________________
જ્ઞાનનું કાર્ય કરવામાં, અસમર્થ થવાથી જાણી શકે નહિ. તેથી આત્માને
અચેતનપણું આવે.) કરૂણા સંસારતાપથી દુઃખી, આત્માના દુઃખથી, અનુકંપા પામવી. (૨) કોઈપણ
જીવને જન્મમરણથી મુકત થવાનું કરવું. (૩) સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી. (૪) અનુકંપા; દયા. (૫) જગનના જીવોના દુઃખ દેખીને અનુકંપિત થવું; સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી. (૬) કરુણાના બે પ્રકાર છે. એક પ્રશસ્ત વિકલ્પ તેમાં પણ અસ્થિરતાથી છૂટીને નિર્વિકલ્પ સ્થિરતાનો ભણકાર છે. અને બીજો પ્રકાર પૂર્ણ વીતરાગ સ્વરૂપ અરિહંત પરમાત્મા તીર્થંકર આદિ સર્વજ્ઞદેવ જેમને અકષાય કરુણા છે. (૭) દયા; સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી,
અનુકંપા પામવી. (૮) અનુકંપા, દયા; રહેમ. કરણાનુયોગ :કરણ એટલે ગણિતકાર્યના કારણરૂપ જે સૂત્ર, તેનો જેમાં અનુયોગ,
અર્થાત્ અધિકાર હોય, તે કરણાનુયોગ છે. આ અનુયોગમાં, ગણિતવર્ણનની
મુખ્યતા છે. કરણાભાવ :તિર્યંચ અને મનુષ્યો પ્રત્યે કરુણાભાવ. દયાભાવ તે મોહ છે. કરણી કરી ક્રિયા પાળી. કણો ત્રણ છે. કૃત, કારિત અને અનુમોદના. કરવું, કરાવવું અને અનુમોદના
કરવી. કર્તત્વ કર્તાપણાનો ભાવ (૨) કર્તાપણું કરતુતિ શુભરાગની ક્રિયા કસ્થિત કર્તામાં રહેલી. કર્તા જે સ્વતંત્રપણે કરે, તે કર્તા. (૨) કર્તા એટલે થનારો, અને કર્મ એટલે થાય
તે. દ્રવ્ય તે કર્તા છે. અને પર્યાય તે, કર્મ છે. સ્વતંત્રપણે કરે તે કર્તા; કર્તાનું ઇટ તે કર્મ; ઇષ્ટ એટલે વહાલું; અજ્ઞાની વહાલું શું કર્તવ્ય છે અને જ્ઞાનીને વહાલું શું કર્તવ્ય છે? જ્ઞાનીનું ઇષ્ટ જ્ઞાન છે અને અજ્ઞાનીને ઇટ રાગ-દ્વેષ છે. (૨) મનના વિષયરૂપ છ દ્રવ્ય વડે શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી હોવાથી તથા પાંચ ઇન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે (પોતાનો).
૨૫૫ કેવળબોધ (જ્ઞાન) ઢંકાયેલાં હોવાથી અને મૃતક કલેવર (શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન (પોતે) મૂર્ણિત થયો હોવાથી, તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. (૩) જે પરિણમે છે, તે કર્તા છે. (૪) થનારો; દ્રવ્ય તે કર્તા છે; સ્વતંત્ર પણ કરે તે કર્તા (૫) પ્રયોજક (૬) કરનાર; બનાવનાર માણસ;
રચયિતા કર્તા કર્મ પણું આત્માના પરિણામનો જડ કર્તા નથી, ને જડનું એ કાર્ય નથી.
જડના પરિણામને આત્મા કરતો નથી ને આત્માનું એ કાર્ય નથી એમ પરસ્પર કર્તાકર્મપણાની અસિદ્ધિ છે તો પણ આત્માના રાગ-દ્વેષની
હાજરીમાં પુલકર્મ બંધાય છે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કર્તા, કારણ કર્મ અને ર્મફળ કર્તા, કરણ વગેરે આત્મા જ છે એવો નિશ્ચય થતાં
બે વાત નક્કી થઇ જાય છે; એક વાત તો એ કે કર્તા, કરણ વગેરે આત્મા જ છે, યુગાદિ નથી અર્થાત્ આત્માને પરદ્રવ્ય સાથે સંબંધ નથી:બીજી વાત એ નક્કી થાય છે કે અભેદ દૃષ્ટિમાં કર્તા, કરણ વગેરે ભેદો નથી, એ બધુંય
એક આત્મા જ છે અર્થાત્ પર્યાયો દ્રવ્યની અંદર ડૂબી ગયેલાં છે. કર્તા-અકર્તા આચાર્ય કહે છે- આત્મા સર્વથા અકર્તા છે ને રાગાદિ વિભાવનો કર્તા
કર્મપ્રકૃતિ છે એમ, સાંખ્યોની જેમ, જૈનો ન માનો તો કેવી રીતે છે? તો કહે છે. જ્યાં સુધી સ્વપરનું ભેદ વિજ્ઞાન નહોય...! એટલે શું કે જડ માટી-ધૂળ એવું આ શરીર અને આત્માની અવસ્થામાં થતા પુણ્ય-પાપરૂપ આસવબંધનાં પરિણામ એ સમસ્ત પરથી પોતાનું સ્વ-ચૈતન્યબિંબ એવું જ્ઞાયક તત્ત્વ ભિન્ન છે એવું અંતર-અવલંબને ભાવભાસન ન થાય ત્યાં સુધી તેને (આત્માને) રાગાદિનો એટલે કે પોતાના ચેતનરૂપ ભાવકર્મોનો કર્તા માનો. આ ભગવાનની સ્તુતિ, ભક્તિ, પૂજા ઇત્યાદિ કરે છે ને? ણમો અરિહંતાણું, ણામો સિદ્ધાણું-એમ ભગવાનનું નામ સ્મરણ રે છે ને? એ બધો રાગ છે, શુભ રાગ છે. એ રાગ છે તે પર છે અને પોતે શુદ્ધ ચૈતન્ય જ્યોતિ સ્વરૂપઆહાહા....! એકલા ચૈતન્ય ચૈતન્ય, ચૈતન્યના પ્રકાશનું પુર પ્રભુ આત્મા તે સ્વ છે. આ સ્વ અને પરનું ભિન્ન પણું જ્યાં સુધી અંતરમાં ભાસ્યું નથી ત્યાં સુધી તે અજ્ઞાની છે, અને અજ્ઞાની હોતો થકો તે પુય -પાપ આદિ