________________
શોકનાં પરિણામ થાય, તેનો તે ભોકતા છે, પણ પર દ્રવ્યનો કર્તા-ભોકતા
નથી. કર્દમ :પંક, કાદવ, ચિડ, કરંબિત કર્મ જનિત ભાવમિશ્રિત જે આચરણ. કરભરપૂર્ણતાનો અંશ; પૂર્ણની રૂચિનું જોર ઊછળતાં; કર્મ જે જડ (દ્રવ્યકર્મ) છે તે. નોકર્મ-શરીર, મન,વાણી, આદિ, વર્ગ વર્ગણા અને
સ્પર્ધક-આ બધા તો, સીધા જડ પુલ જ છે. (૨) કર્મનો ઉદય આવે તે, જડની પર્યાય છે. (૩) આત્મા વડે કરાતું હોય, તે કર્મ છે. પ્રતિક્ષણ (ક્ષણે શ્રણ) તે તે ભાવે ભવતા-થતા-પરિણમતા આત્મા વેડે ખરેખર કરાતો, એવો છે તેનો ભાવ તે જ, આત્મા વડે પ્રાપ્ય હોવાથી, કર્મ છે. અને તે (કર્મ) એક પ્રકારનું હોવા છતાં. દ્રવ્યકર્મરૂપ ઉપાધિની, નિકટતાના સદ્ભાવ અને અસદ્ભાવને કારણે, અનેક પ્રકારનું છે. (૪) કર્મના ચાર પ્રકાર છે - (૯) કોઈ પણ જડની અવસ્થા થાય, તે કર્મ છે. આ શરીરાદિની અવસ્થા છે, તે તેના કર્તાનું કર્મ છે. જડ પરમાણુ કર્તા છે. તેનું એ કાર્ય છે, એટલે કર્મ છે, પર્યાય છે. જે જડ દ્રવ્યકર્મ છે, તે પણ જડ કર્તાનું પરિણમન છે-કર્મ છે. (૯) પુણ્ય-પાપનો વિકાર, મિથ્યાત્વનો ભાવ, તે ભાવકર્મ-વિકારી કર્મ છે. રાગદ્વેષ-મોહના પરિણામ, એ વિકારી કર્મ છે.(૯) નિર્મળ પરિણતિ, તે પણ કર્મ છે. આત્માના આનંદની વેદનની ક્રિયા-શુદ્ધતાનો અનુભવ, તે પણ નિર્મળ પરિણમનરૂપ કર્મ છે.(૯) ત્રિકાળ રહેનાર શક્તિ-સામર્થ્ય અંદર પડ્યું છે, તે પણ કર્મ છે. કાર્ય થવાનું સામર્થ્ય છે, તે કર્મશક્તિ છે. કાર્ય થવાનું સામર્થ્ય પોતાનામાં હોવાથી, તેના કાર્ય માટે નિમિત્ત કે પરની અપેક્ષા નથી. કાર્યરૂપ થવાની કર્મશક્તિ, વસ્તુમાં ત્રણે કાળ પડી છે. આવો ચિદાનપરિપૂર્ણ શક્તિઓથી ભરેલો ભંડાર, તે હું છું, એમ જેના અનુભવમાં આવે છે, તે અનુભવ એક નિર્વિકારી કર્મ-કાર્ય છે, અને તેને મોક્ષમાર્ગ કહે છે. (૫) કર્તાનું કાર્ય. (૬) જીવથી કરાતો ભાવ, તે જીવનું કર્મ છે. તેના મુખ્ય બે પ્રકાર છે : (૯) નિરુપાધિક (સ્વાભાવિક), શુદ્ધભાવરૂપ કર્મ, અને (*) ઔપાધિક, શુભાશુભ ભાવરૂપ કર્મ. (૭) ક્રિયા; યોગ. (૮) આત્મપરિણામની કંઈ પણ
