________________
મોક્ષ છે. આ દિશામાં જીવ કર્મ તથા શરીર રહિત હોય છે. અને તેનો આકાર છેલ્લા શરીરથી સહેજ ન્યૂન હોય છે. (૩૧) રાગાદિ કષાયભાવ. (૩૨) કાર્ય (૩૩) દ્રવ્ય કર્મ, ભાવકર્મથી ભગવાન આત્મા નિશ્ચયથી ભિન્ન જ છે. જીવ દ્રવ્યના સ્વભાવમાં તો આઠેય અજીવ કર્મોનો ત્રિકાળ અભાવ છે. (૩૪)
જેથી આત્માને આવરણ થાય, કે તેવી ક્રિયા. (૩૫) ચારિત્રમોહનો ઉદય. ર્મ કાચબો મ શ્રેણી; હાર; પંક્તિ; હારમાળા; એક પછી એક આવી રહેવું એ. (૨) પગલું
ભરવું એ; પ્રવર્તન. (૩) અનુક્રમ; એક પછી એક એવી સંકલ્પના કર્મ આવવાનાં દ્વાર રાગ, દ્વેષ, મોહ, પાંચ ઈન્દ્રિયના વિષય, આહાર, ભય,
મૈથુન, પરિગ્રહસંજ્ઞા, ઋદ્ધિગારવ, રસગારવ, સાતાગારવ અને, એવા ત્રણ અભિમાનસ તથા ક્રોધાદિ કષાય, અને મન, વચન, કાયા, કર્મોને આવવાનાં
દ્વાર છે. કર્મકપાટ કર્મરૂપી બારણાં કર્મરૂપી કમાડ. કર્મ મ છતાય ? એક બાજુ ૪૭ શક્તિઓના વર્ણનમાં એમ કહ્યું કે, કર્મના
નિમિત્તે થતા રાગનું કર્તાપણું જીવન નથી. જીવ રાગનો અકર્તા છે, એવો એનો સ્વભાવ છે. રાગને ન કરે એવો તેનામાં અકર્તા ગુણ છે. સમસ્ત કર્મથી કરવામાં આવેલા, જ્ઞાતૃમાત્રથી જુદા જે પરિણામો, તે પરિણામોના કરણના ઉપરમરૂપ અકર્તૃત્વશક્તિ. કર્મથી કરવામાં આવેલા પરિણામ એટલે કે વિકારી પરિણામ જીવ કરે એવો ખરેખર એમાં કોઈ ગુણ નથી. તેથી પર્યાયમાં, જે વિકાર થાય છે તેને કર્મના નિમિત્તે થયેલો દેખી, કર્મથી કરવામાં આવેલો છે એમ કહ્યું છે. જ્યારે અહીં કહે છે કે રાગના ભાવ્યપણે થવાની લાયકાત, જીવની છે. માટે તે રાગનો કર્તા છે. પ્રવચનસારમાં ૪૭ નયોમાં એક કર્તુત્વનય છે. એમાં કહે છે-આત્મદ્રવ્ય કર્તન, રંગરેજની માફક, રાગાદિ પરિણામનું કરનાર છે; જ્યાં ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે ત્યાં દ્રવ્યદૃષ્ટિથી આત્મા કર્તા છે, એમ કહ્યું છે. શક્તિમાં દષ્ટિનો વિષય, અને સ્વભાવની અપેક્ષાએ વર્ણન છે. તેથી જીવ રાગનો કર્તા નથી, એવો અકર્તાસ્વભાવી કહ્યો છે. જ્યારે અહીં પર્યાયમાં ક્ષણે ક્ષણે, કંઈક પરાધીનતા અને સ્વાધીનતા
૨૬૧ થાય છે તેનું જ્ઞાન કરાવ્યું છે. દષ્ટિ સાથે જે જ્ઞાન પ્રગટ થયું છે તે એમ જાણે છે કે જીવ કનયે રાગરૂપે પરિણમનાર છે. કર્મના લઈને જીવ રાગરૂપે થાય છે એમ નથી. તેમ જ રાગ કરવા લાયક છે એમ પણ નથી. પરંતુ રાગરૂપે જીવ (સ્વયં પરિણમે છે, તેથી કર્તા કહેવાય છે, છતાં પણ કર્તુનય સાથે, અકર્તનય હોવાથી, રાગનો જ્ઞાની સાક્ષી જ છે, જાણનાર જ છે. રાગને ન કરે,એવો અકર્તુત્વગુણ આત્મામાં છે, છતાં પર્યાયમાં જે રોગ થાય છે તે કર્મના નિમિત્તે, કર્મને અનુસરીને થવાની યોગ્યતા, પર્યાયમાં હોવાથી થાય છે. તે પર તરફનું વલણ છોડી સ્વનું વલણ કરવું તે સાચો પુરુષાર્થ છે. શક્તિ અને દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ જીવને રાગ-દ્વેષનો ભોગવટો નથી, કેમકે તેનામાં અભોકતૃત્વ શકિત છે. કર્મના નિમિત્તથી થતાં વિકારી ભાવના ઉપરમરૂ૫ આત્માનો અનુભવ, તે ખરેખર પોતાનો ભોગવટો છે. આ ગુણ અને દ્રવ્યને, અભેદ કરીને વાત છે, પરંતુ જ્યારે પર્યાયમાં શું છે, તે સિદ્ધ કરવું હોય, ત્યારે ભોકૃત્વનયથી સુખ-દુ:ખ, સંકલ્પ-વિકલ્પ, પુણ્ય-પાપ અને રાગ-દ્વેષનો ભોગવનાર છે. આવો એક નય છે, પરંતુ પરને આત્મા ભોગવનાર નથી. ધવલના છઠ્ઠા ભાગમાં પણ કહ્યું છે, કે અંતરંગ કારણ
પ્રધાન છે, નિમિત્ત નહિ. ર્મ કેવી રીતે બંધાય છે? આત્માના શુભાશુભ ઉપયોગ રૂપ ભાવકર્મ છે. તેથી
જીવનું વીર્ય સ્કુરાયમાન થઇને યોગ ચંચળ થાય છે, ત્યારે જડ કર્મજ આત્મામાં ગ્રહણ થાય છે, તે બીજરૂપ હોઇ કાળ પાયે વિચિત્ર ફળ આપે છે. યોગને ઉપયોગથી આત્મા બધું કરે છે, રાગદ્વેષ સહિત પરમાં પરિણમવું, તે ભાવ કર્મ છે. તે આત્માની સવિકલ્પ દશા હોવાથી ચેતનાના વિભાવ પરિણામ છે, તેથી જીવનું વીર્ય સ્કરે છે. તેથી મન, વચન, કાયાના યોગ ચંચળ થતાં, જીવના પ્રદેશો પણ કંપે છે અને તેથી કાર્મણ વર્ગણા કર્મરૂપે પરિણમીને આત્માના પ્રદેશોમાં જોડાય છે. જીવના શુભાશુભ ભાવથી, કાર્મણ વર્ગણામાં અનેક પ્રકારની શક્તિ ઉત્પન્ન થાય છે અને મંત્રેલી ધૂળની સમાન તેમાં શાતા, અશાતા, જ્ઞાનાવરણ દર્શનાવરણીય, દર્શનમોહનીય, ચરિત્ર મોહનીય વગેરે રૂપે પરિણમવાની યંત્ર જેવી ચોક્કસ શક્તિ હોય છે.