________________
અવસ્થામાંથી શેયાકારોને ભિન્ન કરવા અશક્ય છે. જો આમ ન હોય તો
અર્થાત્ જો આત્મા સર્વને પરિપૂર્ણ એક આત્માનું પણ જ્ઞાન સિદ્ધ ન થાય. પ્રવચન સારે ગાથા ૪૯ એકને નહિ જાણનાર સર્વને જાણતો નથી હવે ત્યારે એમ નકકી થાય છે કે, સર્વના
જ્ઞાનથી આત્માનું જ્ઞાન અને આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન; અને આમ હોતાં, આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વસંચેતક (પોતાને અનુભવનાર) હોવાથી, જ્ઞાતા અને શેયનું વસ્તુપણે અન્યત્વ હોવા છતાં, પ્રતિભાસ કે પ્રતિભાસ્યમાનનું પોતાની અવસ્થામાં, અન્યોન્ય મિલન હોવાને લીધે (અર્થાત્ જ્ઞાન અને શેય આત્માની -જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત એકમેક રૂપે હોવાને લીધે), તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથી, બધું ય જાણે કે આત્મામાં નિખાત (પેસી ગયું) હોય, એ રીતે પ્રતિભાસે છે - જણાય છે. (આત્મા જ્ઞાનમય હોવાથી, પોતાને સંચેતે છે - અનુભવે છે - જાણે છે; અને પોતાને જાણતાં સર્વ શેયો-જાણે કે તેઓ જ્ઞાનમાં સ્થિત હોય, એ રીતે-જણાય છે, કારણ કે જ્ઞાનની અવસ્થામાંથી શેવાકારોને ભિન્ન કરવા અશક્ય છે.) જો આમ ન હોય તો (અર્થાત્ જો આત્મા સર્વને ન જાણે તો), જ્ઞાનને પરિપૂર્ણ આત્મસંચેતનનો અભાવ થવાથી, પરિપૂર્ણ એક
આત્માનું પણ જ્ઞાન સિદ્ધ ન થાય. એકેન્દ્રિય પૃથ્વીકાયિક જીવ, અપકાયિત જીવ, અગ્નિકાયિક જીવ, વાયુકાયિક જીવ
અને વનસ્પતિ કાયિક જીવ એ પાંચ પ્રકારના એકેન્દ્રિય જીવ છે. (૨) જેને
એક સ્પર્શની ઇન્દ્રિય જ હોય છે એવો જીવ. એકેન્દ્રિય જીવો પૃથ્વીકાય, અપકાય, તેજ:કાય, વાયુકાય અને વનસ્પતિકાય,
એવા આ પુલપરિણામો બંધને લીધે, જીવ સહિત છે. તે બધાંય પુગલપરિણામો, સ્પર્શનેન્દ્રિયાવરણના ક્ષયોપશમવાળા જીવોને, બહિરંગ
સ્પર્શનેન્દ્રિયની રચનાભૂત વર્તતા થકા, કર્મફળ ચેતનાપ્રધાનપણાને લીધે, પુષ્કળ મોહ સહિત જ સ્પર્શોપલબ્ધિ સંપ્રાપ્ત કરાવે છે. તેમાં ત્રણપૃથ્વીકાયિક, અકાયિક ને વનસ્પતિકાયિક જીવો, સ્થાવર શરીરના સંયોગવાળા છે. તથા વાયુકાયિક ને અગ્નિકાયિક જીવો ત્રસ છે. (વાયુકાયિક
૨૪૦ અને અગ્નિકાયિક જીવો ચલનક્રિયા દેખીને, વ્યવહારથી ત્રસ કહેવામાં આવે છે. નિશ્ચયથી તો તેઓ પણ સ્થાવરનામકર્માધીનપણાને લીધે - જો કે તેમને વ્યવહારથી ચલન છે, તો પણ સ્થાવર જ છે.), તે બધાં મનપરિણામરહિત એકેન્દ્રિય જીવો જાણવા. પૃથ્વીકાયિક વગેરે પાંચ પ્રકારના જીવો, સ્પર્શનેન્દ્રિય (ભાવસ્પર્શનેન્દ્રિયના) આવરણના ક્ષયોપશમને લીધે, તથા બાકીની ઈન્દ્રિયોના (ચાર ભાવેદ્રિયોના) આવરણનો ઉદય, તેમજ મનના (ભાવમનના) આવરણોનો ઉદય હોવાથી, મનરહિત એકેન્દ્રિય છે. ઈંડાની અંદર રહેલાં, ગર્ભમાં રહેલાં અને મૂર્છા પામેલાં પ્રાણીઓના જીવત્વનો, તેમને બુદ્ધિપૂર્વક વ્યાપાર નહિ જોવામાં આવતો હોવા છતાં, જે પ્રકારે નિશ્ચય કરાય છે, તે પ્રકારે એકેન્દ્રિયોના જીવત્વનો પણ નિશ્ચય કરાય છે, કારણ કે બન્નેમાં બુદ્ધિપૂર્વક વયપરનું અદર્શન સમાન છે. ભાવાર્થ :- જેમ ગર્ભસ્યાદિ પ્રાણીઓમાં ઇહાપૂર્વક વ્યાવહારનો અભાવ હોવા છતાં, જીવ છે જ, તેમ એકેન્દ્રિયોમાં પણ, ઈહાપૂર્વક વ્યવહારનો અભાવ હોવા છતાં, જીવત્વ છે એમ આગમ, અનુમાન ઇત્યાદિથી નકકી કરી શકાય છે. અહીં એમ તાત્પર્ય ગ્રહવું કે - જીવ પરમાર્થે સ્વાધીન અનંત જ્ઞાન અને સૌખ્ય સહિત હોવા છતાં, અજ્ઞાન વડે પરાધીન ઇન્દ્રિયસુખમાં આસક્ત થઈને જે કર્મ બાંધે છે, તેના નિમિત્તે પોતાને એકિન્દ્રિય અને દુઃખી કરે છે. (૨) પાંચ પ્રકારના છે : (૯) પૃથ્વી કાયિક, (૯) અમ્ કાયિક, (૯) અગ્નિ કાયિક, (૯) વાયુ કાયિક અને (૯) વનસ્પતિ કાયિક. આ જીવોને મોહનું પ્રબળપણું છે, અને સ્પર્શ ઈન્દ્રિયના વિષયનું તે જ્ઞાન છે. એ પાંચ પ્રકારનો જીવ સમૂહ, મન પરિણામથી રહિત છે. તે જીવો કર્મફળ ચેતના પ્રધાન હોય છે. (૯) પૃથ્વીકાય, અપૂકાય, તેજઃ કાય, અને વાયુકાય ચારમાંના દરેકના, સાત લાખ પેટા-જાતિરૂપ ભેદો છે અને વનસ્પતિકાયના, દસ લાખ ભેદો છે. (૯) પૃથ્વીકાયિક વગેરે જીવોને સ્પર્શનેન્દ્રિયપણાનો (ભાવ સ્પર્શનેન્દ્રિયના આવરણનો), ક્ષયોપશમ હોય છે અને તેને કાચો બાહ્ય સ્પર્શનેન્દ્રિયની રચનારૂપ હોય છે, તેથી તે તે કાચો તે તે જીવોને સ્પર્શની ઉપલબ્ધિમાં, નિમિત્તભૂત થાય છે. તે જીવોને થતી તે સ્પર્શાપલબ્ધિ, પ્રબળ મોહ સહિત