ્રત્યક્ષપણે જણાય તેમાં વર્તમાન પર્યાય જેમ વર્તમાનમાં વર્તે છે તેમ જાણે ને ભૂત-ભવિષ્યની પર્યાય જેમ વર્તી ગઈ અને વર્તશે તે પણ જાણે પણ વર્તમાન જેવી જ પ્રત્યક્ષ જાણે. હવે સમ્યગ્દર્શની જીવને પણ ત્રણે કાળની પર્યાયનું સામર્થ્ય વર્તમાન દ્રવ્યમાં ભર્યું છે. તે આખા દ્રવ્યને સમ્યગ્દર્શને પ્રતીતમાં લીધું છે. જ્ઞાનમાં લીધું છે. કેવળજ્ઞાનમાં ભૂત-ભવિષ્યની અનંતી પર્યાય પ્રત્યક્ષ જણાય ત્યારે સમ્યગ્દર્શન થતાં સમ્યજ્ઞાનમાં તે ભૂત-ભવિષ્યની પર્યાય પરોક્ષપણે જણાય. પણ તે જાણે જેવું કેવળજ્ઞાની જાણે તેવું જ; માત્ર પ્રત્યક્ષ પરોક્ષનો ભેદ છે. જેમ કેવળજ્ઞાની સ્વ-પરની પર્યાયને પ્રત્યક્ષ જાણે તેમ સમ્યજ્ઞાનમાં પણ સ્વ-પરની પર્યાય પરોક્ષ જણાય છે. પૂર્ણ નિર્મળ જ્ઞાનની અવસ્થા. પૂર્ણ નિર્મળ જ્ઞાનદશા, ભેદજ્ઞાન જ્યોતિ પ્રગટ કરવાથી જ, બધા પદાર્થને જાણનાર કેવળજ્ઞાન પ્રગટે છે. અહીં કેવળજ્ઞાનમાં ૧. ખેદશો? ૨. પરિણામ શા? તથા કેવળજ્ઞાન અને સુખનો વ્યતિરેક (ભેદ) શો? કે જે થી કેવળજ્ઞાનને એકાંતિક સુખપણું ન હોય? ૧. ખેદનાં આયતનો (સ્થાનો) ઘાતિકક છે, કેવળ પરિણામ માત્ર નહિ.
ઘાતિકર્મો મહા મોહનાં ઉત્પાદક હોવાથી ધતુરાની માફક અતમાં તબદ્ધિ ધારણ કરાવી આત્માને શ્રેય પદાર્થ પ્રતિ પરિણમાવે છે. તેથી તે ઘાતિકર્મો. દરેક પદાર્થ પ્રતિ પરિણમી પરિણામીને થાકતાં તે