________________
કુમપ્રવૃત્ત ૫ર્યાયો. કમપરિણામ ક્રમે થતાં પરિણામ કર્મફળ :જીવના ભાવરૂપ કર્મ વડે, નીપજતું સુખ દુઃખ તે કર્મફળ છે, ત્યાં દ્રવ્યકર્મરૂપ
ઉપાધિમાં, જોડાણ નહિ હોવાને લીધે, જે નિરુપાધિક શુદ્ધભાવરૂપ કર્મ થાય છે, તેનું ફળ તો, અનાકુળતા જેનું લક્ષણ છે એવું સ્વભાવભૂત સુખ છે; અને દ્રવ્યકર્મરૂપ ઉપાધિમાં જોડાવાના લીધે, જે ઔપાધિક શુભાશુભ-ભાવરૂપ કર્મ થાય છે, તેનું ફળ, વિકારભૂત દુઃખ છે કારણ કે, તેમાં અનાકુળતા નથી પણ આકુળતા છે. (૨) આત્મ-કર્મ વડે, નિપજાવવામાં આવતાં જે સુખ-દુઃખ, તે કર્મફળ છે. ત્યાં, દ્રવ્યકર્મરૂપ ઉપાધિની નિકટતા, અસદ્ભાવને કારણે, જે કર્મ હોય છે, તેનું ફળ અનાકુળ લક્ષણ પ્રકૃતિભૂત સૌખ્ય છે; અને દ્રવ્ય કર્મરૂપ, ઉપાધિની નિકટતાના સદ્ભાવને કારણે, જે કર્મ હોય છે, તેનું ફળ વિકૃતિભૂત દુઃખે છે, કેમકે ત્યાં સૌખ્યના લક્ષણનો અભાવ છે. (૩) કર્મ
અનેક પ્રકારનું ફળ છે; સુખ અથવા દુઃખ તે કર્મ ફળ કહેવામાં આવ્યું છે. કર્મ ફળ ચેતના રાગમાં હરખ થવો, એ દ્વેષમાં કંટાળો થવો, અણગમો થવો-તે
હરખ-શોકનું જે વેદવું થાય તે કર્મ-કળ ચેતના છે. કર્મ ચેતનારૂપ રાગનું જે કાર્ય થાય તે કળ સુખ, દુઃખ, હરખ શોકનું વેદવું જે થાય તે કર્મફળ ચેતના છે. (૨) હર્ષ શોકના ભોગવટામાં ચેતનાનું જોડાવું. (૩) હરખ શોકને વેદવું, તે કર્મફળ ચેતના. (૪) કર્મફળ એટલે જડકર્મનું ફળ એમ વાત અહીં નથી. આત્માનો જે શુદ્ધ એક ચૈતન્યસ્વભાવ તેનાથી વિરુદ્ધ જે પુણ્ય-પાપરૂપ શુભાશુભભાવ છે તેને અહીં વિકારી કાર્યરૂપ કર્મચેતના કહી છે.અને તેના ફળ તરીકે હરખ-શોકનું વદન થવું તે કર્મફળ ચેતના છે. જડકર્મ અને જડકર્મનું ફળ તેમ આ વાત નથી. શુભાશુભ રાગ થાય તેમાં આ ઠીક છે એવું જે હરખનંસુખનું વેદના થાય તે કર્મ-ફળ-ચેતના છે, અને તેમાં આ અઠીક છે એવું જે દુઃખનું શોકનું વેદના થાય તેમ કર્મફળ ચેતના છે. આ કર્મ ચેતના અને કર્મફળ ચેતના-બન્ને આસ્રવ છે, બંધનું કારણ છે, દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે. આત્માના નિરાકુલ આનંદ સ્વભાવથી બન્ને વિરુધ્ધ ભાવ છે. પુણય અને પાપ અને તેનું ફળ જે હરખ અને શોક તેમાં એકાગ્ર થવું તે બધું દુઃખનું વેદન છે
ભાઇ! બન્ને ચેતના એક સાથે જ હોય છે, રાગ વખતે જ રાગનું વેદન છે. (૫) પુણય-પાપરૂપ કાર્યમાં સુખદુ:ખની કલ્પના કરવી, તેને કર્મફળ ચેતના કહે છે. શુભભાવ સુખરૂપ અને અશુભભાવ દુઃખરૂપ, એમ અનુભવ કરવો તે કર્મફળ ચેતના છે. (૬) જ્ઞાનથી આત્માથી અન્ય જે શુભાશુભ ભાવ-વિકારી ભાવ એને હું ભોગવું છું એમ માને-અનુભવે, તે કર્મફળ ચેતના છે. વિકારમાં હરખ-શોકનું વેદન કરે, તે કર્મફળ ચેતના છે. (૭) જ્યારે હર્ષ શોકાદિ વેદન રૂપ કર્મના ફળરૂપે, પરિણમે ત્યારે કર્મફળ ચેતના કહીએ. (૮) વિકારી પરિણામના ફળનું વેદવું, હરખ-શોકનું, સુખ-દુઃખનું જે ચેતવું-વહેવું થાય, તે કર્મફળ ચેતના છે. (૯) હરખ-શોકના ભોગવટામાં કર્મફળ ચેતના છે. કર્મફળ ચેતનારૂપ રાગનું જે કાર્ય થાય તેનું ફળ સુખ, દુઃખ હરખ, શોકનું વેદવું જે થાય તે કર્મફળ ચેતના છે. (૧૦) વિકારી ભાવમાં હરખ-શોક થાય
તે કર્મફળ ચેતના છે. ઉમબદ્ધ :નિયમિત કમબદ્ધ પર્યાય :ક્રમ નિયમિત પર્યાય (૨) પર્યાય ક્રમબદ્ધ દ્રવ્યમાં ગોઠવાયેલી જ
છે, એ સર્વજ્ઞ પ્રત્યક્ષ જાણે છે. નીચે વાળાને પ્રત્યક્ષ નથી. પણ યોગ્યતા અનુસાર પર્યાય ક્રમબદ્ધ થાય છે, તેમ અનુમાન જ્ઞાનથી જાણે છે. દરેક પદાર્થની ભૂતકાળની પર્યાયો અને ભવિષ્યકાળની પર્યાયો, વર્તમાનમાં અવિદ્યમાન-અપ્રગટ હોવા છતાં, સર્વજ્ઞ ભગવાન વર્તમાનવત્ પ્રત્યક્ષ જાણે
કમબદ્ધ પ્રવાહ પ્રવચનસાર ગાથા ૯૩, માં દ્રવ્યસંબંધી વિસ્તારસમુદાય અને
આયત સમુદાયની, વાત આવે છે. દ્રવ્યમાં જે અનંતગુણો એક સાથે હોય છે, તે વિસ્તારસમુદાય છે, અને ક્રમપ્રવાહરૂપે દોડતી જે પર્યાયો છે, તે આયતસમુદાય છે. ત્યાં પર્યાયો જે છે, તે ધારાવાહી દોડતા ક્રમબદ્ધ પ્રવાહરૂપે છે. વળી એમાં જ (પ્રવચનસારમાં) ગાથા ૧૦૨ માં, દરેક પદાર્થની જન્મ ક્ષણની વાત છે. એટલે પદાર્થમાં, જે તે પર્યાયનો જન્મઉત્પત્તિ થવાનો, પોતાનો કાળ છે, તેથી તે થાય છે. નિમિત્ત છે માટે, તે પર્યાય ઉત્પન્ન થાય છે, એમ નથી. નિમિત્ત નિમિત્તમાં છે, અને ઉપાદાન