________________
એક શાયક ભાવ જેને યથાર્થ બેસે એને બધા ભાવ યથાર્થ બેસી જાય. પણ જેને |
એક (જ્ઞાયક) ભાવનાં ઠેકાણાં ન મળે, તે નાખે કર્મ ઉપર. પણ તેથી શું
થાય ? (સંસાર ન મટે). એક જેમનો આશ્રય છે અનંત ગુણોનો આશ્રય, એક દ્રવ્ય છે. એક જીવને એક સાથે કેટલાં શરીર હોઈ શકે ? એક જીવને એક સાથે ઓછામાં
ઓછાં બે અને વધારેમાં વધારે ચાર શરીર હોય છે. ખુલાસો આ રીતે છે - વિગ્રહ ગતિમાં તૈજસ અને કાર્માણ, મનુષ્ય અને તિર્યંચને ઔદારિક, તેજસ અને કાર્માણ, દેવ તથા નારકીઓને વૈક્રિયિક, તેજસ અને કાર્માણ તથા આહારક દ્ધિધારી મુનિઓને ઔદારિક, આહારક, તેજસ અને કાર્માણ
શરીર હોય છે. એક દ્રશ્ય પર્યાયો :એક દ્રવ્યના પર્યાય એક દ્રવ્યપણે દ્રવ્ય એકપણે. એક દેશ :થોડો ભાગ. એક દેશ વ્યતિષ :અંશે પ્રગટરૂપ એક પ્રદેશી :અવિભાજ્ય - એક ક્ષેત્રવાળો. (નિશ્ચયન ધર્માસ્તિકાય અવિભાજ્ય;
એક પદાર્થ હોવાથી અવિભાજ્ય- એક ક્ષેત્રવાળો છે. (૨) કાલદ્રવ્ય અને પલ પરમાણુ. એક ભેટે એક અપેક્ષાએ. એક મતિમાન :ઘણા બુદ્ધિશાળી. એક વેદનથી વેદ્ય એક જ્ઞાનથી જણાવા યોગ્ય. (નૈયાયિકો, શબ્દને આકાશનો
ગુણ માને છે પણ તે માન્યતા પ્રમાણ છે. ગુણ-ગુણીના પ્રદેશો, અભિન્ન હોય છે, તેથી ગુણ જે ઈન્દ્રિયથી જણાય, તે જ ઈન્દ્રિયથી ગુણી પણ જણાવો જોઈએ. શબ્દ કર્મેન્દ્રિયથી જણાય છે, માટે આકાશ પણ, કર્મેન્દ્રિયથી જણાવું જોઈએ. પણ આકાશ તો કોઈ ઈન્દ્રિયથી જણાતું નથી,
માટે શબ્દ આકાશ વગેરે, અમૂર્તિક દ્રવ્યોનો ગુણ નથી.) એક શ્વાસનું કલ્પિત સુખ:૧૧ લાખ ૯૬ હજાર, નવસો પંચોતેર પલ્યોપમનું,
દુ:ખ.
૨૩૮ એક સમયમાં એક જીવને કેટલાં શાન હોઈ શકે ? એક સમયમાં એક જીવને
ઓછામાં ઓછું એક અને વધારેમાં વધારે ચાર જ્ઞાન હોય છે. તેનો ખુલાસો આ રીતે છે - એક કેવળ જ્ઞાન જ હોય છે. બે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય છે. ત્રણ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન:પર્યાય જ્ઞાન હોય છે. ચાર મતિ જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિ જ્ઞાન અને
મનઃ પર્યાયજ્ઞાન હોય છે. એકોત્રાવગાહ : જીવ, અન્ય દ્રવ્યો-અનંત પરમાણુ, આકાશ, કાળ, ધર્મ, અધર્મ
વગેરે, - સાથે એક જ ક્ષેત્રમાં મળીને, રહેવા છતાં, પોતાના ક્ષેત્રથી ભિન્નપણે રહી, પોતાના ચૈતન્યસ્વભાવરૂપ જ રહે છે, સ્વરૂપથી કદી છૂટતો
નથી, અને અન્ય દ્રવ્યોમાં એકરૂપ થતો નથી. આવો જ વસ્તુ સ્વભાવ છે. એકત્રિત એકઠો; ભેગો. એકત્વ એકરૂપ ત્રિકાળી સ્વભાવ. એ એકપણું, એ નિશ્ચય. (૨) અસંગપણું;
એકલાપણું. (૩) અભેદ. (૪) પરથી ભિન્ન આત્માના ગુણોથી અભિન્ન એવું એકત્વ. પદ્રવ્ય અને પરભાવોથી ભિન્ન અને આત્માના ગુણોથી
અભિન્ન. એકત્વનિશ્ચય પોતામાં રહેલું પોતાનું રૂપ. એકત્વ નિશ્ચયગત સમય : (:) એકેન્દ્રિયાદિ બધા પદાર્થોમાં જીવ દ્રવ્ય છે તે સુંદર
છે. (૧) એકત્વ નિશ્ચયગત એટલે પોતાના સ્વગુણની પર્યાયપણે પરિણામે તે સુંદર છે. (અહીં બીજા બોલમાં વિકારી અને અવિકારી બધી પર્યાયપણે પરિણમે તેવી વાત છે.) (૧) એકત્વ નિશ્ચયગત કહેતાં અભેદ રત્નત્રયપણે
શુદ્ધ પરિણમે તે સુંદર છે, સત્ય છે. એકત્વ નિશ્ચય–ગત સમય નિજ શુદ્ધાત્મા એના એકત્વમાં પરિણમે એટલે કે
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયપણે પરિણમે તે સમય છે. એકત્વ બુદ્ધિ મારાપણાનો ભાવ. એકત્વ-અભેદ દર્શન, જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, વીર્ય, અસ્તિત્વ, દ્રવ્યત્વ વગેરે બધા
ગુણો વસ્તુપણે એક છે છતાં કાર્યભેદે કથંચિત જુદા છે. જેમ કે શ્રદ્ધાનું કાર્ય પ્રતીત કરવાનું છે, જ્ઞાનનું કાર્ય જાણવાનું છે, આનંદનું કાર્ય આફ્લાદક