________________
કરવું તેમાં ઈચ્છા છે, ઈછા એટલે રાગ, તે દુઃખ છે, તે ઈશ્વરમાં કેમ સંભવે ? કરવું અને જાણવું નિશ્ચયથી વિરોધરૂપ જ છે જાણવામાં અને કરવામાં તો,
પરસ્પર વિરોધ છે; જ્ઞાતા રેહેશોતો, બંધ નહિ થાય, કર્તા થશે, તો અવશ્ય
બંધ થશે. કરવા, કરાવવા અને અનુમોદવાનો ભાવ કરવા, કરાવવા અને અનુમોદવાનો ભાવ
તો પોતાનો છે. કરવા, કરાવવા અને અનુમોદવાના ભાવમાં જે નિમિત્તો આવે તે નિમિત્ત તરફના ભંગ છે. પોતે પોતાના ભાવ કરે છે. પોતે પોતાના ભાવથી બીજાને કહે કે, આ પ્રમાણે તું કર, તે રીતે પોતાના ભાવમાં બીજાનું નિમિત્ત આવ્યું, પણ ભાવનો. પોતે કર્યો. પોતાના ભાવ પ્રમાણે પુણ્ય-પાપ બંધાય છે. સાચું નિમિત્ત તે પ્રમાણે કરે કે ન કરે, તેનું આને કોઇ પણ પુણ્ય કે પાપ લાગે નહિ. પોતાના ભાવનું પુણ્ય-પાપ પોતાની પાસે ને, સામાના ભાવનું પુણય-પાપ સામાની પાસે છે. પોતાનું પોતાની પાસે સો એ સો ટકા, અને બીજાનું બીજાની પાસે સો એ સો ટકા. બીજાનું અને પોતાનું જરાય સહિયારું નથી. પોતાનો ભાવ બીજા કોઇને નુકશાન કરે કે મદદ કરે, તેમ ત્રણ કાળ ત્રણ લોકમાં બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહિ.
દરેક દ્રવ્યો સ્વતંત્ર જુદાં છે. કરવાળની ધાર એકધારો; એક પ્રવાહ રૂપે, એક સરખો; વહેવામાં ખંડિત નહીં,
તેવો. કરવાળ-ધુ :તલવાર, એકધારો, એક પ્રવાહરૂપે, એક ધારા; એક સરખો; વહેણમાં
ખંડિત નહિ. કરાતું થતું કતા :થતાં કરાવું થવું શિયમાણ કરાતું હોય તે. યા સ્વરૂપમાં રમણતા. લીનતા તે ક્રિયા છે. (૨) પ્રદેશાંતર પ્રાપ્તિનો હેતુ (અન્ય
પ્રદેશની પ્રાપ્તિનું કારણ), એવો જે પરિસ્પંદરૂપ પર્યાય, તે ક્રિયા છે. ત્યાં બહિરંગ સાધન સાથે રહેલા, જીવો સક્રિય છે; બહિરંગ સાધન સાથે રહેલા
પુલો, સક્રિય છે. આકાશ નિષ્ક્રિય છે, ધર્મ નિષ્ક્રિય છે, અધર્મ નિષ્ક્રિય છે; કાળ નિષ્ક્રિય છે. (૨) પરિણમન. (૩) ક્રિયાના તેર સ્થાન કહેવાય છે. તેનાં નામ નીચે પ્રમાણે છે :(૧) અર્થદંડ (પ્રયોજન હોવાથી, પાપાચરણ કરવું તે) (૨) અનર્થદંડ (વિના પ્રયોજન, હિંસા કરવી તે) (૩) હિંસાદંડ (૪) અકસ્માતદંડ (એક અપરાધીને બદલે, અન્યને શિક્ષા કરવી) (૫) દષ્ટિ વિપર્યાસ દંડ (ભ્રમથી, ઘાત કરે) (૬) મિથ્યા ભાષણ દંડ (૭) ચોરી (૮) મનમાં અનિષ્ટ ચિંતન (આર્તધ્યાન, રૌદ્ર ધ્યાન) (૯) માન પ્રાયયિક (પોતાને ઉત્કૃષ્ટ માને, બીજાને હીન) (૧૦) મિત્રનો દોહ (સામાન્ય કારણથી, કઠોર દંડ આપે) (૧૧) માયા (૧૨) લોભ (૧૩) ઈર્યાપથિકી ક્રિયા. આ તેર ક્રિયા. સ્થાન પ્રમાણે સર્વે જીવો, સુખદુઃખનો અનુભવ કરે છે. ક્રિયાનું લક્ષણ, પરિસ્પંદ(કંપન) છે. સત્કારાદિ ક્રિયા વસ્તુમાં સહજપણે પલટતી, અવસ્થા-પરિણામ હોય છે; તે પલટતી અવસ્થા-પર્યાયને, ક્રિયા કહેવામાં આવે છે. ક્રિયા ત્રણ પ્રકારે થાય છે : (૧) શરીર, મન, વાણી, ધનાદિ, જે જડ દ્રવ્ય છે, તેની ક્રિયા તે જડની ક્રિયા. (૨) પરદ્રવ્યના લક્ષે ઉત્પન્ન, રાગની ક્રિયા તે વિભાવરૂપ ક્રિયા. (૩) સ્વરૂપના લક્ષે ઉત્પન્ન, જ્ઞાનની ક્રિયા તે સ્વભાવભૂત ક્રિયા. જડની ક્રિયા, તો આત્મા ત્રણ કાળમાં કરતો નથી, કરી શકતો નથી. અને જ્ઞાન, તે આત્મા-એમ જ્ઞાનમાં પોતાપણે નિઃશંકપણે વર્તતો, તે રાગની ક્રિયાને પણ કરતો નથી. જ્ઞાન તે આત્મા-એમ