________________
(૫) કર્મોના ઉદય નિમિત્તે ઉત્પન્ન થનાર પરિણામ છે તે બધા બંધનું કારણ છે. આ કથન રાગી જીવ સાથે સંબંધ રાખે છે, કારણ કે જ્ઞાની વીતરાગીને કોઇ કર્મ પાછલા પદ્યાનુસાર બંધનું કારણ થતું નથી. અર્હતોને કેટલાક કર્મોનું ઉદય રહ્યો હોવાથી જે ઔયિક ભાવ થાય છે તે, પૂર્ણ રીતે વીતરાગી થઈ જવાથી બંધનું કારણ રહેતો નથી. પારિમાણિક ભાવોને અહીં મુકિતનો હેતુ કહ્યો છે. હવે આવી વાત ઓછે ઓછે સાંભળે અને શું સમજાય ? ભાઇ ! દયા પાળો, દાન કરો, વ્રત પાળો એમ પ્રરૂપણા કરે પણ બાપુ ! એ બધા રાગના ભાવ, ઔદિયક ભાવ છે. તે બંધના કારણરૂપ છે, તે કોઇ ભાવો મોક્ષનુ કારણ થતા નથી. અનાદિથી બધા સંસારી જીવે, ઔદિયક ભાવ હોય છે. મોક્ષદશા થતાં તેનો સર્વથા અભાવ થાય છે. (૭) ઔદિયક ભાવો ૨૧ પ્રકારના કહેવામાં આવ્યા છે; (૯) નરકગતિ, (૧૦) તિર્યંચ ગતિ, (૧૧) મનુષ્ય ગતિ, (૧૨) દેવ ગતિ, (૧૩) ક્રોધ કષાય, (૧૪)) માન કષાય, (૧પ) માયા કષાય, (૧૬) લોભ કષાય, (૧૭) શ્રીવેદ (૧૮) પુરુષવેદ, (૧૯) નપુંસકવેદ, (૨૦) મિથ્યાદર્શન, (૨૧) અજ્ઞાન, (૨૨) અસંયમ, (૨૩) અસિદ્ધ, (૨૪) કૃષ્ણ લેશ્યા, (૨૫) નીલ લેશ્યા, (૨૬) કપોત લેશ્યા, (૨૭) પીત લેશ્યા, (૨૮) પદ્મ લેશ્યા અને (ર૯) શુક્લ લેશ્યા.
ઔયિક ભાવો દ્વારા કર્મોના ઉદયનું નિમિત્ત પામીને ઉત્પન્ન થનાર પરિણામોના સહયોગથી.
ઔદયિકભાવ :કર્મના ઉદયથી થતો ભાવ; કર્મ બંધાય તેવો ભાવ.
ઔદારિક :ઉદાર-ઉત્તમ મનોહર પુદ્ગલોનું ઉચ્ચ કોટિના જીવો તીર્થંકર ગણધર ચક્રવર્તી બલદેવ વાસુદેવ વગેરેનું શરીર. (૨) ઉદર; પેટ સંબંધી. ઔદારિક શરીર ઃઔદારિક શરીર પુદ્ગલમય પરિણામ છે. તેનું ક્ષણે ક્ષણે જે પરિણમન થાય છે, તે જડ પુદ્ગલમય છે. તે જીવમય નથી કે, જીવના પરિણામય નથી. અંદર આત્મા છે, માટે તે ચાલે છે, પરિણમે છે, એમ નથી. તેવી રીતે રાગનું નિમિત્ત છે, માટે કાર્યણ શરીરનું પરિણમન થાય છે, એમ નથી. રાગ છે માટે તે વખતે કર્મને ચારિત્રમોહપણે પરિણમવું પડે છે એમ
૨૪૭
નથી. તે વખતે પરમાણુમાં, તે રીતે પરિણમવાનો સ્વકાળ છે, તેથી તે રીતે તે પરિણમે છે. એમાં રાગની કાંઈ અપેક્ષા નથી.
ઔદારિક શરીર :મનુષ્ય-તિર્યંચના સ્થૂળ શરીરને ઔદારિક શરીર કહે છે. (૨) મનુષ્ય અને તિર્યંચના (પશુના) સ્થૂળ શરીરને ઔદારિક શરીર કહે છે. (૩) ભાવ પ્રાણ, કાર્મણ વર્ગણા અને તેજસાદિ પરમાણુઓનો સમૂહ છે. ઔદિયિકી :ઉદયમાં આવેલી; ઉદય પામેલી; ક્ષાયિકી; ઉદયના પ્રભાવથી ઉત્પન્ન. ઔદિચિકી ક્રિયા :પુરુષના પ્રયત્ન વિના સ્વતઃ કર્મના ઉદયથી થતી ક્રિયા તેમાં જો જીવ જોડાતો નથી તો તે કર્મોદય બંધનરૂપ થતું નથી.
ઔદારિક શરીર સ્થૂળ શરીર; મનુષ્યો તથા તિર્યંચોને આ શરીર હોય છે.
ઔધ :ગાયના સ્તન ઉપર જે દૂધ રહેવાની થેલી છે તેને ઔધ કહે છે. તેમાંથી ઉત્પન્ન થયેલને ઔધસ એટલે દૂધ કહે છે.
ઓધે વારસાગત;
ઔધારેક ઉદરરૂપી દેહ; શરીર. ઔપચારિક :આરોપિત
ઔપમિક અને માયોપશામિક ભાવ સંવર અને નિર્જરા તે મોહના ઔપમિક અને ક્ષાયોપશમિક ભાવ છે.
ઔપશ્ચમિક શારિત્ર જીવ જે ચારિત્રભાવ વડે ઉપશમ શ્રેણીને લાયક પ્રગટ કરે તેને ઓપમિક ચારિત્ર કહેવાય છે; તે વખતે મોહનીય કર્મની અપ્રત્યાખ્યાનાવરણાદિ ૨૧ પ્રકૃતિઓનો સ્વયં ઉપશમ થાય છે. ઔપમિક ભાવ આત્માના પુરુષાર્થથી અશુદ્ધતાનું પ્રગટ ન થયું અર્થાત્ દબાઈ જવું તે; આત્માના આ ભાવને ઉપશમભાવ અથવા ઔપમિક ભાવ કહે છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને જડકર્મનું પ્રગટરૂપ ફળ જડકર્મમાં ન આવવું તે કર્મનો ઉપશમ કહે છે. આ જીવનો એક સમય પૂરતો પર્યાય છે, તે સમય-સમય કરીને અંતર્મુહર્ત રહે છે, પણ એક સમયે એક જ અવસ્થા હોય
છે.
ઔપમિક ભાવ સંવર ભાવ. (૨) પાંચ ભાવોમાં, એક ઔપમિક ભાવ છે. તે
નિર્મળ છે. જેમ પાણીમાં મેલ હોય તે મેલ, નીચે કરી જાય અને ઉપર પાણી