________________
ઉપયોગ જ્ઞાન દર્શનરૂપ પરિણામ, એ જીવનું નિર્બોધ લક્ષણ છે. (૬૬) સિદ્ધાંતમાં જીવના અસંખ્ય પરિણામોને, મધ્યમ વર્ણનથી ૧૪ ગુણસ્થાનરૂપે કહેવામાં આવ્યાં છે. તે ગુણસ્થાનોને સંક્ષેપથી પૂર્વક ઘટતો ઘટતો અશુભોપયોગ, ચોથાથી છઠ્ઠા ગુણ સ્થાન સુધી તારતમ્યપૂર્વક વધતો વધતો શુભોપયોગ, સાતમાંથી બારમાં ગુણસ્થાન સુધી તારતમ્ય પૂર્વક શુદ્ધોપયોગ, અને છેલ્લાં બે ગુણસ્થાનોમાં શુદ્ધોપયોગનું ફળ, આવું વર્ણન કથંચિત થઇ શકે છે. (૬૭) જીવના લક્ષણરૂપ ચૈતન્યાનું વિદ્યાથી પરિણામને, ઉપયોગ કહે છે. (જીવના લક્ષણરૂપ ચૈતન્યને અનુરૂપ
પરિણામને, ઉપયોગ કહે છે.) ઉપયોગ ગુણ જાણન-દેખનરૂપ ગુણ; જ્ઞાનગુણ. ઉપયોગ ગુણ અધિક છે. ઉપયોગ ગુણ વડે જુદો જણાય છે. ઉપયોગ પૈતન્ય અનુવિધાયી પરિણામ છે :ઉપયોગ, ચૈતન્યને અનુસરીને
થતો,પરિણામ છે. ઉપયોગ જાગતિ પૂરેપૂરી તકેદારી ઉપયોગ પૂર્વક :લક્ષપૂર્વક ઉપયોગ વિશુદ્ધ શુદ્ધોપયોગી. (૨) શુધ્ધોપયોગી તે આત્મા જ્ઞાનવરણ,
દર્શાનાવરણ, અંતરાય અને મોહરૂપી રજથી રહિત સ્વયમેવ થઇ થકો શેયભૂત પદાર્થોના પારને પામે છે. (૩) શુદ્ધોપયોગી; ચેતન પરિણામ
સહિત ઉપયોગ. ઉપયોગ વિશુદ્ધરૂપ અને સંકલેશરૂપ વિકાર, મંદકષાયરૂપ અને તીવ્રકષાયરૂપ. ઉપયોગ સ્વરૂ૫ :જ્ઞાન દર્શન સ્વભાવરૂપનું જાણવા દેખવાના સ્વભાવ વાળો આત્મા ઉપયોગાત્મા :ઉપયોગરૂપ, નિજ સ્વરૂપ. ઉપયોગને ઊંડે લઈ જાવો, ઉપયોગને સ્વમાં લઇ જવો; જ્ઞાયકભાવને આત્મામાં
વાળવો; ઉપયોગ સ્વમાં વળતાં-ઢળતાં, આત્માના દર્શન થાય છે. ઉપયોગના ભેદો તે ઉપયોગના, જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ, એવા બે ભેદ
છે; વળી તેઓ ક્રમથી આઠ અને ચાર ભેદસહિત છે. અર્થાત્ જ્ઞાન ઉપયોગના મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય, કેવળ (એ પાંચ સભ્યજ્ઞાન), |
૨૨૪ અને કુમતિ, કુશ્રુત તથા કુઅવધિ (એ ત્રણ મિથ્યાજ્ઞાન), એમ આઠ ભેદ છે, તેમજ દર્શન ઉપયોગના, ચક્ષુ, અચલ્સ, અવધિ તથા કેવળ, એમ ચાર ભેદ છે. આ રીતે જ્ઞાનના આઠ અને દર્શનના ચાર ભેદો મળી, ઉપયોગના કુલ
બાર ભેદ છે. ઉપયોગભૂ આત્માનુરાગાદિક સાથે હોવું; ઉપયોગભૂમિ. ઉપયોગમયી “જ્ઞાનશક્તિ સાકાર ઉપયોગમયી” છે. “ઉપયોગવાળી’ એમ નહિ,
ઉપયોગમથી એમ કહીને, ઉપયોગનું જ્ઞાન ગુણ સાથે અભેદપણું હોવાનું સિદ્ધ કર્યું છે. જે ઉપયોગ જ્ઞાનસ્વભાવી સ્વદ્રવ્યમાં એકાકાર અભેદ થઇ પ્રવર્તે
તેને જ કહે છે, અમે ઉપયોગ કહીએ છીએ. ઉપયોગમાં જાણનક્રિયામાં. ઉપયોગમાં ઉપયોગ છે :ઉપયોગમાં કહેતાં જાણનક્રિયામાં, ઉપયોગ છે, કહેતાં ધ્રુવ
ત્રિકાળી આત્મા છે. જાણનક્રિયા, તે આધાર અને ધ્રુવ વસ્તુ તે આધેય કહી છે. ઉપયોગરૂપ જાણનક્રિયામાં આત્મા જણાયો, તેથી અહીં જાણનક્રિયાને આધાર કહી, અને તેમાં જે ધ્રુવ આત્મા જણાયો, તે વસ્તુને આધેય કહી છે. (૨) જાણ નક્રિયામાં, ધ્રુવ ત્રિકાળી આત્મા છે. (જાણનક્રિયા તે આધાર અને ધ્રુવવસ્તુ, તે આધેય કહી છે. ઉપયોગરૂપ જાણનક્રિયામાં, ત્રિકાળી આત્મા જણાયો, તેથી અહીં જાણનક્રિયાને આધાર કહી, અને તેમાં જે ધ્રુવ આત્મા જણાયો, તે વસ્તુને આધેય કહી છે.) (૩) ઉપયોગમાં ઉપયોગ એટલે સમ્યગ્દર્શનની નિર્વિકલ્પ પરિણતિમાં ઉપયોગ, એટલે ત્રિકાળી આત્મા આવે છે. જણાય છે. આત્મા તો આત્મારૂપે ઉદાસીન રૂપે પડયો જ છે પણ
નિર્વિકલ્પ થતો શુદ્ધાપયોગમાં ત્રિકાળી ઉપયોગ સ્વરૂપ આત્મા જણાય છે. ઉપયોગરૂપ :અનુભવરૂપ (૨) જ્ઞાતા, દષ્ટા સ્વરૂપ આત્માનું જાણવા દેખાવરૂપ
આત્મા ઉપયોગ પ્રતિજ્ઞાન આ કાળું છે, આ પીળું છે, ઈત્યાદિરૂપે અર્થગ્રહણ વ્યાપાર
(પદાર્થને જાણવાનો વ્યાપાર), તે ઉપયોગરૂપ મતિજ્ઞાન છે. ઉપયોગવૃત્તિ ઉપયોગરૂપ પરિણતિ ઉપયોગવિશુદ્ધ શુદ્ધ ઉપયોગી.