૨૫૯ અચળ પરિણતિ થવી, તેને શ્રીતીર્થકર કર્મ કહે છે. (૯) કર્મ, અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્ય, ૧૫૮ છે. તેમાં મુખ્ય, આઠ કર્મપ્રકૃતિ વર્ણવવામાં આવી છે. આ બધાં કર્મમાં મુખ્ય, પ્રાધાન્ય એવું મોહનીય છે; જેનું સામર્થ્ય બીજા કરતાં અત્યંત છે; અને તેની સ્થિતિ પણ, સર્વ કરતાં વધારે છે. આઠ કર્મમાં, ચાર દાનઘાતી છે. તે ચારમાં પણ મોહનીય, અત્યંત પ્રબળપણે દાનઘાતી છે. મોહનીયકર્મ સિવાય, સાત કર્મ છે. તે મોહનીય કર્મના પ્રતાપથી, પ્રબળપણે થાય છે. જો મોહનીય ખસે તો, બીજાં નિર્બળ થઈ જાય છે. મોહનીય ખસવાથી, બીજાંઓનો પગ ટકી શકતો નથી. કર્મબંધના ચાર પ્રકાર છેઃ- પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને રસબંધ; તેમાં પ્રદેશ, સ્થિતિ અને રસ, એ ત્રણ બંધના સરવાળાનું નામ, “પ્રકૃતિ' આપવામાં આવ્યું છે. પ્રદેશબંધ છે, તે આત્માના પ્રદેશની સાથે, પુદ્ગલનો જમાવ અર્થાત્ જોડાણ છે; ત્યાં તેનું પ્રબળપણું હોતું નથી; તે ખેરવવા ચાહે, તો ખરી શકે તેમ છે. મોહને લઈને, સ્થિતિ તથા રસનો બંધ પડે છે, અને તે સ્થિતિ તથા રસનો બંધ છે, તે જીવ ફેરવવા ધારે તો કરી શકે, એમ બનવું અશક્ય છે. આવું મોહને લઈને, એ સ્થિતિ તથા રસનું પ્રબળપણું છે. (૧૦) કર્મ અર્થાત્ કાર્ય-પર્યાય. આત્મામાં કર્મ નામનો ત્રિકાળ ગુણ છે. તેથી કાર્ય-પર્યાય, તે કર્મ ગુણમાંથી આવે છે. એ કર્મ ગુણનું રૂપ, બીજા અનંત ગુણોમાં છે. એક ગુણમાં બીજો ગુણ નથી. પણ એક ગુણમાં, બીજા ગુણનું રૂપ છે. કર્તા ગુણનું રૂ૫, કર્મ ગુણનું રૂપ વગેરેનું, બીજા અનંત ગુણમાં છે. એક ગુણમાં કે એક ગુણના આશ્રયે, બીજો ગુણ છે એમ નહિ. ગુણો તો, સર્વ દ્રવ્યના આશ્રયે છે, પણ એક ગુણમાં, બીજા ગુણના રૂપનું સામર્થ્ય છે. કર્તા ગુણ છે તે જ્ઞાનગુણથી ભિન્ન છે, પણ જ્ઞાનગુણમાં, કર્તા ગુણનું રૂપ છે. તેવી રીતે કર્મગુણનું પણ રૂપ છે. આવો શુદ્ધ ચૈતન્યગુણધનનો નિધિ, હું છું, એમ જ્ઞાની અનુભવે છે. અહાહા! તેના સ્વભાવના સામર્થ્યની શું શક્તિ છે. રાગરૂપે થવું, એ કોઈ શક્તિ કે ગુણ નથી. વસ્તુ તો શુદ્ધ ચિદાન એટલે શુદ્ધ આનંદદાન, શુદ્ધ જ્ઞાનદાન, શુદ્ધ વીર્યદાન,-એમ અનંતા ગુણનું દાન-સમૂહ છે. ભાઈ! તેને પ્રાપ્ત કરવા