________________
અટકી જવું તે. (જ્ઞાનીને, જ્ઞાનીપણાને લીધે કાય-વચન-મન સંબંધી કાર્યો અટકી જવાથી, ત્રિગુપ્તપણું વર્તે છે. (૫) ગૃહ કુટુંબાદિ ભાવને વિષે, અનાસક્ત બુદ્ધિ થવી, તે વૈરાગ્ય છે; અને તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો, એવો જે કષાય (ક્રોધ, માન, માયા, લોભ, કલેશ તેનું મંદ થવું, તે ઉપશમ છે. (૬) ગૃહ કુટુમ્બ પરિગ્રહાદિ ભાવને, વિશે જે અહંતા મમતા અને તેની પ્રાપ્તિ, અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો, એવો જે કષાય,કલેશ (રાગ-દ્વેષ કપાયરૂ૫) તેનું મંદ થવું, તે ઉપશમ છે. (૭) જડકર્મ, જે મોહ તેના અનુસાર પ્રવૃત્તિથી, આત્મા ભાવ્યરૂપ થતો હતો તેને ભેદજ્ઞાનના બળથી, જુદો અનુભવ્યો, તે જિનમોહ જિન થયો. ઉપશમ શ્રેણી ચઢતાં, મોહના ઉદયનો અનુભવ ન રહે, પણ પોતાના બળથી ઉપશમાદિ કરી, આત્માને અનુભવે, તે જિનમોહ છે. ઉપશમાદિ કેમ કહ્યું ? ઉપશમ શ્રેણીમાં જ્ઞાન, દર્શન અને વીર્યનો ક્ષયોપશમ ભાવ હોય છે, અને જેમ પાણીમાં મેલ હોય, તે ઠરીને નીચે બેસી જાય, તેમ વિકાર (ચારિત્રમોહ) ઉપશમશ્રેણીમાં દબાઈ જાય છે, પણ તેનો ક્ષય થતો નથી, તેથી તેને ઉપશમ કહે છે. ઉપશમ એક મોહકર્મનો હોય છે, ત્યારે ક્ષયોપશમ, ઉદય, ક્ષય, ચારેય ઘાતકર્મનો હોય છે. ક્ષયોપશમ ભાવ ૧ થી ૧૨ ગુણસ્થાન સુધી, ક્ષાવિકભાવ ૪ થી ૧૪ ગુણસ્થાન સુધી, અને ઉદયભાવ ૧ થી ૧૪ ગુણસ્થાન સુધી હોય છે. પરિણામિકભાવ, તો સદાય સર્વ જીવોને હોય છે. (૮) વૈરાગ્ય અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કષાય કલેશ, તેનું મંદ થવું, તે ઉપશમ છે. (૯) પ્રાપ્તિ; મેળવવું તે, કમાણી કરવી તે. (૧૦) સત્તામાં
આવરનું રહેવું. બાયોપશમ અને શાયિક ભાવ:જેમ પાણીમાં મેલ નીચે બેસી જાય એટલે પાણી
નીતરીને નિર્ણળ થઇ ગયું હોય છે. તેમ જેમાં કષાય દબાઇ ગયો હોય છે એવી પર્યાય નિર્મળ પ્રગટ થાય છે. અને તે દશાને ઉપશમભાવ કહે છે. કંઇક નિર્મળતા અને હજુ મલિનતાનો અંશ પણ છે એવી દશાને ક્ષયોપશમભાવ કહે છે. અને રાગનો જેમાં સર્વથા ક્ષય થઇ જાય છે એ પર્યાયને જ્ઞાયિક ભાવ કહે છે. આ ત્રણને ભાવત્રય કહેવામાં આવે છે. આ ત્રણ ભાવ મોક્ષમાર્ગરૂપ
૨૨૭ છે; તેમાં મોક્ષમાર્ગમાં ઉદયભાવ સમાતો નથી. આ વ્યવહાર રત્નત્રયના
પરિણામ જે ઉદયભાવ છે, તે મોક્ષમાર્ગમાં સમાતાં નથી. ઉપશમ :કષાયની મંહતા; શાંત થવાની ક્રિયા; ઇંદ્રિયો ઉપરનો સંયમ; વૈરાગ્ય ઉપશખે છે :શાંત થાય છે. ઉપશમવું=શાંત થવું. ઉપશમ પરિણામ :વીતરાગ ભાવ. ઉપશમ પામવું, દબાઇ જવું. ઉપશમ રસ :શાંતરસ, અકષાયી; વીતરાગસ્વરૂપી, ઉપશમ સવ્ય સમ્યક પતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી ત્યાં સુધી,
ઉપશમ સમ્યક્ત કહીએ છીએ. ઉપશમ સમ્યકત્વ અનંતાનુબંધીની ચાર અને દર્શન મોહનીયની ત્રણ એ સાત
પ્રકૃતિઓનો ઉપશમ થવાથી ઉપશમ સમ્યકત્વ થાય છે. ઉપશમ સમ્યકત્વનો
ઉત્કૃષ્ટ અને જધન્ય કાળ અંતર્મુહૂર્ત છે. ઉપમ સખ્યગ્દર્શન અનંતાનુ બંધી કષાયની ચોકડી અને મિથ્યાત્વમોહ તે
પ્રવૃત્તિઓ, જ્યારે જીવ ઉપશમ સમ્યગ્દર્શન પામે છે, ત્યારે ઉપશમી જાય છે, કરી જાય છે, દબાઇ જાય છે. જેમ પાણીનો ડોળ હોય અને ફટકડી નાખતાં તે ડોળ નીચે બેસી જાય, ત્યારે પાણીની નિર્મળ અવસ્થા થાય છે. તેમ આત્મામાં ઉપશમ સમ્યગ્દર્શન થાય ત્યારે કર્મનો ડોળ નીચે બેસી જાય છે. તે ઉપશમ સમ્યગ્દર્શન થતાં મિથ્યાત્વ મોહ પ્રવૃત્તિના ત્રણ કટકા થાય છે, તેમાં એક મિથ્યા મોહનીય, મિશ્ર મોહનીય અને સમક્તિ મોહનીય, એવા ત્રણ ભંગ થાય છે. મિથ્યાત્વ મોહનીયનો પહેલે ગુણસ્થાને ઉદય હોય છે, મિશ્ર મોહનીયનો ત્રીજે ગુણસ્થાને ઉદય હોય છે, અને સમક્તિ મોહનીયનો ચોથે
ગુણસ્થાનથી ક્ષયોપશમ સમક્તિ વખતે, ઉદય હોય છે. ઉપશમ સ્વરૂપ :સમસ્વરૂપ ઉપશમતા નિવૃત્તિ ઉપશમભાવ :આત્માના પુરુષાર્થથી, અશુદ્ધતાનું પ્રગટ ન થવું, અર્થાત્ દબાઈ જવું
તે; આત્માના આ ભાવને, ઉપશમભાવ અથવા ઔપથમિકભાવ કહે છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામીને, જડ કર્મનું પ્રગટરૂપ ફળ, જડકર્મમાં ન