________________
છે. આ પ્રમાણે આત્મા અને પ્રકૃતિનું પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવથી પરિણમવું છે, અને તેથી સંસાર છે. એનાથી જીવ ચારગતિ અને ચોરાસી લાખ યોનિમાં ઘૂરે છે, અને તેથી જ તેમને કર્તા-કર્મનો વ્યવહાર છે. આત્મા અને કર્મ પ્રકૃતિઓને પરમાર્થે કોઇ કર્તા કર્મ સંબંધ નથી. જીવમાં વિકાર થાય તેના કર્તા જડકર્મ અને વિકાર થયો તે જડકર્મનું કાર્ય એમ નથી, તથા વિકારી પરિણામ કર્તા અને નવાકર્મનો બંધ થાય તે એનું કાર્ય એમ પણ નથી. આત્મા અને પ્રકૃતિને પરમાર્થે કર્તા કર્મ સંબંધ નથી છતાં, પરસ્પર નિમિત્તનૈમિત્તિક ભાવના કારણે બંધ થાય છે, અને તેથી સંસાર છે, ચાર ગતિનું પરિભ્રમણ છે. વિકારી પરિણામથી સંસાર છે. મિથ્યાત્વ તે સંસાર છે. કર્મની પુરાણી પ્રકૃતિ જે ઉદયમાં આવી, તેને નિમિત્ત કરીને જીવ વિકાર કરે છે. તે સંસાર છે, તે જ ચોરસીના અવતારનું બીજ છે; અને તેથી જ કર્તાકર્મપણાનો વ્યવહાર છે. કર્મના નિમિત્તે જે વિકાર થાય છે, તેનું કર્તાપણું છે તે મિથ્યાત્વ છે, અને તેજ સંસાર છે. દયા, દાન,વ્રત, ભક્તિ ઇત્યિાદિમાં જે ભાવ છે તે શુભરાગનાં પરિણામ છે; કર્મ પ્રકૃતિના નિમિત્તને આધીન થવાથી, તે ભાવ ઉત્પન્ન થાય છે. તે ભાવ મારા છે, મારા કર્તવ્ય પણ છે. અને મને લાભકારી છે એવી માન્યતા મિથ્યાત્વ છે. અને તે જ સંસાર છે, સ્વ-આશ્રયે મિથ્યાત્વનો નાશ થતાં, સંસારનો અભાવ જ થાય છે. સમુદ્રમાં બિંદુની શી ગણતરી? એમ રે મિથ્યાત્વ ગયા પછી અવિરતિ, પ્રમાદ, કપાય આદિ થોડો દોષ રહે, પણ તે સમુદ્રમાં બિંદુ સમાન છે. અને તે પણ ક્રમે નાશ થવા યોગ્ય જ છે. મિથ્યાત્વ એ જ મહાદોષ છે. અને તે જ
સંસાર છે. કર્તા-કર્મ-કરણના અભેદ : જ્યારે આત્મા, આત્માને આત્માથી આચરે જાણે-દેખે
છે, ત્યારે કર્તા પણ આત્મા, કર્મ પણ આત્મા અને કરણ પણ આત્મા છે; એ રીતે ત્યાં કર્તા-કર્મ-કરણનું, અભિન્નપણું છે.
૨૫૭ કર્તાશ્મની પ્રવૃત્તિ અનાદિ અજ્ઞાનથી, કર્તાકર્મની પ્રવૃત્તિ છે, કર્તાકર્મની પ્રવૃત્તિથી
બંધ છે, અને તે બંધના નિમિત્તથી, અજ્ઞાન છે, એ પ્રમાણે અનાદિ સંતાન (પ્રવાહી છે. માટે તેમાં ઈતરેતરાશ્રય દોષ આવતો નથી. જુઓ! સ્વરૂપના ભાવ વિના, વિકારનો સ્વામી થઈ, જીવ પોતે વિકાર કરે, ત્યારે નવો કર્મ-બંધ થાય છે. જે કર્મ બંધાય છે, તે સ્વયં સ્વતઃ પોતાના કારણે બંધાય છે. કર્મરૂપે બંધાવાની લાયકાતવાળા પરમાણુ સ્વયં, પોતાથી કર્મરૂપે પરિણમે છે. ત્યાં જીવ અને કર્મનું એકક્ષેત્રાવગાહે રહેવું, એ સંબંધ છે, પણ એકબીજાના કર્તાકર્મપણે થવું, એવો સંબંધ નથી. એ બંધના નિમિત્તથી, અજ્ઞાન છે. એટલે કે એ બંધના ઉદયકાળે, પોતે સ્વતંત્રપણે નવું અજ્ઞાન કરે છે, ત્યારે પૂર્વકર્મનો બંધ નિમિત્ત છે. બંધને લઈને અજ્ઞાન છે, એમ નથી પણ પોતે સ્વયં, અજ્ઞાનરૂપે પરિણમે છે, ત્યારે પૂર્વના બંધના ઉદયને, તેનું નિમિત્ત કહેવામાં આવે છે. બંધનું તો નિમિત્ત છે, ઉપાદાન સ્વયં, પોતાનું અજ્ઞાન (પર્યાય) છે. આ પ્રમાણે અનાદિ સંતાન છે, પ્રવાહ છે. નવા કર્મબંધનું નિમિત્ત, અજ્ઞાનભાવ છે અને એ અજ્ઞાનભાવનું નિમિત્ત, તો જૂનાં પૂર્વનાં કર્મનો ઉદય છે. આ પ્રમાણે અનાદિ પ્રવાહ છે, માટે એમાં ઈતરેતરાશ્રય દોષ, આવતો નથી. પ્રશ્નઃ- મોહાવરણક્ષયાત્,-શાસ્ત્રમાં તો એમ આવે છે ને ? ઉત્તરઃ- મોહાવરણક્ષયાત્ એટલે મોહનો સર્વથી ક્ષય થવાથી, સર્વજ્ઞપદ પ્રગટ થાય છે. પરંતુ ત્યાં જે સ્વદોષ છે તે નિશ્ચયથી આવરણ છે, અને કર્મનું નિમિત્ત છે, તે વ્યવહારથી આવરણ છે. વળી જ્યાં એમ આવે કે, બે કારણોથી કાર્ય થાય છે - (૧) ઉપાદાનકારણ અને (૨) સહકારી કારણ. ત્યાં એનો અર્થ એ છે કે, સહકારી (નિમિત્તપણે) એક ચીજ છે, તેનું જ્ઞાન કરાવ્યું છે, પણ સહકારી કારણથી, ઉપાદાનમાં કાર્ય થાય છે, એમ બીલકુલ નથી. રાગની ઉત્પત્તિ, આત્મા સ્વતઃ પોતાના અજ્ઞાનભાવથી કરે છે, અને કર્મનો બંધ પણ સ્વતઃ (રજકણોની), પોતાની યોગ્યતાથી થાય છે. વિકાર થવાની પોતાની યોગ્યતા છે, અને જે કર્મ બંધાયાં, તે એની યોગ્યતાથી બંધાયાં છે. વિકાર કર્યો માટે, કર્મને બંધાવું