________________
કેવળ :આત્મા નિશ્ચયથી, પરદ્રવ્યના તેમજ રાગદ્વેષાદિના સંયોગ વિનાનો, તથા ગુણ પર્યાયના ભેદો વિનાનો, માત્ર ચેતક સ્વભાવરૂપ જ છે; તેથી પરમાર્થ, તે કેવળ (અર્થાત્ કેટલો, નિર્ભેળ, શુદ્ધ, અખંડ) છે. (૨) શુદ્ધ આત્મા. તેથી પરમાર્થે, તે કેવળ (અર્થાત્ એકલો, નિર્ભેળ, શુદ્ધ, અખંડ) છે. (૨) સર્વથા
કેવળ શાન જ્ઞાનવરણ કર્મના સંપૂર્ણ આવરણના અત્યંત ક્ષયથી ઉત્પન્ન થયેલ, જે જ્ઞાનથી સંપૂર્ણ મૂર્ત-અમૂર્ત રૂપ દ્રવ્ય સમૂહને, વિશેષરૂપે જાણવામાં આવે છે, તેને કેવળજ્ઞાન કહેવામાં આવે છે, અને તે સ્વાભાવિક હોય છે. (૨) સકલ પ્રત્યક્ષ- સંપૂર્ણ પ્રત્યક્ષ છે. અહા! વર્તમાન એક સમયમાં ત્રણ કાળ-ત્રણ લોકને પ્રત્યક્ષ જાણનારી પર્યાય સકલપ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન ત્રણ કાળ-ત્રણ લોકને જાણે છે. એમ વ્યવહારથી વાત છે હોં, પણ શું થાય? એ સિવાય સમજાવવું શી રીતે? તો કહે છે, ત્રણ કાળ-ત્રણ લોક જેમાં પ્રત્યક્ષ જણાય, એવું કેવળજ્ઞાન તે સકલ પ્રત્યક્ષ છે. અહા! એવો જ ભગવાન આત્માની કાર્યરૂપ કેવળજ્ઞાનની પર્યાયનો સ્વભાવ છે. જુઓ, પહેલાં ત્રિકાળી સહજ જ્ઞાનને સ્વરૂપ પ્રત્યક્ષ કહ્યું ને હવે અહીં વર્તમાન પ્રગટ કાર્ય સ્વભાવ જ્ઞાન, એવા કેવળજ્ઞાનને સકલ પ્રત્યક્ષ કહ્યું છે. આ કારણ અને કાર્યની સંધિ છે. સહજજ્ઞાન ત્રિકાળી કારણ સ્વભાવ જ્ઞાન છે, ને કેવળજ્ઞાન વર્તમાન કાર્ય સ્વભાવજ્ઞાન છે. અહા! આવી વાત! (૩) પૂર્ણ નિર્મળ જ્ઞાનની અવસ્થા. જેનો સ્વભાવ જ્ઞાન છે. તેમાં કિંચિત ન જાણવું એમ ન હોય. અટકીને ક્રમે ક્રમે જાણવું એમ પણ ન હોય, એક સાથે સર્વને (સ્વ-પરને) જાણવાનું સામર્થ્ય, એક સમયમાં જ હોય. કેવળજ્ઞાનમાં ત્રણ કાળ, ત્રણ લોકના સર્વ પદાર્થોની, તમામ પર્યાયો સહિત એક સમયમાં એક સાથે જણાય છે, એવો કેવળજ્ઞાન સ્વભાવ, દરેક ચૈતન્યમાં એક એક સમયમાં શક્તિરૂપે છે. કેવળજ્ઞાનમાં ભૂતકાળની અનંત પર્યાય અને ભવિષ્યની અનંત પર્યાય,જેવી વર્તમાન પર્યાય જણાય, તેવી જ પ્રત્યક્ષપણે જણાય. તેમાં વર્તમાન પર્યાય, જેમ વર્તમાનમાં વર્તે છે તેમ જાણો, ને ભૂત ભવિષ્યની પર્યાય જેમ વર્તી ગઇ, અને વર્તશે તે પણે જાણે, પણ વર્તમાન જેવી જ પ્રત્યક્ષ જાણે. હવે
૨૭૬
