________________
કુધર્મ અને ગૃહીત મિથ્યાદર્શનનું સંશ્ચિમ લક્ષણ જે ધર્મમાં મિથ્યાત્વ તથા રાગાદિરૂપ ભાવહિંસા તથા ત્રસ અને સ્થાવર જીવોના ઘાતરૂપ દ્રવ્ય હિંસાને ધર્મ માનવામાં આવે છે, તેને કુધર્મ કહેવામાં આવે છે. જે પ્રાણી આ કુધર્મની શ્રદ્ધા કરે છે, તે દુઃખ પામે છે. આ ખોટા ગુરુ, દેવ અને ધર્મની શ્રદ્ધા કરવી, તેને ગૃહીત મિથ્યાદર્શન કહે છે. આ પરોપદેશ વગેરે બાહ્ય કારણના આશ્રયથી ગ્રહણ કરવામાં આવે છે, તેથી ગૃહીત કહેવાય છે. કુધાતુ :પરુ, લોહી, વીર્ય, મળ, ચરબી, માંસ, હાડકાં વગેરે. કનક સોનું; ઉપકારક; ઉપયોગી. સુવર્ણ.
કનકનગ :(કનક= સોનું, નગ= પહાડ) સુમેરું.
કનકબદ્ધ :સુવર્ણમાં જડેલા
કનકોલ :સોનું અને પથ્થર આ બે મિશ્ર દ્રવ્યોનું નામ જ કનકોપલ છે તેથી કનકોપલ બે દ્રવ્યોના સમુદાયનું નામ છે.
કુન્દકુંદાચાર્ય :આજથી ૨૦૦૦ વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય થયા. મદ્રાસની આ બાજુ
૮૦ માઈલ દૂર ગામ છે. ૧૦,૦૦૦ ની વસ્તીવાળું છે. ત્યાંથી પાંચ માઈલ, દૂર પોજૂર હીર નામની ટેકરી છે. ત્યાં કુંદકુદાચાર્ય રહેતા હતા. તેઓ આત્માનુભવી ભાવલિંગી મુનિ હતા. ત્યાંથી પૂર્વ વિદેહક્ષેત્રમાં સીમંધર ભગવાન પાસે ગયા હતા, અને ત્યાંથી આવીને શાસ્ત્રો રચ્યાં છે. આ સાક્ષાત ભગવાનની વાણી છે.
કન્યાલીક :મનુષ્ય સંબંધી
કુર :કુમનુષ્ય; હલકો મનુષ્ય
કૈનાત :(તુર્કી, તંબુની ચારે બાજુનો પડદો), જાડા બેવડા કપડાનો વાંસની સાથે સીવીને બનાવેલો, પડદો; તંબુની કપડાની દીવાલ.
કનિષ્ઠ ઉતરતા;હલકા (૨)
કનિષ્ઠ આચાર :ખરાબ આચાર.
પ :કૂવો. (૨) ઘડો. અમૃતનો કૂપ= અમૃતનો ઘડો
કપટ :ફૂડ, છળ, પ્રપંચ, (૨) લુચ્ચાઇ, દગો.
૫૩
કપટ રહિત આત્મ અરપણ ઃકપટ છોડી દો, ઘમંડ છોડી દો, દંભ પાખંડ છોડી દો, જેવા છો તેવા પ્રભુ સન્મુખ ખુલ્લા થાવ, અને તેનાં ચરણ પકડી કહો-તારા સિવાય મારું કોઇ જ નથી આ છે કપટરહિત આત્મ અરપણા. કૃષ્ણ :લોભી; કંજુસ
પ્ય વસ્ત્ર
કંપા કાજળ રાખવાની શીશી
કુપાત્ર ખરાબ પાત્ર; જેમાં વસ્તુ ન રહી શકે; જેને દાન દેવું નિરર્થક છે તેવા ભિખારી. (૨) ત્યાગ છતાં સમ્યગ્દર્શન નથી તે કુપાત્ર છે, તેમને ભક્તિપૂર્વક દાન આપવા યોગ્ય નથી.
કપિલ સાંખ્યમતના પ્રવર્તક
કપોલ કલ્પના :મૂળ માથા વિનાની, કલ્પના કે ધારણા; ગપ. *ગ્રીવા :કંબુ= શંખ, ગ્રીવા= ગળું. શંખ જેટલા ગાળા વાળો આકાર કુબ્જ :ખૂંધો
કુબ્જક સંસ્થાન ઃશરીર કૂબડું હોય, કોઢ નીકળેલું હોય, તેને કુબ્જક સંસ્થાન કહે છે. કુબુદ્ધિ કુશાન; અજ્ઞાન.
કુંભ :ઘડો; ઘટ;
કાંચેતના :પુણ્ય-પાપના ભાવનું કરુવં તે કર્મ ચેતના છે.
કુમતિ જ્ઞાન મિથ્યાદર્શનના ઉદય સહિત જે અભિનિબોધિક જ્ઞાન છે તેને જ કુમતિ જ્ઞાન, જે શ્રુતજ્ઞાન છે તેને જ કુશ્રુતજ્ઞાન અને જે અવધિજ્ઞાન છે તેને જ વિભંગજ્ઞાન કહે છે. (૨) મિથ્યાદર્શનના ઉદય સાથેનું આભિનિબોધિક (મતિ) જ્ઞાન જ, કુમતિજ્ઞાન છે.(૩) જ્યાં મિથ્યા શ્રદ્ધા છે ત્યાં જે મતિજ્ઞાન છે, તે કુમતિજ્ઞાન છે. શ્રદ્ધામાં ફેર (વિપરીતતા) છે. માટે કુમતિ જ્ઞાન છે. પણ તે કુમતિ જ્ઞાનની પર્યાય જ્ઞાનને અનુસરીને થઇ છે.
કુમતિજ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને ક્રુઅવધિજ્ઞાન મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃ પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન સમ્યજ્ઞાન છે. પરંતુ મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન મિથ્યાજ્ઞાન પણ હોય છે. તે મિથ્યા જ્ઞાનને કુમતિ જ્ઞાન, કુશ્રુતજ્ઞાન અને કુઅવધિ (વિભંગ) જ્ઞાન પણ કહે છે. આ ત્રણ જ્ઞાન