________________
વસ્તુઓ ખાવા ભોગવવા માટે જ છે ઈત્યાદિ,- આ બધા અભિપ્રાયો અજ્ઞાન મિથ્યાત્વ છે.
એકાન્ત મિથ્યાતત્વ :પદાર્થનું સ્વરૂપ અનેકાન્તમય (અનેક ધર્મોવાળુ) હોવા છતાં, તેને સર્વથા એક જ ધર્મવાળું માનવું, તે એકાન્ત મિથ્યાત્વ છે. જેમકે જીવને સર્વથા ક્ષણિક અથવા સા નિત્ય માનવો, એકાન્ત મિથ્યાત્વ છે. એકાન્ત સ્વભાવ :પર નિમિત્તના ભેદ રહિત, સ્વાશ્રિતપણે નિત્ય ટકનાર જ્ઞાન
સ્વભાવ.
એકાર્થ સમવાય ઃએક પદાર્થમાં સાથે રહી શકવારૂપ સંબંધ; (આત્મ પદાર્થમાં ધર્મ અને શુભોપયોગ સાથે હોઈ શકે છે તેથી શુભોપયોગને ધર્મની સાથે એકાર્થ સમજાય છે.)
એકાર્થ સમવાય ઃએક પદાર્થમાં સાથે રહી શકવારૂપ સંબંધ. (આત્મ-પદાર્થમાં ધર્મ અને શુભોપયોગ સાથે હોઈ શકે તેથી શુભોપયોગ ને ધર્મની સાથે એકાર્થ સમવાય છે.)
એકી ભાવે :એકત્વપૂર્વક
એંધાણ :નિશાની; ઓળખાણ; ખાતરી; ચિહ્ન.
એંઠ :જગતના ભૌતિક પદાર્થો, સ્ત્રીનું શરીર, ખાનપાનના પુદ્ગલો ઈત્યાદિ તો અનંતવાર, અનુભવમાં આવી ગયા છે તેથી તે બધા એંઠ છે. જ્ઞાની તે બાધાને એંઠવત જાણે છે. આવે છે ને કે ઃ
સકળ જગત તે એંઠવાત, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન.
અનેકાત્મ એક :અહીં અનેકાત્મ એકના અનુભવમાં જે અનેકાત્મપણું છે તે દ્રવ્યમય નથી. ત્યાં પર દ્રવ્યોથી તો નિવૃત્તિ છે; માત્ર સમ્યગ્દર્શન-જ્ઞાન. ચારિત્રમય સ્વ-અંશોને લીધે, જ અનેકાત્મકપણું છે. માટે ત્યાં અનેકાત્મકપણું હોવા છતાં, એકાગ્રપણું (એક અગ્રપણું) પ્રગટ છે. અમિટ :અટળ.
એલાચાર્ય :કુંદકુંદાચાર્ય
એલોકન :દેખવું તે; જોવું તે; નિરીક્ષણ; તપાસ.
૨૪૪
ઓળવવું : ખોટી રીતે લઈ લેવું; પચાવી પાડવું; છુપાવવું, સંતાડવું. એવંભૂતનય જે શબ્દનો જે ક્રિયારૂપ અર્થ છે, તે ક્રિયારૂપ પરિણમતા પદાર્થને જે નય ગ્રહણ કરે છે, તેને એવુંભૂતનય કહે છે. જેમકે, પૂજારીને, પૂજા કરતી વખતે જ પૂજારી કહેવો.
એષણારહિત :અનાહારી; આહારની ઈચ્છા રહિત.
એષણા ઈચ્છા, વાંછના, વાસના.
એષણા રહિત આત્મા જે અનશનસ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે, સ્વભાવથી આહારની ઈચ્છા રહિત છે.
એષણા વિના :એષણા દોષ રહિત; ઈચ્છા-વાસના, દોષ રહિત.
એષણા સમિતિ :બેતાલીસ પ્રકારના દોષ વિનાની ભિક્ષાનું અન્ન મુનિએ લેવું એ. (૨) દિવસમાં એક જ વાર નિર્દોષ આહાર લેવો, તે એષણા સમિતિ છે. ઐક્યતા :એકત્વભાવના,
એકાગ્ર પરિણતપણારૂપ શ્રાવણ્ય :દઢપણે એકાગ્રતામાં પરિણમવું, તે શ્રામણ્ય છે. ઔદયિક કર્મોના ઉદયવશ.
ઔયિક ભાવ ઃમોહ સાથેનો જોડાણભાવ; આસવ અને બંધ એ બે ઔદિયકભાવ છે. પુણ્ય, પાપ, દાન, પૂજા, વ્રતાદિ ભાવોનો સમાવેશ થાય છે એવા આસવ અને બંધ એ બે ઔદિયકભાવ છે. (૨) કર્મોદયના નિમિત્તે આત્મામાં જે વિકારભાવ આત્મા કરે છે તે ઔદિયક ભાવ છે. આ પણ આત્માની એક સમય પૂરતી અવસ્થા છે. કેવળ જ્ઞાન પ્રગટ થયા પહેલાં જ્ઞાનના ઉઘાડનો જેટલો અભાવ છે તે ઔદિયકભાવ છે. જ્ઞાન, દર્શન, અને વીર્ય ગુણની અવસ્થામાં ઔપશમિકભાવ હોતો જ નથી. મોહનો જે ઉપશમ થાય છે, તેમાં પ્રથમ મિથ્યાત્વનો (દર્શન મોહનો) ઉપશમ થતાં જે સમ્યક્ત્વ પ્રગટે છે તે શ્રદ્ધાગુણનો ઔપશમિક ભાવ છે. ઔયિક ભાવો :મોક્ષશાસ્ત્રમાં ઔદિયક ભાવા એકવીસ જણાવ્યા છે. (*) નરકગતિ, (*) તિર્યંચ ગતિ, (*) મનુષ્ય ગતિ, (*) દેવગતિ, (-) ક્રોધ કષાય, (*) માન કષાય, (*) માયા કષાય, (*) લોભ કષાય, (*) સ્ત્રી વેદ (*) પુરુષ વેદ (*) નપુંસક વેદ, (*) મિથ્યાદર્શન, (*) અજ્ઞાન, (*) અસંયમ,