સમ્યગ્દર્શની જીવને પણ ત્રણે કાળની પર્યાયનું સામર્થ્ય, વર્તમાન દ્રવ્યમાં ભર્યું છે. તે આખા દ્રવ્યને સમ્યગ્દર્શને પ્રતીતિમાં લીધું છે, જ્ઞાનમાં લીધું છે. કેવળજ્ઞાનમાં ભૂત-ભવિષ્યની અનંતી પર્યાય પ્રત્યક્ષ જણાય ત્યારે સમ્યગ્દર્શન થતાં સમ્યજ્ઞાનમાં તે ભૂત-ભવિષ્યની પર્યાય પરોક્ષપણે જણાય. પણ તે જાણે જેવું કેવળજ્ઞાની જાણે તેવું જ. માત્ર પ્રત્યક્ષ ને પરોક્ષનો ભેદ છે. જેમ કેવળજ્ઞાની સ્વ-પરની પર્યાયને પ્રત્યક્ષ જાણે તેમ સમ્યક્ જ્ઞાની પણ સ્વ-પરની પર્યાય પરોક્ષ જણાય છે. કેવળ જ્ઞાનની શક્તિ :
પ્રશ્નઃ- કેવળજ્ઞાનની શક્તિ અને કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ એ બન્નેમાં શુ ફેર છે? ઉત્તરઃ- જે જીવમાં કેવળજ્ઞાન પ્રગટવાનું છે તે જીવમાં કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ
સદાય છે. કેવળજ્ઞાનની શક્તિ અને કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ એ બન્ને જુદી ચીજ છે. કેવળજ્ઞાનની શક્તિ તો અભવ્યમાં પણ છે, પરંતુ કેવળજ્ઞાન પ્રગટવાનો ધર્મ તેનામાં નથી. અભવ્યમાં કેવળજ્ઞાનની શક્તિરૂપ સ્વભાવ છે, પણ તેને કેવળજ્ઞાન પર્યાય પ્રકટે નહિ એવો પણ તેનો સ્વભાવ છે. કેવળ જ્ઞાનનો કક્કો ઃઆત્મા વસ્તુપણે એકરૂપ રહે છતાં, તેની અવસ્થા એકરૂપ ન
રહે, તેમ રજકણ વસ્તુપણે એકરૂપ રહે, છતાં તેની અવસ્થા બદલાયા કરે, એકરૂપ ન રહે. જડમાં જ્ઞાન નથી છતાં તે વસ્તુ છે તેથી ત્રિકાળી શક્તિમાન છે. દરેક સમયે પૂર્ણ ધ્રુવપણું રાખીને, પોતાની તાકાતથી અવસ્થાઓ બદલે છે. આ રહસ્ય કેવળજ્ઞાનનો કકકો છે. દરેક વસ્તુની પૂરે પૂરી સ્વતંત્રતાની તેમાં જાહેરાત થાય છે.
કેવળજ્ઞાની સર્વશ ભગવાન દરેક પદાર્થની, ભૂતકાળની પર્યાયો અને ભવિષ્યની
પર્યાયો વર્તમાનમાં અવિદ્યમાન-અપ્રગટ હોવાં છતાં, સર્વજ્ઞ ભગવાન અને અનંતકાળ પછી થનારી ભવિષ્યની પર્યાયો, અવિદ્યમાન હોવા છતાં, કેવળ જ્ઞાન વર્તમાનવત્ પ્રત્યક્ષ જાણે છે. અહાહા! જે પર્યાયો થઇ ને ગઇ છે, અને જે થઇ નથી એવી ભૂત ભવિષ્યની પર્યાયોને પ્રત્યક્ષ જાણે, એ જ્ઞાનની દિવ્યતાનું શું કહેવું? કેવળી ભગવાન ભૂત-ભવિષ્યની પર્યાયોને, દ્રવ્યમાં યોગ્યતા રૂપ જાણે છે, એમ નહિ. પણ તે તે પર્યાયો વર્તમાનવત્ પ્રત્યક્ષ